![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા | |||||||||||
ગાંધીનગર |
|||||||||||
| ગોપનીયતા નીતી | |||||||||||||||||||||||||||||||||||||||
|
અંગત કાર્યનિતિ (પ્રાઇવસી પોલિસી) ૧.. નિફટની વેબસાઇટની મુલાકાત વખતે થતાં માહિતીના આદાન-પ્રદાન ની ગોપનિયતા, કાયદાની મર્યાદામાં રહીને નિફટ જાળવશે. નિફટની ઓનલાઇન ‘અંગતનિતિ’ વિશે આપને જણાવવાનો ઉદેશ્ય, નિફટની વેબસાઇટ જે માહીતી એકત્રીત કરે છે તે, તેમજ તે માહિતીનો ઉપયોગ, અને નિફટને તમે જે માહીતી આપવા માંગતા હોવ તેની ગોપનીયતા તેમજ સુરક્ષા જાળવવાની પધ્ધિતઓ વિશે તમને જણાવવાનો છે. ર.. નિફટની વેબસાઇટ ના તમામ ઉ૫યોગકર્તાઓ માટે સેવાઓનું સાતત્વ જળવાય તેમજ નેટવર્ક સલામતિ પુરી પાડવા નિફટ કેટલાંક સોફટવેર પ્રોગ્રામ્સનો ઉ૫યોગ કરે છે, જેમાં નેટવર્ક ટ્રાફીક ઉપર દેખરેખ રાખી તેનું નિયંત્રણ કરવું, ખાનગી માહિતિમાં અનઅધિકૃત રીતે પ્રવેશ, નિફટના કોમ્પુટર્સ અથવા નેટવર્કને નુકશાનકર્તા કોમ્પુટર વાઇરસને ઓળખવા, તેમજ આ બધી પ્રવૃતિઓમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ નિફટના નેટવર્ક તેમજ કોમ્પુટર સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવા તેમજ સલામતિ જાળવવા માટે કરવામાં આવે છે. ઉપરોકત પ્રવૃતિઓમાંથી મેળવેલી વ્યકિતગત માહિતી કાનુની રીતે જરૂરી હોય તેવા સંજોગો સિવાય તમારી મંજુરી વગર બહારની અન્ય કાંઇપણ વ્યકિતને આપવામાં આવતી નથી. ૩.. મોટાભાગની અન્ય ઇન્ટરનેટ સાઇટસની જેમજ, અમે તમારા આઇ.ડી. એડ્રેસનો ઉપયોગ અમારા સર્વરમાં આવતી અડચણોને શોધી કાઢવામાં તેમજ અમારી વેબસાઇટને સુનિયોજીત કરવા માટે કરીએ છીએ. અમે તમારા આઇ.ડી. એડ્રેસનો ઉપયોગ વાસ્તિવિષયક (ડેમોગ્રાફીક) માહિતી એકત્રીત કરવા માટે કરીએ છીએ. આ રીતે એકત્રીત કરેલી માહિતીમાં વ્યકિતવિષયક અંગત માહિતી હોતી નથી. ૪.. નિફટની વેબસાઇટના ઉપયોગ દરમ્યાન તમારી વ્યકિતગત માહિતી જો આપ ઇચ્છો તો અમને આપી શકો છો કે જેના આધારે અમે આપને આ૫ની જરૂરીયાતો પ્રમાણેની સેવા પુરી પાડી શકીએ. નિફટને આ૫ કોઇપણ પ્રકારની ખાનગી વ્યકિતગત માહિતી પુરી પાડો છો તેનો ઉપયોગ કાનુની રીતે જરૂરી હોય તેવા સંજોગો સિવાય, માત્ર ઉ૫ર દર્શાવેલી બાબતો માટેજ કરવામાં આવશે. વેબસાઇટની મુલાકાત વખતે થતા માહિતીના આદાન-પ્રદાનને ગોપનિય રાખવામાં આવશે. પ.. નિફટ, સમયાંતરે, ઓનલાઇન કિવઝ, સર્વેક્ષ્ાણો તેમજ આવી અન્ય બાબતોનું કાયદાની મર્યાદામાં રહીને આયોજન કરે છે. આ રીતે એકત્રીત કરેલી