|
NIFT કેમ્પસ પ્લેસમેન્ટ્સ
સહભાગી કંપનીઓ માટે માર્ગદર્શિકા
- કંપનીઓ અને ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓ માટે એક મંચ પૂરો પાડવા NIFTનું ઉદ્યોગો સાથે સંકળાયેલ એકમ દર વર્ષે કેમ્પસ પ્લેસમેન્ટ પ્રવૃત્તિ યોજે છે.
- NIFT ખાતેનું પ્લેસમેન્ટ એકમ વિદ્યાર્થીઓને કોઈ નોકરી પ્રસ્તાવ સ્વીકારવા ફરજ નહીં પાડે કે નહીં તો ઉદ્યોગને કોઈ ચોક્કસ વિદ્યાર્થીની ભલામણ કરે. આખી પ્રક્રિયા માત્ર સ્વૈચ્છિક હોઈ, પ્લેસમેન્ટ એકમ નોકરી ઈચ્છુક અને સંભવિત નોકરીદાતા વચ્ચે માત્ર સેતુ સમાન કાર્ય કરશે.
- પ્લેસમેન્ટ કેલેન્ડરની જાહેરાત પછી રસ ધરાવતી કંપનીઓ ઓનલાઇન અથવા નોકરી જાહેરાત પત્રક દ્વારા તેમની નોંધણી કરાવી શકે છે. કંપનીઓને તેમના નજીકના NIFT કેન્દ્રના પ્રાદેશિક ઉદ્યોગ સંકલનકારો (RIC)નો સંપર્ક સાધવા સલાહ છે. કંપનીઓએ (ઓનલાઇન/હાર્ડ કોપી) રજૂ કરેલાં જોબ એનાઉન્સમેન્ટ ફોર્મના આધારે, પસંદગીની પ્રક્રિયા યોજવાની તારીખ, સમય અને સ્થળની જાણ કંપનીઓને કરવામાં આવશે..
- જણાવેલી તારીખ અને સમયે ફાળવાયેલ કેમ્પસની મુલાકાત કંપનીઓ લે તેવી અપેક્ષા છે.
- સૂચવાયેલ સમય એ સમય છે જ્યારે કંપની વિદ્યાર્થીઓની સાથે તેમની કંપનીઓ, જોબ પ્રોફાઇલ, પગાર-ભથ્થાં (કમ્પેન્સેશન પેકેજ) ઈત્યાદિની ટૂંકી રૂપરેખા આપીને પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીત કરશે. પ્લેસમેન્ટ પૂર્વેની વાતચતી માટેનો મહત્તમ સમય 15 મિનિટ અને વિદ્યાર્થીઓ સાથે ઓપન હાઉસ (ખુલ્લી વાતચીત)નો સમય બીજી 15 મિનિટનો રહેશે.
- પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીત બાદ, વિદ્યાર્થીઓએ તેમનાં નામો પ્લેસમેન્ટ સંકલનકારોને આપવાના રહેશે જેઓ તેમના રિઝ્યુમ કંપનીને આપવાનું ગોઠવશે.
- વિદ્યાર્થીઓ ગમે તેટલા ઇન્ટરવ્યૂમાં રજૂ થઈ શકે છે અને એક વાર એક કંપનીએ વિદ્યાર્થીને નોકરી પ્રસ્તાવિત કરી દીધી હોય તે પછી તેને/તેણીને બીજી કોઈ કંપની માટે બેસવા દેવામાં નહીં આવે.
- આશા છે કે સમગ્ર પસંદગીની પ્રક્રિયા તે જ દિવસે પૂરી થઈ જશે અને પ્રક્રિયાના અંતે અંતિમ પરિણામ જાહેર થઈ જશે.
- કંપનીએ NIFTને વ્યક્તિગત મુલાકાત (પર્સનલ ઇન્ટરવ્યૂ) ઉપરાંત પસંદગીની પદ્ધતિની અંગે ઘણા સમય અગાઉથી જણાવવાનું રહેશે.
