રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
     
      શૈક્ષણિક        
 
sign up for e-zine  
 
 

સ્‍નાતક કાર્યક્રમો | અનુસ્ના-તક કાર્યક્રમો

સ્નાસતક કાર્યક્રમો - ડિઝાઇન

બી.ડેસ (ફેશન ડીઝાઇન)
બી.ડેસ (લેધર ડીઝાઇન)
બી.ડેસ (એકસેસરી ડીઝાઇન)
બી.ડેસ (ટેક્ષટાઇલ્સ ડીઝાઇન)
બી.ડેસ (નીટવેર ડીઝાઇન)
બીડેસ (ફેશન કોમ્યુવનીકેસન)

સ્નાસતક કાર્યક્રમો - ટેકનોલોજી

બી.એફ.ટેક (એપેરલ ટેકનોલોજી)


બી ડિઝા. (લેધર ડિઝાઇન) (ચર્મ ડિઝાઇન)

લેધર ડિઝાઇન એ માલ અને તૈયાર વસ્ત્રોની એમ બન્ને દ્રષ્ટિએ ચર્મ ઉદ્યોગની જરૂરિયાતો સંતોષે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફેશન અને એપારેલ દ્વારા ઓફર કરવામાં આવતો આ કાર્યક્રમ ચોક્કસ પ્રકારના લક્ષ્યાંકિત બજારની જરૂરિયાતોને પ્રતિભાવ આપવા માટે ચામડાના તૈયાર વસ્ત્રો અને માલની જાણકારી આપતી પેદાશોમાં ડિઝાઇન દ્રષ્ટિકોણના સંકલન પર ભાર મૂકે છે. ક્ષેત્રની મુલાકાત, ચામડાના કારખાનમાં તાલીમ અને ઉદ્યોગ ઇન્ટર્નશીપ મારફતે ઉદ્યોગનો પરિચય એ શૈક્ષણિક સત્રનો અગત્યનો ભાગ છે. પેદાશ વિકાસ માટે બજાર સંશોધન, માલસામગ્રી અને ટેકનિકલ જાણકારી જેવા ઇનપુટ સહિતનો બહુશિસ્તતા દ્રષ્ટિકોણ વિદ્યાર્થીમાં ચામડામાં વિવિધ પેદાશ પ્રકાર માટે વિવિધ માલસામગ્રીના વપરાશની ક્ષમતાનો વિકાસ કરે છે.

સૂચિ

વર્ષ 1

ડિઝાઇનમાં કોમન ફાઉન્ડેન પ્રોગ્રામ

વર્ષ 2

બીજા વર્ષમાં ચામડાની અને ચામડા સિવાયની પેદાશો, ડિઝાઇન કુશળતાનો વિકાસ અને પેદાશ વાસ્તવિકતાના દ્રષ્ટિકોણની સમજણ પર ભાર મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓ તૈયાર વસ્ત્રો અને નાના માલમાં ફેશન ઇલસ્ટ્રેશન, પેટર્ન મેકીંગ અને કંસ્ટ્રક્શન, લેધર પ્રોસેસીંગ, સરફેસ ટેકનિક્સ, ફિલ્ડ અભ્યાસ, કોમ્પ્યુટર એપ્લીકેશન, રિટેઇલીંગ અને ડિઝાઇન પ્રોજેક્ટસનો અભ્યાસ કરશે.   

વર્ષ 3

ત્રીજુ વર્ષ અગાઉના વર્ષે જે શિક્ષણ લીધુ હોય. તેનો પાયો ઉભો કરે છે, તેની સાથે વધારામાં ઉત્પાદન પ્રક્રિયા, લેધર પ્રોસેસીંગ ટેકનિકસ અને ડિઝાઇન દ્રષ્ટિકોણ અને કુશળતાની વધુ એપ્લીકેશનોની જાણકારી પર ભાર મૂકે છે. એડવાન્સ્ડ ઇલસ્ટ્રેશન અને ટેકનિકલ ડ્રોઇંગ, એડવાન્સ્ડ પેટર્ન મેકીંગ અને કંસ્ટ્રક્શન, મર્ચેન્ડાઇઝીંગ અને સપ્લાય ચેઇન, ઉત્પાદન વ્યવસ્થા અને એનાલિસીસ અભ્યાસના અન્ય વિસ્તારો છે. વધુમાં વિદ્યાર્થીઓ સક્રિય અનુભવ મેળવવા માટે ઉદ્યોગમાં ઇન્ટરન્શીપ મેળવે છે.

વર્ષ 4

અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓ વિકલ્પો સાથે સંશોધન અને વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રે ઉદ્યોગ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા ગ્રેજયુએટ પ્રાગ્રામ હાથ ધરશે.

કારકીર્દી

આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે કારકીર્દીની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે. જેમાં પ્રોડક્ટ વિકાસ, મર્ચેન્ડાઇઝીંગ, ઉત્પાદન, ક્વોલિટી એશ્યોરન્સ, રિટેઇલ અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની સાહસિક વૃત્તિને પણ તીક્ષ્ણ બનાવે છે, જે તેમને ઉત્પાદકીય અને નિકાસ/સ્થાનિક એકમ સ્થપવામાં સહાયરૂપ થાય છે. 

અગ્રિમ રોજગારદાતાઓ

ઓલપાઇન ઇનટરનેશનલ, લિબર્ટી, ક્રૂ બીઓએસ, સેન્ચ્યુરી ઓવરસીઝ, બીસીસી, ટ્રિબર્ગ, સુપરહાઉસ લેધર્સ લિમીટેડ, એપોલો ઇન્ટરનેશનલ, રાબીયા લેધર્સ, ઇમ્પલ્સ, એબીસી લેધર્સ લિમીટેડ, વિવાલ્ડી લેધર્સ, ભારતીય ઇન્ટરનેશનલ વગેરે..