![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા | |||||||||||
ગાંધીનગર |
|||||||||||
| નવો પ્રવેશ લીધેલ વિધાથીર્અોને નીફટ - ગાંધીનગર આવકારે છે. | |||||||||||||||||||||||||||||||||||||||
|
રાજધાની શહેર - ગાંધીનગરમાં તમારું જીવન. ગુજરાતની રાજધાની - ગાંધીનગર શહેર - અમદાવાદથી ૩૦ કી.મી. સાબરમતીના કિનારે આવેલું છે. દર એક વ્યકિતએ ર૭ વૃક્ષ્ાનું પ્રમાણ ધરાવતું તેમજ ભારતનું સૌથી વધારે લીલોતરી ધરાવતું શહેર ગાંધીનગર છે. તેનો સમગ્ર વિસ્તાર આશરે ૭ x ૭ કી.મી. અથવા પ૦ ચો.કી.મી. છે. ગાંધીનગર શહેર એક ચો.કી.મી. ધરાવતું એક એવા ૩૦ સેકટરોમાં વિભાજીત છે. વસ્તી આશરે ર લાખ જેટલી છે. તેના મોટાભાગના રહીશો સરકારી કર્મચારીઓ છે. ગ-૦ થી આગળ જતાં જતાં રોડ ઉપર શૈક્ષણિક સંસ્થાઓના વિસ્તારમાં નીફટ આવેલ છે. શહેરના શૈક્ષણિક વિસ્તારમાં નીફટ આવેલું છે. તેની આજુબાજુ DAIICT, NID તેમજ INFOCITY આવેલા છે. ગાંધીનગરના પ્રવેશધ્વાર એવા ગ-૦ વર્તુળથી તદૃન નજીક આપણી સંસ્થા અાવેલી છે. કેવી રીતે પહોંચવું ગાંધીનગર, અમદાવાદ એરપોર્ટથી રપ કી.મી. અને અમદાવાદ (કાલુપુર) રેલ્વે સ્ટેશન થી ૩ર કી.મી. દૂર આવેલું છે. ગાંધીનગર રાજધાનીનું રેલ્વે સ્ટેશન, સંસ્થાથી લગભગ ૬ કી.મી. દૂર સેકટર-૧૪ માં આવેલું છે. આ રેલ્વે સ્ટેશન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ની તદૃન નજીક છે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન, રેલમાર્ગ ધ્વારા ઇન્દોર, મુંબઇ દિલ્હી અને હરધ્વાર જેવાં સ્થળો સાથે જોડાયેલું છે. કોમ્પુટરથી રેલ્વે ટીકીટ બુકીંગની વ્યવસ્થા, જુના સચિવાલયમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસની બીલકુલ બાજુમાં કરવામાં આવેલ છે. તદઉપરાંત બુકીંગની વ્યવસ્થા રેલ્વે સ્ટેશન ઉપર પણ ઉપ્લબ્ધ છે. રાજય પરિવહનની બસો દર પંદર મિનિટના અંતરે ગાંધીનગર-અમદાવાદ માટે દોડે છે. રસ્તા તેમજ અગત્યના સ્થળો ગાંધીનગરના મુખ્ય સાત રોડ એકબીજાની સમાંતરે ઉભી રીતે આવેલા છે. તેમના નામ આંકડાકીય રીતે રોડ નંબર ૧ થી ૭ આપવામાં આવેલા છે. આ ઉપરાંત આડી રીતે રોડને ગુજરાતી / હિન્દી મુળાક્ષરોથી ક, ખ, ગ થી જ ના નામ આપવામાં આવેલા છે. આડા તેમજ ઉભા મુખ્યરોડ એકબીજાને ભેદતા હોય ત્યાં વર્તુળો બનાવવામાં આવેલા છે. જેમના નામ ઘ-૦, ઘ-૬, ચ-પ વગેરે આવેલા છે. પાંચ નંબરના રોડને જે જગ્યાએ ઘ-રોડ ભેટે છે. તે ઘ-પ તરીકે ઓળખાય છે. અહીંયા ખુલ્લી જગ્યામાં ખાણી-પીણી તેમજ નાસ્તા માટેના સ્ટોલ્સ, હોટેલ્સ તેમજ બેન્ક વગેરે આવેલા છે. જીવન જરુરી સામગ્રીની ખરીદી સંસ્થાથી સાત કી.