વધુ કોઈ પ્રશ્નો/સ્પષ્ટતાઓ માટે તમે placement@nift.ac.in પર લખી શકો છો.
વિદ્યાર્થીની માર્ગદર્શિકા
માર્ગદર્શક સિદ્ધાંત
NIFT ખાતેનું પ્લેસમેન્ટ એકમ વિદ્યાર્થીઓને કોઈ નોકરી પ્રસ્તાવ સ્વીકારવા ફરજ નહીં પાડે કે નહીં તો ઉદ્યોગને કોઈ ચોક્કસ વિદ્યાર્થીની ભલામણ કરે. આખી પ્રક્રિયા માત્ર સ્વૈચ્છિક હોઈ, પ્લેસમેન્ટ એકમ નોકરી ઈચ્છુક અને સંભવિત નોકરીદાતા વચ્ચે માત્ર સેતુ સમાન કાર્ય કરશે. જોકે તે પ્લેસમેન્ટ માટે સંસ્થાનો સંપર્ક સાધનારી કંપનીઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપીને અને માર્ગદર્શક આપીને તેમની કારકિર્દી ઘડવામાં મદદ કરશે.
વિભાગ 1
સમયપત્રક અને નોંધણી
- પ્લેસમેન્ટના પ્રારંભમાં પ્લેસમેન્ટમાં રસ ધરાવતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક બેઠક યોજવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની પ્રક્રિયાની કામકાજની પદ્ધતિ તથા બજારની પરિસ્થિતિ તેમજ અગાઉના વર્ષના અનુભવના આધારે ઉદ્યોગની અપેક્ષાઓ વિશે ઝીણવટભરી સમજ આપવામાં આવશે.
- પ્લેસમેન્ટનું સમયપત્રક- NIFT નું ઉદ્યોગ સાથે સંકળાયેલું એકમ દર વર્ષે કેન્દ્ર અનુસાર પ્લેસમેન્ટનું સમયપત્રક જાહેર કરે છે.
- જણાવેલ અંતિમ તારીખ અને સમય મુજબ વિદ્યાર્થીઓ ઓનલાઇન (www.nift.ac.in) નોંધણી કરશે, તે પછી નોંધણી માન્ય નહીં ગણાય. જોકે કેમ્પસ પ્લેસમેન્ટ શરૂ થાય તેના એક દિવસ અગાઉ સંબંધિત NIFT કેન્દ્ર ખાતે પુનર્નોંધણી કરાવવી આવશ્યક છે. પુનર્નોંધણી નહીં કરાવેલ કોઈ પણ વિદ્યાર્થીને તે કેન્દ્રમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં રજૂ થવા દેવાશે નહીં.
વિભાગ 2
સમયપત્રક અને નોંધણી
- કેમ્પસ બહારની અરજીઓ
-કોઈ પણ વિદ્યાર્થી જે કેમ્પસ બહાર નોકરી મેળવે છે, તેણે એક કામકાજી દિવસની અંદર પ્રાદેશિક ઉદ્યોગ સંકલનકારો (RIC)ને/પ્લેસમેન્ટ ઓફિસને તેની જાણ કરવાની રહેશે.
- પ્લેસમેન્ટ પૂર્વેના પ્રસ્તાવો
- કોઈ પણ વિદ્યાર્થીને મળતા તમામ પ્લેસમેન્ટ પ્રસ્તાવો સંબંધિત RIC/પ્લેસમેન્ટ વિભાગને સી.સી. (કાર્બન કોપી) દ્વારા મોકલવાના રહેશે. કોઈ પણ વિદ્યાર્થી જે પ્લેસમેન્ટ પૂર્વે પ્રસ્તાવ મેળવે છે, તેણે એક કામકાજી દિવસની અંદર RIC /પ્લેસમેન્ટ ઓફિસને તેની જાણ કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓને સમર ઇન્ટર્નશિપ અને ગ્રેજ્યુએશન અથવા રિસર્ચ પ્રોજેક્ટ માટે લઈ જતી તમામ કંપનીઓને તેમણે આપેલા પ્લેસમેન્ટ પૂર્વેના પ્રસ્તાવો અંગે અગાઉથી પૂછવામાં આવશે. પ્લેસમેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલાં સુધી વિદ્યાર્થીને પ્રસ્તાવ સ્વીકારવા કે નકારવાનો વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થી તેને સ્વીકારે છે તેવા કિસ્સામાં, પ્લેસમેન્ટ પૂર્વેના પ્રસ્તાવને પ્લેસમેન્ટ વિભાગ દ્વારા મળેલ નોકરી બરાબર ગણવામાં આવશે.જો વિદ્યાર્થી પ્રસ્તાવ નકારે છે તો કંપનીને (પ્લેસમેન્ટના પહેલા દિવસ પહેલાં) તેની જાણ કરવામાં આવશે.
