રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
here
      શૈક્ષણિક> નિયમિત અભ્યાસક્રમો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
  સ્‍નાતક અભ્‍યાસક્રમો | અનુસ્નાતક અભ્‍યાસક્રમો  
   
   

સ્નાતક અભ્યાસક્રમો - ડીઝાઇન

સ્નાતક અભ્યાસક્રમો - ટેકનોલોજી

     
બી. ડીઇસ (ટેક્ષટાઇલ ડીઝાઇન) પ્રધ્યાપકો પોર્ટફોલીઓ  

ફેશન એન્‍ડ ટેક્ષટાઇલ ડિઝાઇન અભ્‍યાસ કાર્યક્રમ(સમયગાળો ૪ વર્ષ)     

ફેશન એન્‍ડ ટેક્ષટાઇલ ડિઝાઇન શાખા વસ્‍ત્ર તથા ફેશન ઉદૃોગમાં જુદી જુદી ડિઝાઇનોના વિકાસ, નાવીન્‍યતા, અને સર્જનાત્‍મકતા વિકસાવવાની સાથે સાથે કાપડ ક્ષેત્રે વિસ્‍તૃત શિક્ષણ પુરૂ પાડે છે.  આ અભ્‍યાસક્રમની રચના બજારની ઉભરતી વાસ્‍તવીકતાઓને પહોંચી વળવા તેમજ રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓમાં કાપડ મીલો, નિકાસ ગૃહો, ડીઝાઇન ગૃહો, ખરીદ ગૃહો, વિગેરે ક્ષેત્રમાં વિસ્‍તૃત કારકિર્દી માટે સક્ષમ અભ્‍યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે.

ફેશન અને ટેક્ષ્‍ાટાઇલ શાખા એ માન્‍યતા ઉપર આધારીત છે કે, ભરત ગુંથણ અને છપાઇ કામની ટેક્ષ્‍ાટાઇલ બાબતો એકબીજાને પુરક છે અને બધા સાથે મળીને જ સમૃધ્‍ધ અને વિસ્‍તૃત શિક્ષ્‍ાણ પુરૂ પાડી શકે છે.  આની સાથે સાથે ઐતિહાસીક, સામાજીક, અને સાંસ્‍કૃતિકક્ષ્‍ેાત્રોમાં જે ડીઝાઇનર્સ કામ કરે છે તેમાં વિસ્‍તૃત અને ગહન માહિતી પુરી પાડવામાં આવે છે  કે જેથી વિધાર્થીઓ તેમના અભિગમને વધારે સચોટ બનાવી શકે.  જયારે સી.એ.ડી. / સી.એ.એમ. / આઇ.ટી ની સાથે જેઓ છે તેઓ આ વ્‍યવસાયના ઉભરતાં સાધનો સાથે કામ કરવાની ક્ષ્‍ામતામાં વૃધ્‍ધી કરી શકે. 

ટેક્ષ્‍ાટાઇલ ડીઝાઇન સમગ્ર ફેશન વ્‍યવસાયના કેન્‍દ્રનું સર્જન કરે છે.  ભારતીય વસ્‍ત્ર પરીધાન અને ઘર આંગણાના ફેશન ઉધોગોના એક્ષ્‍ાપોર્ટ તેમજ ડોમેસ્‍ટીક ક્ષ્‍ેાત્રો કે જેમાં પ્રવૃતિઓ ઝડપી વિકસી રહી છે તે કાચી સામગ્રી અને ટેક્ષ્‍ાટાઇલની ડીઝાઇન અને વિકાસના ક્ષ્‍ેાત્રોમાં વ્‍યસાયિક ગહન માહિતીની માંગણી કરે છે.  અને જે ઉત્‍પાદન ખર્ચના ૬૦ ટકાથી ૮૦ ટકા જેટલું જવાબદાર હોય છે.  ટેક્ષ્‍ાટાઇલ ડીઝાઇન આજે એક અગત્‍યનું મુલ્‍ય ઉમેરતી પ્રવૃતિ બની છે.  કે જે ફેશન વ્‍યવસાયને આર્થિક રીતે પગભર તથા નફાકારકતામાં પરીવર્તીત કરવામાં અગત્‍યનો ભાગ ભજવે છે.
ફેશન અને ટેક્ષ્‍ાટાઇલનો અભ્‍યાસક્રમ ગાંધીનગર નીફટમાં જુલાઇ-ર૦૦૪ થી દાખલ કરવામાં આવેલ છે.
અભ્‍યાસક્રમ વિષય વસ્‍તુ -

