રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
 
     
      શૈક્ષણિક        
 
sign up for e-zine  
 
 

નિફ્ટનો અભ્યાસક્રમએ વિદ્યાર્થીઓને વૈશ્વિક  માળખામાં સરળતાપૂર્વક ભળી જવામાં મદદરૂપ થાય છે સાથે સાથે સ્થાનિક ઉદ્યોગ જગતના વલણને પણ તેટલી જ સારી રીતે સાંકળી શકે છે. બહુ  શાખાકીય અને વિશાળ ફલક આધારિત માળખું વિદ્યાર્થીઓને તમામ સ્તરે તેમનો વિકાસ થઈ શકે તે માટે સહાયક સાબિત થાય છે. ફેશન અને ઉદ્યોગ જગતમાં સમય સાથે બદલાતા જતા પ્રવાહો તથા વલણો પર સતત સંસ્થાકીય તથા ઉદ્યોગ જગતના નિષ્ણાતો વતી દેખરેખ રાખવામાં આવે છે અને તે અનુસાર સંસ્થામાં અભ્યાસક્રમમાં સુધાર પણ કરવામાં આવે છે.

નિફ્ટ વતી ડિઝાઈન, મેનેજમેન્ટ અનેટેક્નોલોજી ક્ષેત્રે ૪ વર્ષના બેચલર કાર્યક્રમો તથા ૨ વર્ષના માસ્ટર ડિગ્રી કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

શિક્ષણશાસ્ત્ર
સંસ્થામાં શિખવા માટે મોકશાળપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. માહિતી, અનુભવ તથા કવાયત આધારિત જાતે શીખવાની કાર્ય પદ્ધતિ પર વધુ ભાર આપવામાં આવે છે. ભણાવવા માટેની પદ્ધતિઓમાં પણ સમસ્યાઓનો ઉકેલ અને આંતરિક શિસ્ત સંબંધિત મુખ્ય મુદ્દાઓને પણ તેટલું જ મહત્વ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણ મેળવવાની સાથે સાથે ક્ષેત્રીય મુલાકાત દરમિયાર મૂલ્યાંકન, વર્ક-શોપ એસાઈન્મેન્ટ તથા રજૂઆત અને જૂથ – ચર્ચામાં ભાગ લેવા અને સંલગ્ન ઉદ્યોગ સંબંધિત યોજાતા સેમિનારમાં પણ ભાગ લે જેથી તેમની તે  દિશામાં ભાગીદારી વધે તેવી તકેદારી રાખવામાં આવે છે.

મૂલ્યાંકન
અભ્યાસ સત્ર દરમિયાન સતત વિવિધ એસાઈન્મેન્ટસ, પ્રોજેક્ટ વર્ક, ઈન્ટર્નશીપ, રજૂઆત જેવી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા કામનું ઉદ્યોગ જગતના નિષ્ણાતો તથા અભ્યાસ સંબંધિત નિષ્ણાતોની ટીમ દ્વારૂ મૂલ્યાંકન અને સમીક્ષા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના કામના આ બારીક મૂલ્યાંકનનો મુખ્ય હેતું તેમની રજૂઆતને વધુ સારી બનાવવી તેમનો વ્યક્તિગત વિકાસ માટેનો છે.

મહ્ત્વપૂર્ણ સંસ્થાકીય પ્રવૃત્તિઓ:

ક્રાફ્ટ સર્વે અને ડોક્યુમેન્ટેશન(દસ્તાવેજીકરણ): નિફ્ટની પ્રવૃત્તિઓના એક ભાગરૂપી આ ક્રાફ્ટ સર્વેની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને ક્ષેત્રીય મુલાકાતમાં લઈ જઈને વિવિધ હુન્નરકારો દ્વારા તૈયાર કરવામાં આવતા કામનું મૂલ્ય  શી રીતે વધારી શકાય તે માટે સંવાદ તથા તેમની સાથે કામ કરવાની તક પૂરી પાડવામાં આવે છે.

મૂલ્યાંકન મુલાકાત: વિદ્યાર્થીઓ વતી અવાર-નવાર સંલગ્ન ઉદ્યોગ કેન્દ્રની મુલાકાતનું આયોજન કરીને તેમણે શીખેલા પુસ્તકિય જ્ઞાનને અમલમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત આર્ટ ગેલેરી, વિવિધ પ્રદર્શનો, સંગ્રહાલય, વેપારી મેળાઓની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવે છે જેથી તેઓ પ્રવર્તમાન પ્રવાહો અંગે માહિતગાર રહી શકે.

ઈન્ડસ્ટ્રી ઇન્ટર્નશીપ: છ થી આઠ મહિના જેટલા સમયગાળા માટે વિદ્યાર્થીઓને તેમના કામ અભ્યાસક્રમ સંબંઘિત ઉદ્યોગીક એકમમાં ઇન્ટર્નશીપ માટે મોકલવામાં આવે છે. આ ઇન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીઓ ઉદ્યોગ જગતની વાસ્તવિક પરિસ્થિતિ, પ્રેક્ટિકલ પ્રોજક્ટસ તથા પરિસ્થિતિ સંબંધિત નિર્ણય લેવા જેવી બાબતો શીખે છે. આ ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગત સાથે સંબંધો કેળવવામાં પણ તેટલી જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

ડિઝાઈન ક્લેકશન અને ડિપ્લોમા પ્રોજેક્ટ: બેચલર કક્ષાના અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ કૌશલ્ય સંબંધિત પ્રોજેક્ટ તૈયાર કરવાના રહે છે. કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા પુરસ્કૃત તેવા પ્રોજેક્ટ તેમના સંસ્થાકીય બોધપાઠોને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવા માટેના પડકાર સમાન હોય છે.