- આ નિયમોના કોઈ પણ ભંગ બદલ વિદ્યાર્થીને પ્લેસમેન્ટ પ્રક્રિયામાંથી પ્રતિબંધિત કરવામાં આવશે. પ્લેસમેન્ટ પૂર્વેના પ્રસ્તાવ કોઈ વિદ્યાર્થીએ મેળવેલો જણાશે અને તેણે તેની જાણ પ્લેસમેન્ટ વિભાગને નહીં કરી હોય તો તેને પ્લેસમેન્ટ પ્રક્રિયામાંથી પ્રતિબંધિત કરાશે અને કંપનીને તેની જાણ કરાશે. ઉપરાંત આ NIFT જરૂરી હોય તે કોઈ પણ આગળના પગલાં પણ ભરી શકે છે.
વિભાગ 3
વિદ્યાર્થીઓ માટે NIFT કેમ્પસ પ્લેસમેન્ટ સૂચના
- તમામ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટના તમામ કેન્દ્રોમાં હાજર રહેવાની છૂટ છે.
- વિવિધ સ્થળોએ ભાગ લેનારી કંપનીઓનાં નામો નિયમિત રીતે પ્રાદેશિક ઉદ્યોગ સંકલનકારોને જણાવવામાં આવશે જે તમારા વિભાગના કેન્દ્ર સંકલનકારોને જાણ કરશે. કંપનીઓ કોઈ પણ સમયે તેમની સહભાગિતા અને અથવા સ્થળ બદલી શકે છે. આવા કોઈ ફેરફાર માટે NIFT પ્લેસમેન્ટ એકમ જવાબદાર નહીં ગણાય.વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટમાં ભાગ લેતી કંપનીઓની યાદી www.nift.ac.inની મુલાકાત લઈને પણ તપાસી શકે છે.
- પ્લેસમેન્ટની તારીખો અને નોંધણીની તારીખો આગામી પૃષ્ઠ પર કોષ્ટકરૂપે આપેલી છે. તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર પ્લેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન, ખાસ કરીને NIFT કેન્દ્રોમાં નોંધણી વખતે NIFT ઓળખ પત્ર સાથે રાખવાનું અને બતાવવાનું રહેશે. જેમની પાસે ઓળખપત્ર નથી તેમને નોંધણી કરવા દેવામાં નહીં આવે.
- પસંદગીની પ્રક્રિયા ચાલુ થાય તે પહેલાં પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીત માટે કંપનીઓને વિનંતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં કંપનીઓ કેમ્પસની મુલાકાતે આવતી હોઈ, સમાંતર પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીત યોજવામાં આવી શકે છે. વિદ્યાર્થી કદાચ બધી પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીતમાં હાજર ન રહી શકે તેવું બને. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓને નિયંત્રણ કક્ષ તરફથી/પ્લેસમેન્ટ નોટિસ બોર્ડ પરથી કંપનીની ટૂંકી લેખિત પ્રોફાઇલ મળી જશે.
