રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
urhere
      SGSY પરિયોજના
 
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

સમુદાય આધારિત સંસ્થાઓ

સુરેન્‍દ્રનગર વણકર સમાજ - (સુવાસ)

સુવાસ કે જેનો ગુજરાતીમાં સુગંધ અર્થ થાય છે તે જિલ્‍લા કક્ષાનું આ પ્રોજેકટ હેઠળ રચવામાં આવેલું કારીગરોનું સંગઠન છે.  તેને સકિય રીતે કેર ઇન્‍ડીયા અને સાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ નો ટેકો મળેલો છે.  આ સંસ્‍થામાં ૧૩૦૦ કારીગરો જોડાયેલા છે.  ગર્વનીંગ બોડીમાં ૧૬ સભ્‍યો જેમાં ૧ર પુરૂષો અને ૪ મહિલાઓનો સમાવેશ થયેલો છે.  જીલ્‍લાના તમામ પાંચ જુદા જુદા હુન્‍નરોનો સમાવેશ કરવામાં આવેલ છે. 

સભ્‍યો ધ્‍વારા વાષિક સભ્‍યપદ ફી રૂા. પ૧ ભરવામાં આવે છે અને તમામને સ્‍પર્શતી બાબતો અને પ્રશ્‍નોની ચર્ચા કરવામાં આવે છે. 

પ્રમુખ - શ્રી જગદીશભાઇ
ઉપપ્રમુખ - શ્રીમતિ ઇન્‍દુબેન
ખજાનચી - શ્રી ભરતભાઇ

ટાંગલિયા વિર્વસ એસોસીએશન

Tangaliya

ટાંગલિયા હુન્‍નરને પુનઃ જીવત કરવા આ સંગઠનની રચના કરવામાં આવી છે.  તેમાં પાંચ ગામોના રર૬ કારીગરોનો સમાવેશ થયેલ છે.

ટાંગલિયા વિશિષ્‍ટ પ્રકારનો ગૃહ હુન્‍નર છે અને તેની જી.આઇ. હેઠળ નોંધણી કરાવવાની હોય છે. 

પ્રાથમિક તબકકે જી.આઇ. ઉધોગ ચેન્‍નાઇના પ્રતિનિધિઓને કલસ્‍ટર ખાતે બોલાવવામાં આવ્‍યા હતા અને તેમને આ બાબતમાં ખુબજ રસ પડેલ છે.  ત્‍યારપછી ત્રણ જુદા જુદા કલસ્‍ટર તરફથી જી.આઇ. હેઠળ નોંધણી કરાવવા અરજી કરવામાં આવેલ છે જે મંજુરીની પ્રક્રિયા હેઠળ છે. 

સેલ્‍ફ હેલ્‍પ ગૃપ

૧૯૮૪ જેટલાં કામદારો કે જેઓ જુદા જુદા પાંચ હુન્‍નરોમાં સંકળાયેલા છે. તેમના ધ્‍વારા ૧૬ર સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરવામાં આવી છે.  તમામ ધ્‍વારા બેંકમાં ખાતા ખોલવામાં આવ્‍યા છે અને ૧૩પ નું ગ્રેડીંગ કરવામાં આવેલ છે.

સેલ્‍ફ હેલ્‍પ ગૃપ સુચી