ફેશન મેનેજમેન્ટ સ્ટડીઝ (ફેશન સંચલાન અભ્યાસ)
૫દવી - ફેશન મેનેજમેન્ટમાં અનુસ્નાતક (એમ.એફ.એમ.)
સમયગાળો - ર વર્ષ
ઉપલબ્ધ જગ્યાઓ - ૩૦
આ અભ્યાસ કાર્યક્રમ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અભ્યાસ કાર્યક્રમ આવે છે. જેમાં અપ્રેલ, ટેક્ષટાઇલ, લાઇફ સ્ટાઇલ અકસેરીઝ, પગરખાં અને ફેશન ઉધોગ સાથે સંકળાયેલા અન્ય વિવિધ ક્ષેત્રો જેવા કે મર્ચેન્ડાઇઝીંગ, માર્કેટીંગ, રીટેઇલીંગ, બ્રાન્ડ, મેનેજમેન્ટ, સ૫લાય ચેઇન મેનેજમેન્ટ, સોર્સીંગ, બાઇંગ (ખરીદી) એક્ષ્પોર્ટ મેનેજમેન્ટ અને માર્કેટ રિસર્ચ અને ફોરકાસ્ટીંગમાં નિપુણતા ઉ૫ર ધ્યાન કેન્દ્રીત કરે છે.
આ અભ્યાસ કાર્યક્રમમાં મોટી નામાંકિત સંસ્થાઓ જેવી કે આઇઆઇએમ - અમદાવાદ, એમઆઇસીએ, નિરમા અને એનઆઇડી માંથી પ્રતિભાશાળી વ્યાખ્યાતાઓ ઉપરાંત વિવિધ ઉધોગગૃહોમાંથી નિષ્ણાત વ્યકિતઓ નિયમિત વ્યાખ્યાન આપે છે. અભ્યાસક્રમ ઉત્કૃષ્ઠ છે અને ફેશન ઉધોગની ખાસ જરૂરીયાતોને પહોંચી વળવા તેની રચના કરવામાં આવી છે. શિક્ષણના સાચા અને યોગ્ય અભિગમને ધ્યાનમાં રાખીને વિધાર્થીઓને કેસ મેથડ, રોલ પ્લેઝ, રજુઆત, સમુહ વર્ક, તજજ્ઞ સંમેલન, પરિસંવાદ, વાતચિત સાથેસાથે નિયમિત ઉધોગ મુલાકાત પરિચય વગેરે કરાવવામાં આવે છે. માર્કેટ અને મર્ચેન્ડાઇઝીંગનું મજબુત સંચાલન સાથે અદિધયતિય સંકલન કરીને આ કાર્યક્રમ દ્રારા વૈશ્રિવક ફેશન ઉધોગ માટે બહુશ્રૃત પ્રતિભા ધરાવતા મેનેજર તૈયાર કરે છે.
વિષય વસ્તુ-
પ્રથમ વર્ષ-
પ્રથમ વર્ષમાં આ અભ્યાસ કાર્યક્રમ ફેશન વ્યવસાયને કેન્દ્રમાં રાખીને માર્કેટીંગ, મરચેન્ડાઇજીંગ અને સંચાલનના સિધ્ધાંતો અને મુળભુત વિચારો રજૂ કરે છે. ઉત્પાદન સંબધિત જ્ઞાન અને વેચાણ કૌશલ્યો આ કાર્યક્રમના મહત્વના વિસ્તારો છે. વર્ષના અંતે આઠ અઠવાડિયાના ફેશન ઉધોગ ઈર્ન્ટનશિપ અને તાલીમ કાર્યક્રમ દ્રારા કોઇપણ સંસ્થાના મૂળભૂત સિધ્ધાંતોના પરિચયમાં આવે છે. કે જેના દ્રારા વિધાર્થીઓ વર્ગમાં મેળવેલ શિક્ષણને ખરેખરા અનુભવ સાથે સાંકળવા માટે સક્ષમ બને છે.
વર્ષ - ર -
બીજા વર્ષમાં પ્રથમ વર્ષના અભ્યાસ દરમ્યાન જે કૌશલ્યો અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના વ્યાવહારિક ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવે છે. અભ્યાસક્રમના ભાગરૂપે વિધાર્થીઓ વિભાગીય અભ્યાસો અમલમાં મુકે છે અને ગ્રામ્ય વિકાસના પ્રોજેકટોને પોતાને સામેલ કરે છે. વિધાર્થીઓ અગાઉના સત્રોમાં મેળવેલ જ્ઞાનને ઉપયોગમાં લઇને વિવિધ કંપ્નીઓ દ્રારા સ્પોન્સર થયેલા સ્નાતક રીર્સચ પ્રોજેકટ કરે છે. |