વર્ષ્‍ા - ૧
ફેશન અને ટેક્ષ્‍ાટાઇલના પ્રથમ વર્ષ્‍ા (બે સત્રો) ના વિધાર્થી સામાન્‍ય  પાયાના અભ્‍યાસક્રમનો અભ્‍યાસ કરે છે.  વિધાર્થીઓને અભ્‍યાસ માટેના બધા માટેના સમાન વિષયો નીચે મુજબ છે. -

૧.        ડીઝાઇનના મૂળતત્‍વો
ર.       ભૂગોળ
૩.        વિઝયુલાઇઝેશન રીપ્રેઝન્‍ટેશન,
૪.       ફેશનની રૂપરેખા,
પ.       મટીરીલ્‍સ સ્‍ટડીઝ,
૬.       કોમ્‍પ્‍યુટર  એ૫લીકેશન,
૭.       ફીલ્‍ડ સ્‍ટડીઝ અને
૮.       સંકલિત સત્રાંત પ્રોજેકટ

વર્ષ – ર
ટેક્ષટાઇલ સાથે સંકળાયેલા પારિભાષિક શબ્‍દો જેવા કે વિવિંગ, પ્રિન્‍ટીગ (છપાઇકામ), એમ્‍બ્રોઇડરી (ભરતકામ) અને ડાઇંગ (રંગકામ) વગેરેનો પરીચય આપવા ઉપર ધ્‍યાન કેનિદ્રીત કરવામાં આવે છે.  ગ્રાફીકસ સોફટવેરના મુળ પાયાના સિધ્‍ધાંતો અને તેના ઇમેજના સર્જન માટેના ઉપયોગો જેવી બાબતો ઉપર પણ ભાર મુકવામાં આવે છે.  બીજા વર્ષે ભણાવવામાં અાવતા અગત્‍યના વિષયો આ પ્રમાણે છે.  -  ડીઝાઇન મેથોડોલોજી, ફેશન સ્‍ટડીઝ, સરફેશ ટેકનીક, ટેક્ષ્‍ાટાઇલ સાયંસ (વિજ્ઞાન) ભરત ગુંથણ કૌશલ્‍યોનો પરિચય, પરંપરાગત ટેક્ષ્‍ાટાઇલનો પરિચય, છપાઇ કામ માટે કોમ્‍યુટર પ્રેરીત ડીઝાઇન, ડીઝીટલ ઇમેજીંગ અને એડીટીંગ ટેકનિકસ, ટેક્ષટાઇલ ડીઝાઇન વિકાસનો પ્રોજેકટ.

સ્‍થળ મુલાકાત, ટેક્ષટાઇલ મીલ્‍સ, પ્રિન્‍ટીંગ યુનિટસ અને અન્‍ય પ્રોસેસિંગ હાઉસિસમાં રૂબરૂ કામ કરવાનો અનુભવ વગેરે સમગ્ર અભ્‍યાસક્રમના અગત્‍યના હિસ્‍સાઓ છે.

વર્ષ- ૩
બિજા વર્ષ દરમ્‍યાન અભ્‍યાસ કરેલા વિષયોને આ વર્ષે પણ આગળ લઇ જવામાં આવે છે.  વિધાર્થીઓને ડીઝાઇન, ટેકનીકલ, માર્કેટીંગ (વેચાણ) અને સંવાદકલાના કૌશલ્‍યો વિકસાવવાની સાથે સાથે તેમના જ્ઞાનનો પાયો વધારે મજબુત બનાવવામાં આવે છે.  અભ્‍યાસના વિષયો આ પ્રમાણે છે. - ડાઇંગ, પ્રિન્‍ટીંગ  અને ફીનીશિંગ, કવોલિટી એનાલિસિસ અને અસ્‍યોરન્‍સ  (ગુણવત્‍તા પૃથ્‍થકરણ અને ખાતરી), સીએડી અને વીવ ડીઝાઇન, પ્રિન્‍ટ ડીઝાઇન, સ્‍ટાઇલીંગ ફોર અપ્રેલ અને હોમ ફર્નિશીંગ, વોવન ડીઝાઇન પ્રોજેકટ, ડોબી અને જેકાર્ડ ડીઝાઇન (Dobby & Jacquard) અને માર્કેટીંગ અને મર્ચેન્‍ડાઇઝીંગ .

ક્રાફટના વાતાવરણ સાથે પરિચિત થવા માટે વિધાર્થીઓ ક્રાફટ સર્વે તેમજ ડોકયુમેન્‍ટેશનના પ્રોજેકટ કરશે.

