રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
here
      આભુષણ ડીઝાઇન અને તાલીમ કેન્દ્ર  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

ઉધોગ કમિશનરશ્રી ગુજરાત સરકાર ધ્‍વારા ઔધોગિક, આભુષણ ડીઝાઇન અને તાલીમ કેન્‍દ્રની સ્‍થાપના માટે અનુદાનની રકમ મંજુર કરેલ છે.  આ પ્રોજેકટનો ઉદેૃશ આભુષણ ઉત્‍પાદકો, સાહસિકો અને નિપુણ કામદારોને યાંત્રિક સાધનોના ઉપયોગ માટે તાલીમ આપવા, ડીઝાઇન માટે સલાહ સૂચન આપવા, ઉત્‍પાદક વસ્‍તુના વિકાસ વિગેરે માટે તથા ટેકનીકલ અને ડીઝાઇન ગુણવત્‍તા વૃધ્‍ધિ માટેનો છે. 

આભુષણ ઉધોગ તથા નીફટ વિધાર્થીઓ માટે એકંદર ટેકનીકલ જ્ઞાનમાં વધારો થાય તેમજ અધ્‍યતન મશીનરી ઉ૫યોગથી વાકેફ થાય તેવા પ્રયત્‍નો કરવામાં આવે છે.  આમ થવાથી આ લોકો  ડીઝાઇનના મહત્‍તમ વિકલ્‍પો મેળવીને લાભ મેળવી શકે.  ઉપ્‍રોકત ધ્‍યેય હાંસલ કરવાની કામગીરી માટે અમારા ધ્‍વારા કાર્યશાળાની સ્‍થાપ્‍ના કરવામાં આવી છે જેમાં અમારી પાસે અધતન મશીનરી તથા સાધનો જેવાં કે, સ્‍ટ્રીપીંગ મશીન સાઇનાઇડ બેઇઝ, ખાસ કરીને ગોલ્‍ડ સ્‍ટ્રીપીંગ માટે.  હોલો જવેલરી માર્કીંગ માટે ઇલેકટ્રોફોર્મીગ યુનીટ, લેઝર એન્‍ગ્રેવીંગ અને સોલડરીંગ મશીન તેમજ ફેસેટીંગ અને વાયર એન્‍ડ સ્‍ટીલ રોલીંગ મશીન કે જેનો હાથથી તૈયાર કરવામાં આવતા આભુષણ ઉધોગ માટે ઉપયોગ કરવામાં આવે છે.  અમારી પાસે સી.એ.ડી. / સી.એ.એમ. મશીન અને સોફટવેર જેવાં કે રેપીડ પ્રોટો ટાઇપીંગ મશીન - સ્‍નેકર મેટ્રીક થ્રી ડી, રીનોસેરોસ એન્‍ડ ફલેમીંગો સોફટવેર અને જીમોલોજીકલ લેબોરેટરીમાં જેમસ્‍ટોનસ અને ડાયમંડના ટેસ્‍ટીંગ માટેના સાધનો ઉપલબ્‍ધ છે.  (જીમોલોજીકલ ટેસ્‍ટીંગ માટેના સાધનો અમેરીકાથી મંગાવવામાં આવેલ છે.)

સંપર્ક વિગતો

પ્રો. પવન ગોડીયાવાલા,
ચેરપર્સન, જે.ડી.ટી.સી. યુનિટ.      
ફોન નં. ૦૭૯-ર૩ર૬૫ર૧૧ / ૯૮ર૪૩૧૧૩૧૪
ઇ-મેઇલ - pavan_15@yahoo.com

શ્રી અનુ૫મ રાણા
મેનેજર, જે.ડી.ટી.સી. યુનિટ.
આસી. પ્રોફેસર
rana3972003@yahoo.com
9879503838 / 079-23265041