- ઔપચારિક પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીત નહીં કરતી કંપનીઓ ટૂંકી લેખિત પ્રોફાઇલ આપશે જે પ્લેસમેન્ટ જ્યાં યોજાયું છે તે કેમ્પસના પ્લેસમેન્ટ નોટિસ બોર્ડ અને નિયંત્રણ કક્ષ પર ચોંટાડવામાં આવશે. આ કંપનીઓ માટે જવાબદાર વિદ્યાર્થી સ્વયંસેવકો પાસે પણ તે પ્રાપ્ય રહેશે..
- તમામ વિદ્યાર્થીઓને તેમની શંકાઓનું નિવારણ પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીતમાં કરી લેવા અને તેઓ ક્યાં અરજી કરવા માગે છે તે કંપનીઓ અંગે માહિતગાર નિર્ણય કરવા વિનંતી કરવામાં આવે છે. પ્લેસમેન્ટ પૂર્વેની વાતચીત પૂરી થઈ જાય તે પછી રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમના નોંધણી ક્રમાંક (પર્સનલ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાની સંમતિ) વિદ્યાર્થી સ્વયંસેવકોને આપી શકે છે. કોઈ વિદ્યાર્થી વ્યક્તિગત રીતે કોઈ પણ કંપનીને રિઝ્યુમ નહીં આપે.
- વિદ્યાર્થીને કોઈ પણ કંપની તરફથી જેવો પ્રસ્તાવ મળશે કે તરત તેનું/તેણીનું નામ નોંધણી યાદીમાંથી કાઢી નાખવામાં આવશે અને કોઈ પણ શ્રેણીની નોકરી હોય, તે બીજા કોઈ ઇન્ટરવ્યૂમાં બેસી શકશે નહીં. એટલે કે જો વિદ્યાર્થી અનેક ઇન્ટરવ્યૂમાં હાજર થયો હોય તો પહેલા પ્રસ્તાવને ‘નિર્ણાયક નોકરી પ્રસ્તાવ’ તરીકે ગણવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પુષ્ટિ આપેલ પ્રસ્તાવને સ્વીકારતો નથી તો NIFT તેને/તેણીને બીજા કોઈ ઇન્ટરવ્યૂમાં બેસવા નહીં દે.
- વિદ્યાર્થીઓએ તેમના રિઝ્યુમની પૂરતી સંખ્યામાં નકલો સાથે અવશ્ય રાખવી.
- વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્નો/મુશ્કેલીઓ હોય તો તેમના કેન્દ્રની ફેકલ્ટી/ RICનો સંપર્ક સાધી શકે છે.
વિભાગ 4
મંજૂરી અને નિષેધ
- ઇન્ટરવ્યૂ દરમિયાન વિદ્યાર્થીએ ઔપચારિક પોશાક સંહિતા (ડ્રેસ કોડ)ને અનુસરવું જ પડશે જેમાં તેઓ સ્માર્ટ કેઝ્યુઅલમાં પણ હોઈ શકે છે.જોકે કોઈ પણ સંજોગોમાં કેઝ્યુઅલ ડ્રેસ, ટૂંકાં સ્કર્ટ, પ્રક્ષુબ્ધ (ડિસ્ટ્રોટ)/ફાટેલા જીન્સ અથવા અંગપ્રદર્શક પોશાક પહેરી નહીં શકાય.
- ડિઝાઇન વિદ્યાર્થીઓએ તેમના પોર્ટફોલિયો સાથે રાખવા પડશે અને શક્ય હોય તો તેમનાં કાર્યના ભૌતિક નમૂના યોગ્ય પોર્ટફોલિયો કે સારી બેગમાં રાખવા પડશે. ટેકનોલોજી અને મેનેજમેન્ટ હાથ ધરેલા પ્રોજેક્ટના રિપોર્ટ સાથે લાવી શકે છે.
- પ્લેસમેન્ટની પ્રક્રિયાને સાચી ભાવનાથી લેવી જોઈએ. કોઈ પણ વિદ્યાર્થી/વિદ્યાર્થિની તેના વ્યક્તિગત સંપર્કોથી ઇન્ટરવ્યૂ પેનલને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે પ્રભાવિત કરતો/કરતી જણાશે તો તેને ગેરલાયક ઠરાવવામાં આવશે.
|