સામાન્ય
૧. આર.સી. ખુલ્લા પ્રવેશ પધ્ધતિને અનુસરે છે.
ર. વાંચકોએ પુસ્તકો અને અન્ય સામગ્રીને છાજલી ઉપરથી લીધા પછી જાતે
ફરીથી ત્યાં મુકવી નહીં પરંતુ આ હેતુથી અલગ રાખેલા ટેબલો ઉપ્ર મુકી દેવી. મહેરબાની કરીને યાદ રાખશો કે અયોગ્ય જગ્યાએ મુકેલું પુસ્તક, પુસ્તક ખોવાયા બરાબર છે.
૩. પુસ્તકાલયમાં પ્રવેશતી વખતે વાંચકોએ તેમનો અંગત સામાન જેવો કે બેગ,
બ્રિફકેસ, પોતાના પુસ્તકો, પાર્સલ વગેરે આ હેતુ માટે અલગ રાખેલી જગ્યાએ મુકવો. વિધાર્થીઓ પોતાની પાસે નોંધપોથી છુટા કાગળો રાખી શકે છે.
૪. પુસ્તકાલયમાંથી પરત આવતી વખતે વાંચકોએ, પુસ્તકાલયના કર્મચારીઓને
તેમનો અંગત સામાન તપાસવા દેવો. વાંચકોએ પુસ્તકાલયમાં શાંતિ જાળવવી અને અન્ય વાંચકોને કોઇપણ રીતે ખલેલ પહોંચાડવી નહીં.
પ. ધ્રુમપાન ઉપર સખત પ્રતિબંધ છે.
૬. વાંચકોએ પુસ્તકાલયની કોઇપણ સામગ્રીને કાપવી, વાળવી, નુકશાન કરવું,
ગંદી કરવી, નિશાનીઓ કરવી વગેરે હરકતો કરવી નહીં. જો કોઇ આવું કરતા પકડાશે તો તેની પાસેથી આ સામગ્રીને બદલવા માટેનું પુરેપુરૂં મુલ્ય વસુલ કરવામાં આવશે.
૭. અન્ય સંસ્થાઓ, સ્થાનિક મેનેજમેન્ટ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના અધ્યાપકોને તથા અન્ય લોકોને સભ્યપદ પ્રાપ્ત કર્યા પછી વાંચનની (રેફરેન્સીંગ અને કન્સલટેશન) સુવિધા પુરી પાડવામાં આવશે.
૮. પુસ્તકાલયની પ્રતિકૃતિ (ઝેરોક્ષ) અને ડેટાબેઝ શોધખોળ સેવા વગેરે મુલ્યવધિર્ત સેવાઓ છે.
૯. પુસ્તકાલયની કોમ્પુટર સગવડ, ડેટાબેઝ પ્રવેશ માત્ર અધ્યાપકો, વિધાર્થીઓ તેમજ સંશોધનકર્તાઓ માટે છે.
૧૦. ઇ-મેઇલ માટે કોમ્પુટરનો ઉપયોગ પ્રતિબંધિત છે.
પુસ્તકો લેવાનો અધિકાર
૧. સામગ્રી ઉછીની લેવાના લાભો માત્ર સંસ્થાના અધ્યાપકો, મુલાકાતી વ્યાખ્યાતાઓ, સંશોધનકર્તાઓ, વહીવટી કર્મચારીઓ, વિધાર્થીઓ, ઉધોગો તથા અમદાવાદમાં રહેતા ભૂતપૂર્વ વિધાર્થીઓને મળવાપાત્ર છે.
ર. પુસ્તકાલયના સભ્યોને તેમને આપેલી પુસ્તકાલયની ટીકીટો બતાવ્યા પછી જ પુસ્તકો તથા અન્ય સામગ્રી ઉછીની આપવામાં આવશે.
૩. પુસ્તકાલય ટિકિટો બિન પરિવર્તનશિલ છે અને જો આ ટિકિટો ખોવાય તો તેની પુસ્તકાલયને તરત જ જાણ કરવી. પુસ્તકાલય પુસ્તકો અથવા ટિકિટોનો દુરુઉપયોગ ન થાય તેની શકય તેટલી કાળજી રાખશે પરંતુ પુસ્તકાલયને થતા કોઇ પણ જાતના નુકશાન અંગે છેવટે ટિકિટ ધારક જ જવાબદાર રહેશે. જો આ ટિકિટનો થતો દુરુપયોગ જાણમાં આવશે અને ડુપ્લીકેટ ટિકિટ / બુકલેટ માટે રૂા. રપ૦/- વસુલ કરવામાં આવશે.