વર્ષ-૪

ઉધોગો વિશેની સમજણને સુગઠિત કરવા તેમજ સ્‍વતંત્ર રિસર્ચ આધારિત પ્રોજેકટ કરવા માટે વિધાર્થીઓ વૈકલ્‍પીક વિષયો લેશે.  અંતિમ સત્રમાં વિધાર્થીઓ ઔધોગિક ગ્રાહક, એક્ષપોર્ટ હાઉસ, ડીઝાઇનર અથવા એનજીઓ ની સાથે મળીને ડીપ્‍લોમાં પ્રોજેકટ કરશે.  આ સમયગાળા દરમ્‍યાન વિધાર્થીઓએ તેમના સ્‍પોન્‍સર દ્રારા આપવામાં આવેલી સુચના પ્રમાણે કામ કરવાનું રહેશે.  આ અભ્‍યાસ કાર્યક્રમ સ્‍નાતક ઉપાધિમાં પરિવતિર્ત થશે.

આ અભ્‍યાસ કાર્યક્રમ વિધાર્થીઓમાં ડીઝાઇનની સમજણ કેળવે છે અને તેમનામાં ઉત્‍પાદનની ખાસ બાબતો પ્રત્‍યેની સમજણ કેળવી, સર્જનાત્‍મક અને નાવિન્‍યસભર ડીઝાઇન નિરાકરણ માટે તૈયાર કરવામાં મદદ કરે છે.  આ કાર્યક્રમ વિધાર્થીઓને ઔધોગિક ઉત્‍પાદન અને ક્રાફટ આધારિત તમામ સ્‍તરોએ ફિલ્‍ડ લેવલની અભિમુખતા પુરી પાડે છે.  તેમજ ટેકનોલોજીની અગત્‍યતા અને બજાર સંબંધિત ગહન સુચનો પુરા પાડે છે.  વિધાર્થીઓ ડાઇંગ (રંગકામ) પ્રિન્‍ટીંગ (છપાઇ કામ) અને વિવિંગ કાર્યશાળાઓનાં કામ કરીને વિધાર્થીઓ તેમની ડીઝાઇનને સેમ્‍પલ / પ્રોટો ટાઇપમાં પરીવર્તીત કરે છે. 

તકો / કારકિર્દી
આ અભ્‍યાસ કાર્યક્રમ વિધાર્થીઓને ટેક્ષટાઇલ્‍સ મીલ્‍સ અને એક્ષપોર્ટ, હાઉસીસમાં, ફેશન ડીઝાઇનર સાથે, ફેશન સ્‍ટુડીઓમાં, મીલ્‍સ, માલ ખરીદ હાઉસો, હેન્‍ડલુમ, સહકારી મંડળીઓ, માલ ખરીદ સંસ્‍થાઓ વગેરેમાં ડીઝાઇન અથવા ફેબ્રિક મેનેજર તરીકે અથવા ડીઝાઇનર અથવા ઉદૃોગ સાહસિકો તરીકે સ્‍વતંત્ર કામ કરવાની વિસ્‍તૃત શ્રેણીની કારકીર્દી પુરી પાડે છે.
-         પ્રવર્તમાન પ્રવૃતિઓ.
-         સતત શિક્ષણ અભ્‍યાસ કાર્યક્રમોની શરૂઆતની જાહેરાત.
૧        ટેક્ષટાઇલ ડીઝાઇન અને ટેકનોલોજી - ૧ વર્ષ.
ર        ફેશન ફેબ્રિકસ - ડીઝાઇન અને વિકાસ - ૩ માસ.

પ્રવેશ સમયપત્રક આ પ્રમાણે છે.

  • સતત શિક્ષણ પ્રોસ્‍પેકટસ અને ફોર્મ ઉપલબ્‍ધ છે - ૧૬ મી જુલાઇથી ૧ લી ઓગષ્‍ટ-ર૦૦૮.
  • પ્રવેશ ફોર્મ સુપ્રત કરવાની અંતિમ તારીખ - ૧ લી ઓગષ્‍ટ-ર૦૦૮. 
  • અંતિમ પરિણામની જાહેરાત - ૧૪ મી ઓગષ્‍ટ-ર૦૦૮.
  • ફી ની ચુકવણી - ૧૮ મી ઓગષ્‍ટ-ર૦૦૮.
  • સીઇ અભ્‍યાસ કાર્યક્રમ અંગેનો અભિમુખ કાર્યક્રમ - ર૦ મી ઓગષ્‍ટ-ર૦૦૮.
  • સતત શિક્ષણ અભ્‍યાસ કાર્યક્રમની શરૂઆત - રર મી ઓગષ્‍ટ-ર૦૦૮.