મી. દૂર, ચ- રોડ ઉપર આવેલા સેકટર-ર૧ માં મુખ્ય બજાર આવેલું છે. જયાં શાકભાજી, સ્ટેશનરી, કપડાં, માંસ, મચ્છી વગેરે વસ્તુઓની દુકાનો છે. આ બજારમાં હોટલો, સિનેમા, જુદી જુદી બેંકના એ.ટી.એમ. કેન્દૃો પણ છે. સંસ્થાથી નજીક આવેલું સેકટર-૭ નું બજાર પણ ખરીદી માટે યોગ્ય છે. સંસ્થાથી ત્રણ કી.મી. ગાંધીનગર - સાબરમતી હાઇવે ઉપર સિટી પલ્સ, સંસ્થાથી લગભગ ૬ કી.મી. દુર ગાંધીનગર - અડાલજ હાઇવે રોડ ઉપર આર. વ૯ર્ડ અને ગાંધીનગર શહેરમાં સિને મેકસ જેવા આધુનિક સિનેમાઘરો આવેલા છે. સંસ્થાથી બીલકુલ નજીક રિકલોઝ (શ્રેયાશ્રમ) ઓરેન્જ એન્ડ દાવત (ઇન્ફોસિટી) અને ઇન્ફોસિટી મલ્ટીપ્લેક્ષ્ામાં હોટલો આવેલી છે. ઘ-૪ વર્તુળથી નજીક ઢોસાઇન તેમજ આવકાર રેસ્ટોરન્ટ આવેલી છે. જયારે ઘ-૩ ના વર્તુળ થી નજીક પથિકાશ્રમ નામનો ડાઇનીંગ હોલ આવેલો છે. સ્ટાર દરજજાની હોટલ કેમ્બે સેકટર-રપ માં અને હોટલ હવેલી સેકટર-૧૧ માં આવેલી છે. અમદાવાદમાં ખરીદી માટે ગાંધીનગરથી બસ ધ્વારા સરળતાથી જઇ શકાય છે. અમદાવાદમાં આવેલા સી.જી. રોડ ઉપર જવા માટે અમદાવાદમાં આવેલા ઇન્કમટેક્ષ્ા વર્તુળ, ટાઇમ્સ ઓફ ઇન્ડીયા અથવા નહેરૂ બ્રિજ થી રીક્ષા ધ્વારા જઇ શકાય છે. પરંપરાગત વસ્ત્રો અને જથ્થાબંધ સામગ્રીની ખરીદી કરવા તેમજ ભાવતાલથી ખરીદીનો આનંદ માણવા માટે ઢાલગરવાડ અને ત્રણ દરવાજા શ્રેષ્ઠ સ્થળો છે. આ સ્થળોએ જવા માટે નહેરૂ પુલ અથવા લાલ દરવાજાથી રીક્ષા ધ્વારા સરળતાથી જઇ શકાય છે. બસ સેવા રાજય પરિવહન નિગમ ધ્વારા ગાંધીનગર - અમદાવાદ વચ્ચે ચાલતી બસોને સરળતાથી ઓળખવા માટે તેની ઉપરનો ભાગ લાલ રંગનો રાખવામાં આવેલ છે. ૧પ૦ ઉપરાંત બસો ગાંધીનગર - અમદાવાદ - ગાંધીનગર વચ્ચે દરરોજ દોડે છે. આ બસ સેવાની શરૂઆત સેકટર-ર૮ થી થાય છે. સેકટર-૧૧ માં પથિકાશ્રમથી ઓેળખાતુ ગાંધીનગરનું મુખ્ય બસ મથક આવેલ છે. અમદાવાદ તરફ જતી તેમજ અમદાવાદથી પરત આવતી લગભગ બધી બસો આ મુખ્ય મથકેથી પસાર થાય છે. મોટાભાગની બસો કે જેના ઉપર અમદાવાદ લખેલ છે તે અમદાવાદ ના મુખ્ય બસમથક ગીતા મંદિર તરફ આશ્રમરોડ અને પાલડીથી જાય છે. ગીતા મંદિરથી રેલ્વે સ્ટેશન ૧ કી.