૪. સંદર્ભ અથવા દુલર્ભ પુસ્તકો તેમજ કાચાપૂંઠાના જર્નલ્સ, સામયિકો, કોર્પોરેશન રિપોર્ટસ, દ્રશ્ય - શ્રાવ્ય સામગ્રી, ડીપ્લોમાં પ્રોજેકટ, ક્રાફટ દસ્તાવેજ રીપોર્ટ વગેરે પુસ્તકાલયની બહાર, અધ્યાપકો સિવાય કોઇને પણ લઇ જવા દેવામાં નહીં આવે.
પ. અધ્યાપકો દ્રારા ભલામણ કરેલા પુસ્તકો એક અઠવાડિયા માટે આપવામાં આવશે અને તે પુસ્તકો પરત કર્યા પછી અન્ય પ્રદર્શિત પુસ્તકોની સાથે મુકવામાં આવશે.
પુસ્તકોની આપ - લે ના નિયમો
૧. નકકી કરેલ તારીખ સુધીમાં પુસ્તક પાછું આપી શકાય છે અથવા તેને ફરીથી પોતાના નામે લઇ શકાય છે. પુસ્તક અથવા અન્ય પુસ્તકાલય સામગ્રીને ફરીથી લેવા માટે ટીકીટ અને પુસ્તક તથા સામગ્રી રજુ કરવાની હોય છે. જો આ પુસ્તક અથવા સામગ્રી માટે અન્ય કોઇ વિધાર્થીએ માંગ કરેલ હશે તો તેની પુનઃસોંપણી થઇ શકશે નહીં.
ર. સોંપણીના બે અઠવાડીયા પછી પુસ્તકાલય સામગ્રીને પરત મંગાવી શકશે. અલગ રાખેલ સામગ્રી જો બદલવાની થતી હોય તો તેને પુસ્તકાલય કોઇપણ સમયે પરત મંગાવી શકશે.
૩. નકકી કરેલ તારીખ સુધીમાં પુસ્તકને પરત નહીં કરવામાં આવે તો પ્રથમ બે દિવસ માટે દૈનિક રૂા. પ નો દંડ અને તે પછી દૈનિક રૂા. ર૦ નો એક પુસ્તક દિઠ દંડ વસુલ કરવામાં આવશે. જે પુસ્તકો માત્ર એક દિવસ-રાત્રી માટે રાખેલા છે તે કિસ્સામાં સમય પુરો થયા પછી કલાક દીઠ રૂા. પ નો દંડ વસુલ કરવામાં આવશે. સમયસર પુસ્તક - સામગ્રી પરત નહીં કરવાથી થતો દંડ સંસ્થાના રોકડ સ્વિકાર કેન્દ્રમાં રોકડેથી પૂર્ણ ચૂકવી શકાશે. સમયસર પુસ્તકો પરત નહીં કરેલા હોય તેવા વિધાર્થીઓને અન્ય પુસ્તકો પુસ્તકાલય આપશે નહીં.
૪. જે વિધાર્થી અમદાવાદ/ગાંધીનગર છોડીને જવાનો હોય અને પુસ્તકને પરત કરવાની તારીખ સુધીમાં પાછો ન આવવાનો હોય તો તેણે શહેર છોડતા પહેલા પુસ્તક પરત કરવું અથવા તેની પુનઃનોંધણી પોતાના નામે કરાવવી.
પ. પગાર સહ અથવા પગાર વગર રજાએ જતા, અન્ય સોંપાયેલ જગ્યાએ ફરજ બજાવવા જતા, અભ્યાસ રજા તથા અસામાન્ય રજાઓ ઉપર ગયેલા વિધાર્થીઓ કે કર્મચારીઓએ તેમની સામગ્રી અમદાવાદ/ગાંધીનગર છોડતા પહેલા પરત જમા કરાવવી.
૬. ઉછીની લીધેલી સામગ્રીને થયેલ કોઇ૫ણ નુકશાનની જાણ તરત જ લેખિતમાં કરવી. ગુમાવેલ સામગ્રી અથવા નુકશાન પામેલ સામગ્રીની પુનઃબદલીનું મુલ્યમાં સામગ્રી સમયસર પરત નહીં કરવાનો દંડ ૫ણ લાગુ ૫ડતો હોય ત્યાં સામેલ છે.
આંતર - પુસ્તકાલય લેવડ – દેવડ
સંસ્થાથી સંસ્થાના ધોરણે આંતર - પુસ્તકાલય લેવડ-દેવડ કાર્ય કરે છે. પુસ્તકાલયનો સંદર્ભ વિભાગ, અન્ય પુસ્તકાલયમાંથી શૈક્ષણિક તથા સંશોધન હેતુથી સામગ્રીને ઉછીની લેવાની વ્યવસ્થા ગોઠવે છે. આ વ્યવહારમાં ભાગ લેતી સંસ્થાઓ વચ્ચે એવી સમજણ તથા નિયમો છે કે એક સંસ્થા દ્રારા આવી સામગ્રી અન્ય સંસ્થાને ઉછીની આપવામાં આવે ત્યારે તે સામગ્રી અન્ય સંસ્થામાં જ ઉપયોગમાં લેવાની રહેશે. તેને બહાર લઇ જઇ નહીં શકાય.
