![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા | |||||||||||
ગાંધીનગર |
|||||||||||
| પરિચય | નિયમો | સભ્ય પદ | વેબ ઓપેક | નવિન પુસ્તકો | |||||||
| |
|||||||||||
| સંશાધન કેન્દ્ર | |||||||||||||||||||||||||||||||||||||||
|
ગાંધીનગરની આ સંસ્થા રીસોર્સ કેન્દ્ર ધરાવે છે કે જે લાઇબ્રેરી વિંગ (પુસ્તકાલય વિભાગ) અને મટીરીયલ વિંગ ધરાવે છે. લાઇબ્રેરી (પુસ્તકાલય) વિંગ સંસ્થાનું પુસ્તકાલય વિવિધ પુસ્તકો ધરાવે છે કે જે ફેશન ટેકનોલોજી, ગારમેન્ટ્સ વગેરે બાબતોની માહિતી ધરાવે છે. આ શાખા (વિભાગ) ફેશન જનરલ્સ, ફેશન ફોરકાસ્ટનું લવાજમ ભરે છે. વિડીયો ટેપ્સ, સ્લાઇડ્સ અને સીડી રોમ આ શાખાનો એક ભાગ છે કે જયાંથી દ્રશ્ય માહિતી એકઠી કરી શકાય છે. આ શાખા તેના સભ્યોને જુદાં જુદાં પ્રકાશનો (ફેશન પીરીયોડિકલ ઇનડેક્સ, બીબ્લીઓગ્રાફીકસ ઓન રીકવેસ્ટ, સબજેકટ્સ / પીકચર, ફાઇલસ) પુરા પાડે છે. મટીરીયલ વિંગ (સામગ્રી શાખા) સંસ્થાની આ શાખા ટેક્ષટાઇલ વસ્ત્રો, ફાઇન્ડીંગ અને એકસેસરીઝની સામગ્રી ધરાવે છે. ટેક્ષટાઇલ - ટેક્સટાઇલ સંગ્રહ અપ્રેલ તેમજ ગૃહ સજાવટ માટે તૈયાર કરેલ વણાટ કરેલી તેમજ છાપેલી સામગ્રીનો સુવ્યવસ્થીત સંગ્રહ ધરાવે છે. વસ્ત્ર નીકાસની જરૂરીયાતને ધ્યાનમાં લઇને આ રીસોર્સ સેન્ટરે વસ્ત્ર નીકાસકારો દ્રારા ખાસ બનાવેલા કાપ્ડનો સંગ્રહ ધરાવે છે. અગ્રેસર ટ્રેન્ડ સેવાઓ દ્રવારા પ્રાપ્ત કરેલ અત્યાધુનીક આંતરરાષ્ટ્રીય કાપડ પણ આ ટેક્સટાઇલ સંગ્રહનો એક હિસ્સો છે. વસ્ત્રો - ભારતના પ્રાદેશીક વસ્ત્રો તેમજ ખ્યાતનામ ડિઝાઇનરોના વસ્ત્રોને વસ્ત્રસંગ્રહ ધરાવે છે. દરેક સ્નાતક થયેલા ફેશન ડિઝાઇન વિધાર્થી દ્રારા એવોર્ડ પ્રાપ્ત થયેલ (વિજેતા) ડિઝાઇન પણ આમાં સમાવિષ્ટ થાય છે. ફાઇન્ડીંગ્સ - ફાઇન્ડીંગ્સ સંગ્રહમાં, ઉપયોગી સામગ્રી જેવી કે ઝીપર્સ, ઇલાસ્ટીક, બટન્સ, એમ્બીલીસમેન્ટ ઇન્ટરફેસીંગ, લાઇનીંગ્સ અને અન્ય સામગ્રી કે જે વસ્ત્રોને પૂર્ણ બનાવવા માટે જરૂરી છે તે બધાનો સમાવેશ થાય છે. એકસેસરી - વિવિધ પ્રકારના પટૃા, બેગ્સ, વસ્ત્ર આભુષણો, યાર્ન, ક્રાફટ વગેરે અહીંયા ઉપલબ્ધ છે. ટ્રેન્ડ માહિતી ગાંધીનગરનું નીફટ રીસાર્સ કેન્દ્ર હવે આપને ફેરફારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે કે જે ફેશન અને વસ્ત્ર ઉધોગનું એક અગત્યનું પરીબળ છે. આ ફોરકાસ્ટ ઉધોગોને ચાર ઋુતુઓ - ઉનાળો, વસંતઋુતુ, પાનખર અને શિયાળા માટે આવી રહેલા રંગો, રેખાકૃતિઓ કાપડ વગેરેની આગોતરી જાણ કરે છે. અહીંયા પુરૂષ, સ્ત્રી અને બાળક વસ્ત્ર પરિધાનની માહિતી મેળવી શકાય છે કે જેમાં વર્ણન, રેખાકૃતિઓ, ફેબ્રીકસ સ્વેચીસ અને રંગનમુનાઓનો સમાવેશ થાય છે. આ બાબતો બજારના ખાસ વલણ (ટ્રેન્ડ) પણ ધરાવે છે. ઉધોગોના વધુ ફાયદા માટે ફેશન ફોરકાસ્ટના ચર્ચામંડળો યોજવામાં આવે છે કે જેમાં બજારમાં ચાલતા વલણની માહિતી સમયથી પહેલા આવવામાં આવે છે કે જેથી કરીને ઉધોગો બજારમાં સમયસર પોતાના ઉત્પાદનો પહોંચાડી શકે. (ટ્રેન્ડ - વલણ, વૃતિ, તરાહ, પ્રવાહ, અભિગમ. સેમિનાર - ચર્ચામંડળ, તજજ્ઞચર્ચા) Downloads |
|
|||||||||||||||||||||||||||||||||||||
![]() |
|||||||||||||||||||||||||||||||||||||||