માહિતીનો ઉપયોગ તેમજ પ્રસારનો હક, વેબસાઇટની મુલાકાત લેનારાઓને બહેતર સુવિધા પુરી પાડવા માટે નિફટ પોતાની પાસે રાખે છે. આ પ્રકારના ઓનલાઇન સર્વેક્ષ્ાણો કે સ્પર્ધાઓમાં ભાગ લેવો એ તદૃન સ્વૈચ્છિક છે અને વેબસાઇટના ઉપયોગકર્તાઓ માટે આ પ્રકારની માહિતીને જાહેર કરવી કે ન કરવી તે તેઓ જાતે નકકી કરી શકે છે. ૬.. સમગ્ર ઇન્ટરનેટ સેવાઓના અનઅધિકૃત ઉ૫યોગ ધ્વારા જો કોઇ અનઅધિકૃત વ્યકિત આ ખાનગી માહિતીનો દુરુ૫યોગ કરે અથવા કાયદા કાનુનનો કોઇપણ રીતે ભંગ કરે તેવા સંજોગોમાં નિફટની કોઇપણ જવાબદારી રહેશે નહીં. આવા કોઇપણ પ્રકારના દુરુપયોગકર્તાઓ સામે જરૂરી કાયદાકીય પગલાં લેશે. ૭.. કાયદા કાનુનનું કોઇપણ પ્રકારે ઉલ્લંઘન થતું હોય તેવા કોઇપણ શંકાસ્પદ કિસ્સાઓમાં પોલિસ અથવા અન્ય તપાસ સંસ્થાઓને તપાસમાં સહાય કરવા નિફટ તમારી અંગત માહિતી આપી શકે છે. આચાર સંહિતાના ગંભીર ઉલ્લંઘન થવાના કિસ્સાઓમાં તમારૂં નામ અને સંપર્ક માહિતી અમે અમારા અભિકર્તાઓ (Attorneys) ને આપવાનો હક ધરાવીએ છીએ. ૮.. નિફટ પોતાની અંગત કાર્યનિતિમાં વખતોવખત સુધારા વધારા કરવાનો અધિકાર ધરાવે છે. બૌધ્ધિક સંપદા હકો તકેદારી સુચના (કોરાન નોટીસ)
કેટલીક સંસ્થાઓ, નિફટની બૌધિક સંપદાઓનો બિન અધિકૃત ઉપયોગ કરી છેતરામણી ઓળખ ઉભી કરે છે તેમજ તેમના વ્યવસાયો કે સેવાઓ નિફટ સાથે સંકળાયેલ છે તેમજ માન્યતા પ્રાપ્ત છે એવા ભ્રામક પ્રચારો કરે છે તે બાબત અમારા ધ્યાન ઉપર આવેલ છે. આથી જાહેર જનતા તેમજ વ્યવસાયિકોને જણાવવાનું કે નિફટનું આવી કોઇપણ સંસ્થા સાથે જોડાણ નથી તેમજ નિફટની બૌધ્ધિક સંપદાઓના જેવું નામ અથવા ચિન્હનો છેતરામણી રીતે ઉપયોગ કરવાનો અધિકાર આવા કોઇપણ સંસ્થાને નિફટ દ્વારા આપવામાં આવેલ નથી. આથી સુચના આપવામાં આવે છે કે ઉપરોકત દર્શાવેલ બૌધ્ધિક સંપદાઓ ઉપરના તમામ હકકો, ભારત અથવા વિશ્વના અન્ય દેશોમાં નિફટની પાસે છે તેમજ ઉપરોકત દર્શાવેલ બૌધ્ધિક સંપદાઓનો દુરુપયોગ દ્વારા તેમજ નીફટની બૌધ્ધિક સંપદાઓના જેવી ભ્રામક ઓળખ કોઇપણ રીતે ઉભી કરી તેમનો માલસામાન, સેવાઓ તેમજ વ્યવસાયો નિફટ દ્વારા અધિકૃત તેમજ માન્યતા પ્રાપ્ત છે તેવું જણાવીને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજીના હકોનું ઉલ્લંઘન કરશે તો તેવી વ્યકિત કે વ્યકિતઓ ઉપર દિવાની તેમજ ફોજદારી કાનુની કાર્યવાહી કરતા નિફટ અચકાશે નહી. એચ.ડી. રજની ચોપ્રા |
|
|||||||||||||||||||||||||||||||||||||
![]() |
|||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||