પ્રતિકૃતિ - ઝેરોક્ષ નકલ
અન્ય પુસ્તકાલયોમાંથી સામગ્રીની પ્રતિકૃતિ
કાગળો, લેખો તથા પુસ્તકોના પ્રકરણોની પ્રતિકૃતિની વ્યવસ્થા પુસ્તકાલય દ્રારા મુલ્ય ચુકવણીના આધારે કરી આપવામાં આવે છે. આ પ્રતિકૃતિના દરો, પુસ્તકાલય દ્રારા મોકલવામાં આવતી પ્રતિકૃતિના દરો પ્રમાણે રહેશે.
બોરોઇંગ એન્ટાટલમેન્ટ (સામગ્રી ઉછીની લેવાનો અધિકાર)
શાખા / વિભાગ |
પુસ્તકોની સંખ્યા |
ધિરાણ સમયગાળો |
શૈક્ષણિક (નિયમિત) |
પ્રતિકાર્ડ - ૬ |
૧૪ દિવસ |
શૈક્ષણિક(કરાર આધારિત) |
પ્રતિકાર્ડ - ૪ |
૧૪ દિવસ |
નિયમિત વિધાર્થી |
પ્રતિકાર્ડ - ર |
૧૪ દિવસ |
સીઇ પ્રોગ્રામ |
પ્રતિકાર્ડ - ૧ |
૦૭ દિવસ |
ઉધોગો |
પ્રતિકાર્ડ - ૧ |
૧૪ દિવસ |
અન્ય તમામ સભ્યો |
પ્રતિકાર્ડ - ૧ |
૧૪ દિવસ |
(સંદર્ભ સંગ્રહ, પખવાડિકો દ્રશ્ય - શ્રાવ્ય સામગ્રી તથા સામગ્રી શાખાના સંગ્રહોને બહાર લઇ જવા માટે આપવામાં આવતા નથી.)
ઓવર ડયુ ચાર્જીસ (ચડત મુલ્ય)
પ્રકાર - ચડત મુલ્ય
દૈનિક રૂા. પ/- (પ્રથમ બે દિવસ માટે) અને તે પછી
દૈનિક રૂા. ર૦/-
આંતર-પુસ્તકાલય લેવડ - દેવડ
ટિકિટ મુલ્ય દૈનિક રૂા. પ/-
(સમય અવધિ ઉપરાંતના દંડની ગણત્રીમાં સમય અવધિ તારીખને પણ ગણવામાં આવશે.)
દંડ -
પુસ્તક ગુમાવવાનો દંડ
જે કોઇ સભ્ય કે વિધાર્થી ઉછીનું લીધેલ પુસ્તકને ગુમાવી દેશે તો તેણે એજ શિર્ષક ધરાવતું પુસ્તક બજારમાં ખરીદી લાવી આપવાનું રહેશે (સરખું અથવા આધુનિક આવૃતિ)
- નજીવી ચોરી માટેનો દંડ - જો કોઇ સભ્ય બિન નોંધાયેલ સામગ્રીને પુસ્તકાલય ની આરસી ની બહાર લઇ જતા પકડાશે તો તેણે રૂા. ૧૦૦૦/- નો દંડ અભિસરણ કેન્દ્ર (ર્સકયુલેશન કાઉન્ટર) માં ચુકવવાનો રહેશે. વિધાર્થીને પુસ્તકાલયમાં એક સત્ર માટે પ્રવેશતો અટકાવવામાં આવશે. અન્ય કોઇ સભ્યને ૬ મહિના માટે અટકાવવામાં આવશે.
- સમયસારણી
- સંદર્ભ માટેનો સમય
- સવારના ૯-૩૦ થી સાંજના ૧૦ - રવિવાર સિવાય અઠવાડીયાના બધા
દિવસોમાં સાંજે પ-૩૦ સુધી. દરેક સત્રની પરીક્ષાના એક મહિના અગાઉ સુધી.
- સવારના ૯-૩૦ થી સાંજના ૮-૩૦- ઉનાળા તેમજ શિયાળાના શૈક્ષણિક
વેકેશનના શનિવાર તથા રવિવાર સિવાયના તમામ દિવસો.
- સવારના ૯-૩૦ થી સાંજના ૮-૩૦- બાકીના સમયગાળામાં
(સોમ થી શુક્ર) દરરોજ
- સવારના ૯-૩૦ થી સાંજના પ-૩૦
- સભ્યપદની નોંધણી તથા રદબાતલ
- સવારના ૯-૩૦ થી બપોરના ૧-૦૦ અને
બપોરના ૧-૩૦ થી સાંજના પ.૦૦ (અઠવાડીયાના ચાલુ દિવસોમાં)