મી. દૂર આવેલ છે અને વિદ્યાર્થીઓ ત્યાં રીક્ષા ધ્વારા પહોંચી શકે છે. જો કોઇ વિધાર્થી રેલ્વે સ્ટેશને સીધો જવા માંગતો હોય તો તેણે ગાંધીનગરથી સારંગપુર / કાલુપુર ની બસમાં બેસવાનું હોય છે કે જે ઇન્દીરા બ્રિજ થઇને સીધી કાલુપુર પહોંચે છે. બસ સેવાની શરૂઆત વહેલી સવારના ૩ કલાકથી શરું થાય છે અને શકય હોય ત્યાં સુધી ઉપડતી ટ્રેનોના સમય પ્રમાણે રેલ્વે સ્ટેશને પહોંચાડે છે. ગાંધીનગર-અમદાવાદ આવાગમન માટે પોતાને અનુકુળ સમયની બસ નક્કી કરવા રાજય પરિવહન સેવાનું સમયપત્રક જોઇ લેવા વિનંતી છે. ગાંધીનગરથી અમદાવાદ બસ દ્વારા પહોંચવા માટે લગભગ ૫૦ મિનિટથી એક કલાક લાગે છે. આ બધી બસો આશ્રમરોડ ઉપર આવેલા નિર્ધારિત બસ સ્ટોપ ઉપર ઉભી રહેતી હોય છે અને અમદાવાદથી ગાંધીનગર આવતા વિદ્યાર્થીઓએ ઘ-૦, ઇન્ફોસીટી અથવા સેકટર - ૨૯ ના બસ સ્ટોપ ઉપર કંડકટરને પૂછવુ એ શ્રેષ્ઠ ઉપાય છે. આપના સ્થળની માહિતી જાણીને કંડકટર જરુરી તેમજ આપ જે જગ્યાએ જવા માંગતા હોય તેની નજીકના બસ સ્ટોપની માહિતી આપશે. આ બાબતમાં કંડકટરો ઘણા મદદદકારક તેમજ માર્ગદર્શક હોય છે. ઘ-રોડ ઉપરની ગાંધીનગરથી આશ્રમરોડ,લાલદરવાજા તેમજ ઇન્દિરાપુલ, એરપોર્ટ જવા માટે ખાનગી જીપ સેવા પણ ઉપલબ્ધ છે. પથિકાશ્રમ બસ સ્ટેન્ડની નજીક સરખેજ ગાંધીનગર હાઇવે એસ.જી હાઇવે માટે પણ ખાનગી જીપ સેવા ઉપલબ્ધ છે. જયાં સુધી શકય હોય ત્યાં સુધી જીપ દ્વારા મુસાફરી ટાળવી જોઇએ. કારણ કે ખાનગી વાહનો સલામત નથી છોકરા છોકરીઓ માટેની હોસ્ટેલો શ્રેયાશ્રમ (આશકા હોસ્પિ ટાલીટી પ્રાઇવેટ લિમિટેડ) નીફટ કેમ્પસથી બે કિલોમીટર દૂર આવેલું છે. હોસ્ટેલોમાં વિદ્યાર્થીનીઓ માટે એક રૂમમાં બે વિદ્યાર્થીનીઓ રહે તેવા પ૦ રૂમો છે અને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે ર૦ રૂમો છે. હોસ્ટેલ પરથી લેવા મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તદૃઉપરાંત હોસ્ટેલના ગૃહપતિની તેમજ સલામતી રક્ષ્ાકની સેવાઓ ૨૪ કલાક પૂરી પાડવામાં આવે છે. ડે સ્કોર્લસ રહેણાંકની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મૂળભૂત રીતે બે પ્રકારના વિદ્યાર્થીઓ છે. શ્રેયાશ્રમ હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરીઓ ડે સ્કોર્લસને સલાહ આપવામાં આવે છે કે અંગત અથવા ખાનગી વાહનો દ્વારા નીફટ સંસ્થામાં આવાગમન કરતી વખતે પોતાની પૂરતી સંભાળ રાખે. જેઓની પાસે પોતાનું દ્રિચક્રી વાહન છે તેઓએ પોતાનો વાહન નંબર અને ડ્રાઇવીંગ લાયસન્સની એક કોપી સંસ્થાની બહાર સલામતી રક્ષકની પાસે નોંધાવવી. દ્રિચક્રી વાહન માટે હેલમેટ ફરજીયાત છે. દાકતરી સુવિધા સંસ્થાના કેમ્પસમાં સોમવારથી શનિવાર સુધી સાંજે પાંચ કલાકથી સાડા છ કલાક દરમ્યાન દરરોજ ડોકટર મુલાકાત લે છે. માંદગીની