![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા | |||||||||||
ગાંધીનગર |
|||||||||||
| એન્ટી રેગીંગ સ્કવોડ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
નોટીસ સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર એન્ટી રેગીંગ સ્કવોડ નીફટના નિયમો પ્રમાણે વિધાર્થીનું રેગીંગ (પિડન) સંપૂર્ણપણે પ્રતિબંધિત તેમજ સજાને પાત્ર ગુનો બને છે. બધાજ વિધાર્થીઓએ પ્રવેશ મેળવતી વખતે લેખિત બાંહેધરી આપેલ છે કે તેઓ આવી કોઇપણ પ્રવૃતિમાં સામેલ નહીં થાય. રેગીંગમાં સામેલ વિધાર્થીઓને સખત શિક્ષા જેવી કે, સંસ્થામાંથી બરતરફ કરવા અને ભારતીય કાયદા અનુસાર ગુનાહિત કૃત્યો અન્વયે કાનુની કાર્યવાહી વગેરે કરવામાં આવશે. વિશ્વ જાગૃતિ મિશન કેસ (એઆઇઆર ર૦૦૧ એસસી ર૭૯૩) અન્વયે ભારતીય સુપ્રિમ કોર્ટે જે નિર્ણય આપેલ છે તે પ્રમાણે રેગીંગને આ પ્રમાણે વ્યાખ્યાયીત કરવામાં આવેલ છે. ‘‘ રેગીંગ એ કોઇપણ પ્રકારનું બિનનિયંત્રિત વર્તન કે જેમાં મૌખિક કે લેખીત કે કૃત્ય દ્રવારા નવા પ્રવેશ લીધેલ કે જુનીયર વિધાર્થીની પજવણી, તેની સાથે ઉધ્ધતાઇથી વર્તન કરવું", અથવા તેની સાથે અશિસ્ત કે અભદ્ર વર્તન કરીને તેનામાં ગુસ્સો, મુશ્કેલી અથવા શારીરિક તેમજ માનસિક ઇજા પહોંચાડવી, અથવા તેનામાં ભય કે ચિંતા ઉત્પન્ન થાય તેવું વર્તન કરવું. સંસ્થા દ્રવારા સંસ્થાના સક્ષમ અધિકારીઓના સભ્યો દ્રવારા બનેલી એન્ટી રેગીંગ સ્કવોડની રચના કરવામાં આવેલ છે કે જે ગુનેગાર વિધાર્થીઓ ઉપર નજર રાખશે અને જરૂર પડશે તો તેમના વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવાની ભલામણ કરશે. બધાજ વિધાર્થીઓને એન્ટ્રી રેગીંગ સ્કોડના સભ્યોના નામ તેમજ ટેલીફોન નંબરો નોંધી લેવાની જાણ કરવામાં આવે છે. રેગીંગ દ્રવારા પજવણીની બાબતમાં આ સભ્યોનો સંપર્ક ર૪ કલાક દરમ્યાન ગમે ત્યારે કરી શકાશે.
આ ઉપરાંત રેગીંગ પજવણી માટે ફરીયાદ તેમજ મદદ માટે નીચે દર્શાવેલ કેન્દ્ર સંયોજકોનો પણ સંપર્ક કરી શકો છો.
સંબંધિત વિભાગોના રીસર્ચ આસીસ્ટન્ટ / ફેકલ્ટી આસીસ્ટન્ટ ને વિધાર્થીઓ પાસેથી અગાઉથી જાહેરાત કર્યા અનુસાર નિશ્ચિત માળખા અનુસારનું ‘ લેખિત બાહેંધરી ‘ લઇને મોકલી આપવાની સુચના આપેલ છે. આથી વિધાર્થીઓને રેગીંગ પ્રવૃતિના નિયમો/કાયદાઓ જાણી લેવાની તેમજ આવી પ્રવૃતિઓથી દુર રહેવાની સુચના આપવામાં આવે છે. કે જેથી કરીને નિયમો અને કાયદા અનુસાર સખત પગલાં લેવાનું ટાળી શકાય.
|
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
![]() |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||