વર્ષ ૧૯૮૬માં એન.આઈ.એફ.ટી.ના સ્થાપના વર્ષથી માંડીને આજ સુધી ૬૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ પસંગઠનના સદસ્ય છે. જેઓ આજે ઉદ્યોગ જગતમાં નિર્ણાયક સ્થાનોએ કાર્યરત હોવાની સાથે-સાથે ઘડતરથી લઈને ભારત સહિત વિશ્વના દેશોમાં ફેશન જગતમાં સારા બદલાવકાર તરીક વિવિધ સ્થાનો પર કાર્યરત છે. વિદ્યાર્થી સંગઠનએ વિવિધ ક્ષેત્રે જેમ કે, બ્રાંડ એમ્બેસેડર, ડિઝાઈનર, ફેશન કો-ઓર્ડિનેટર, પ્રોડક્શન મેનેજર, વેપારી અને ઉત્પાદક બજારના મુખ્ય સ્થાન જેવા વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવે છે. કેટલાક સંગઠનોએ પોતે આજે બજારમાં પોતાની આગવી ઓળખ મેળવી ચૂક્યાં છે. આ ડિઝાઈન જૂથોએ પોતાનું કૌશલ્યએ વિવિધ દેશો- મિલાન, પેરિસ, ન્યુ યોર્ક અને અન્ય ફેશન સેન્ટર્સ ખાતે પોતાનું કાર્ય રજૂ કર્યું છે. તેઓ ફિલ્મ અને મિડીયા જગતમાં પણ તેટલાં જ સક્રિય છે. વિશ્વભરના ફિલ્મી હસ્તીઓ તથા ફેશન આઈકોન્સ માટે તેમણએ તેમની ડિઝાઈન અને સ્ટાઈલ્સને સફળતાપૂર્વક સિદ્ધ કરી છે. આ પૂર્વ વિદ્યાર્થી સંગઠનો પોતાની આવ઼ત અને જ્ઞાનને છેક નીચેના સ્તર સુધી પણ લઈ જઈ રહ્યાં છે. તેઓ ભારતભરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને આધુનિક ટેક્નોલોજી તથા ડિઝાઈન્સને પરંપરાગત કારીગરી કળાને એક સાથે જોડી રહ્યાં છે.
એન.આઈ.એફ.ટી.ના પૂર્વ વિદ્યાર્થી સંગઠનો
કોઇ પણ સંગઠન કે સંસ્થા માટે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠનએ ભૂતકાળ અને ભવિષ્યને જોડતી એક વિશિષ્ટ કડી સમાન હોય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને એન. આઈ.એફ.ટી. વતી એપ્રિલ ૨૦૦૨માં પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની નિપુણતા તથા જ્ઞાનને તેઓ નવા વિદ્યાર્થીઓ સાથે વહેંચી શકે અને આ રીતે પરસ્પર આત્મીય સંબંધો બંધાય તે માટે વિદ્યાર્થી સંગઠન ઉભું કરી એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું.
એન.એફ.આઈ.ટી. (નિફ્ટ)નું આ વિદ્યાર્થી સંગઠન એ હાલમાં નીચે દર્શાવવામાં આવેલા ઉદ્દેશોને પાર પાડવા માટે પ્રયત્નશીલ છે:
- વિદ્યાર્થી સંગઠન અને નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ વચ્ચે બંનેને લાભદાયી બને તથા સંગઠનના પોતાના વિકાસ માટે સહિયારા સંવાદને મોકળાસ આપવી.
- નિફ્ટની પ્રવૃતિઓ તથા તેના વિકાસ માટે સક્રિય ભાગીદારી વધારવી તથા વિદ્યાર્થી સંબંધિત બાબતો માટે પણ યોગદાન આપવું.
- જરૂરિયાતમંદ તથા લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરી શકાય તે માટે સ્કોલરશીપ ફંડ ઉભુ કરવું
- ફેશન અને ઉદ્યાગ જગતની પ્રવર્તમાન માંગ અને જરૂરિયાતને સારી રીતે સમજી શકાય તે માટે તેમની સાથે સતત સંપર્કમાં રહી તે અનુસાર સંસ્થાના અભ્યાકક્રમને વધુ જવાબદારપૂર્ણ બનાવવો.
- નિફ્ટના જ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવેલા પ્રોજેકટવ વર્ક, રીસર્ચ વર્ક તથા કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ માટે ઇનામ તથા એવોર્ડ આપી બિરદાવવી. તે જ રીતે નિક્ટના વિદ્યાર્થીઓ વતી સામાજિક ક્ષેત્રે કરવામા આવતી આવી જ કોઈ નોંધનીય પ્રવૃતિને બિરદાવવી.
- પર્યાવરણ સંબંધિત, સામાજિક અથવા ધર્માદા સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવું,
|