રજા લેવા માટે કેમ્પસના ડોકટર પાસેથી દાકતરી પ્રમાણપત્ર ફરજીયાત મેળવવાનું હોય છે. (જો તમે અન્ય ડોકટર પાસેથી દાકતરી સલાહ મેળવેલી હોય તો પણ સંસ્થાના મેડીકલ ઓફિસર પાસેથી દાકતરી પ્રમાણપ્રત્ર મેળવવાનું આવશ્યક છે.) ડોકટરની મુલાકાતના કલાકો ઉપરાંત ડોકટર તેમના પોતાના દવાખાને સંસ્થાનો વિદ્યાર્થી ઓળખપાત્ર રજુ કરે તો રાહતદરે દાકતરી સુવિધાઓ પુરી પાડે છે. બસ સુવિધા શ્રેયાશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને નીફટ બસ સુવિધા પુરી પાડે છે. સંસ્થા અમદાવાદથી પણ બસ સુવિધા પુરી પાડે છે. સવિસ્તાર બસ માર્ગ તેમજ સમયપત્રકની વિગતો વિધાર્થીઓને પ્રવેશ સમયે આપવામાં આવે છે. ઓટો રીક્ષા શ્રેયાશ્રમ હોસ્ટેલ, સંસ્થા તથા ઘ-૦ ના વર્તુળથી ઓટો રીક્ષા સહેલાઇથી ઉપલબ્ધ છે. જયારે સંસ્થામાં આવાગમન કરવા માટે બસનું સમયપત્રક અનુકુળ ન હોય ત્યારે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે ગાંધીનગર શહેરથી બહાર આવેલા સ્થળો જેવા કે મલ્ટીપ્લેકસીસ સિનેમાગૃહો તથા કલબો વગેરેમાં જતી વખતે સમૂહમાં મૂસાફરી કરવી. મલ્ટીપ્લેક્સિસ ક્લબસ, શોપીંગ મોલ વગરે સીનેમેકસ નામનું સિટીપ્લસ સંસ્થાથી ત્રણ કિલોમીટરના અંતરે તેમજ આર વર્લ્ડ મલ્ટીપ્લેકસમાં (ગાંધીનગરથી ચાર કી.મી.)) ડાન્સ લોન્જ તેમજ ડિસ્કો થેક ઉપલબ્ધ છે. ખરીદી માટે અમદાવાદના એસ.જી હાઇવે, સેટેલાઇટ, સી.જી.રોડ, નવરંગપુરા તેમજ વસ્ત્રાપુર વિસ્તારોમાં શોપીંગ મોલ્સ, મલ્ટીપ્લેકસીસ અને ક્લબો આવેલી છે આ બધા સ્થળોની મુલાકાત લેવા માટે પથિકાશ્રમથી રાજયપરિવહન નિગમનથી બસો ઉપલબ્ધ છે. રાજ પરિવહનની પાલડી તરફ જતી બસો તમને આશ્રમરોડ, ઇન્કમટેક્ષ તેમજ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા જેવા સ્થળોએ ઉતારી શકે છે. ખાનગી જીપ સેવા પણ ઉપલબ્ધ છે પરંતુ જયાં સુધી શકય છે ત્યા સુધી રાજય પરિવહન નિગમની બસ સેવાનો લાભ લેવો. દારૂબંધી ભારતમાં ગુજરાત જ એક માત્ર એવું રાજય છે કે જયાં દારૂનું સેવન તથા નશાકારક પીણાઓના સેવન ઉપર પ્રતિબંધ છે. કોઇ પણ વિદ્યાર્થીએ પ્રતિબંધિત નશાકારક પીણાઓનું સેવન ન કરવું તેમજ તેમને પોતાની પાસે રાખવા નહીં . નશાકારક પીણાઓનું સેવન તેમજ તેમને સાથે રાખવા એ કાયદાકિય રીતે ગુનાને તેમજ સજાને પાત્ર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ તમાકુના ઉપ્તાદનના સેવનથી દૂર રહેવુ.
|
|
|||||||||||||||||||||||||||||||||||||
![]() |
|||||||||||||||||||||||||||||||||||||||