ફેશન ટેકનોલોજી માં બે વર્ષનો અનુ સ્નાતક કાર્યક્રમ વિધાર્થીઓને ટેક્નોલોજી અને પ્રબંધક વિષય-વસ્તુનું સંમીશ્રણ કરીને તૈયાર વસ્ત્ર ઉત્પાદન શ્રેત્રમાં વ્યુહાત્મક ઉકેલ આપવા સહાય રૂપ અને પ્રેરિત બને છે.
સૂચિ
વર્ષ 1
વિધાર્થીઓને વસ્ત્ર ઉત્પાદન માટેના વિવિધ સાધનો અને પ્રક્રિયાઓ વિષે સમજ આપવામાં આવે છે. મુખ્યત્વે વસ્ત્ર ઉત્પાદ, કાપડ, ફેશન ઉધોગ, સંશોધન પ્રક્રિયા, મુલ્યાંકન પ્રક્રિયા, વસ્ત્રોની ગુણવત્તા વગેરે શીખવવામં આવે છે.
વર્ષનાં અંતે વિધાર્થીઓ બે મહીનાની ઉનાળુ ઇન્ટ્ર્શીપ કરીને જ્ઞાન અને પ્રયોગનો તાલમેલ શોધે છે.
વર્ષ 2
આ વર્ષ દરમિયાન મુખ્યત્વે તૈયાર વસ્ત્રોનું વેચાણ, પ્લાંટ લૅ-આઉટ, કોમ્પયુટર સંલગ્ન ઉત્પાદન અને સ્પલાય ચઇન મેનેજમેંટ જેવા વિષયો ભણાવવામાં આવે છે.
વિધાર્થીઓ સંશોધન પ્રોજેકટ હાથ ધરી તેમની મુશકેલીઓને સમજવાની અને તેને ઉકેલવાની આવડત ને વધારે છે.
કારકીર્દી
આ કાર્યક્રમ ઉત્પાદન, ક્વોલિટી એશ્યોરન્સ, ગારમેન્ટ ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનીયરીંગ, પેદાશ વિકાસ, સોર્સીંગ, પ્રોજેક્ટ એનાલિસીસ, સિસ્ટમ એનાલિસીસ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઇન્ટ્રાનેટ એડમિનીસ્ટ્રેશન, ઇન્ટરનેટ પ્રોગ્રામીંગ, ડેટાબેઝ એપ્લીકેશન અને નેટવર્ક મેનેજમેન્ટમાં કારકીર્દી ઘડવાની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે.
અગ્રિમ રોજગારદાતાઓ
પોકર્ણા ગ્રુપ, જિની એન્ડ જોની, ઇન્ટેગ્રા એપારેલ્સ, થર્ડ આઇસાઇટ, ટેફલ્સ, લગુણા ક્લોધીંગ, એવાયએન એસેસરીઝ (હોંંગકોંગ), પેન્ટાલૂન, આઇટીસી, એલઆરબીડી, કલરપ્લસ, સેલીબ્રીટી ફેશન્સ, અંબાત્તૂર ક્લોધીંગ કંપની, એલટી કાર્લે, આરએમએક્સ જોસ, ટેક્સપોર્ટ સિંડીકેટ, ગોકલદાસ એક્સપોર્ટસ વગેરે. |