સ્નાતક કાર્યક્રમો | અનુસ્ના-તક કાર્યક્રમો
સ્નાસતક કાર્યક્રમો - ડિઝાઇન
બી.ડેસ (ફેશન ડીઝાઇન)
બી.ડેસ (લેધર ડીઝાઇન)
બી.ડેસ (એકસેસરી ડીઝાઇન)
બી.ડેસ (ટેક્ષટાઇલ્સ ડીઝાઇન)
બી.ડેસ (નીટવેર ડીઝાઇન)
બીડેસ (ફેશન કોમ્યુવનીકેસન)
સ્નાસતક કાર્યક્રમો - ટેકનોલોજી
બી.એફ.ટેક (એપેરલ ટેકનોલોજી)
ડિપાર્ટમેન્ટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ઓફર કરવામાં આવતા આ કાર્યક્રમની રચના મૂળ વસ્ત્ર ઉત્પાદન ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે કરવામાં આવી છે. માહિતી તકનીકની સમજણ અને એપ્લીકેશન સાથે એપરલ ઉત્પાદનમાં શ્રેષ્ઠ કવાયત પર ભાર મૂકવાની સાથે આ કાર્યક્રમ ઉદ્યોગના ફેશન ટેકનોલોજી વિભાગમાં નોંધપાત્ર રીતે ફાળો આપી શકવા સક્ષમ હોય તેવા વ્યાવસાયિકોને તૈયાર કરે છે.
આ કાર્યક્રમ તૈયાર વસ્ત્રોના ઉત્પાદન ટેકનોલોજીને લગતી વ્યવહારુ જાણકારી પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ લેબોરેટરી, વર્ગખંડ સત્ર અને ઉદ્યોગમાં સક્રિય તાલીમ મારફતે સાધનો અને પ્રક્રિયાઓ વિશે શીખે છે. માહિતી ટેકનોલોજી ઇનપુટ વિદ્યાર્થીઓને તૈયાર વસ્ત્રોના ઉત્પાદનમાં ગણના કરવા, મૂલ્યાંકન કરવા અને કોમ્પ્યુટર એપ્લીકેશન અને માહિતી ટેકનોલોજી લાગુ પાડવા માટે સહાય કરે છે. ચાર વર્ષ સુધી ઉગ્ર પણે શીખ્યા બાદ વિદ્યાર્થીઓ ઉદ્યોગમાં પરિવર્તના કરનારા એજન્ટ તરીકેની ભૂમિકા બજાવવા તૈયાર થઇ જાય છે.
સૂચિ
વર્ષ 1
પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને થિયરી, દ્રષ્ટિકોણ અને પ્રક્રિયા તેમજ પાયો ઉભો કરવા બાબતે અવગત કરવામાં આવે છે, જે ફેશન ઉદ્યોગ માટે ડિઝાઇન, સંચાલન અને ટેકનોલોજી સાથે સુમેળ સાધે છે.
વર્ષ 2
બીજા વર્ષમાં ફેબ્રિક વિશેષતાઓ, ઉત્પાદન પ્રક્રિયા અને મશિનરી, આંકડાકીય સાધનો, એપરલ ઉદ્યોગને સંબંધી સોફ્ટવેર, ઉત્પાદન આયોજન અને ગારમેન્ટના બંધારણને સમજવા મૂળભૂત કુશળતાઓ શીખવવામાં આવે છે. વર્ષના અંતે વિદ્યાર્થીઓ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઇન્ટર્નશીપ માટે જાય છે.
વર્ષ 3
ત્રીજુ વર્ષ વિદ્યાર્થીઓને પ્રોસેસીંગ ટેકનિક, ઉત્પાદન આયોજન અને અંકુશમાં કુશળતાઓ વિકસાવવા, વેપાર સંચાલન, ખાસ પ્રકારના વસ્ત્રોના બંધારણ માટેની કુશળતા, સપ્લાય ચેઇન અને આઇટી એપ્લીકેશન્સને વ્યાપકપણે સમજવા માટે તૈયાર કરે છે. વધુમાં થિયરીને પ્રેક્ટીસ સાથે ભેળવવા માટે વિદ્યાર્થીઓ પાંચમા સેમેસ્ટરને અંતે સામૂહિક ઇન્ટર્નશીપ હાથ ધરે છે અને છઠ્ઠા સેમેસ્ટરને અંતે એપારેલ ઉદ્યોગમાં ઇન્ટર્નશીપ મેળવે છે.
વર્ષ 4
અંતિમ વર્ષ વિદ્યાર્થીઓને નિર્ણય લઇ શકાય તેવા વિષયોથી સજ્જ કરે છે જેમાં એડવાન્સ્ડ જાવા, ઇ-કોમર્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એર્ગોનોમિક્સ વગેરે સહિત પસંદગીના ઇનપુટની વ્યાપક શ્રેણીમાંથી પસં કરવાની તક મળે છે. ડિપાર્ટમેન્ટલ અને સામાન્ય રીતે પસંદગીયુક્ત વિષયો વિદ્યાર્થીઓને તેમના વિષયો શોધવાની તક પૂરી પાડે છે અને આંતરિક શિસ્તતા પડકારોને ઓળખી કાઢવા મદદરૂપ થાય છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીને વિવિધ વિસ્તારોમાં હાથ ધરેલા સંશોધન પ્રોજેક્ટને સુપરત કરવા સાથે પૂર્ણ થાય છે.
કારકીર્દી
આ કાર્યક્રમ ઉત્પાદન, ક્વોલિટી એશ્યોરન્સ, ગારમેન્ટ ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનીયરીંગ, પેદાશ વિકાસ, સોર્સીંગ, પ્રોજેક્ટ એનાલિસીસ, સિસ્ટમ એનાલિસીસ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઇન્ટ્રાનેટ એડમિનીસ્ટ્રેશન, ઇન્ટરનેટ પ્રોગ્રામીંગ, ડેટાબેઝ એપ્લીકેશન અને નેટવર્ક મેનેજમેન્ટમાં કારકીર્દી ઘડવાની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે.
અગ્રિમ રોજગારદાતાઓ
પોકર્ણા ગ્રુપ, જિની એન્ડ જોની, ઇન્ટેગ્રા એપારેલ્સ, થર્ડ આઇસાઇટ, ટેફલ્સ, લગુણા ક્લોધીંગ, એવાયએન એસેસરીઝ (હોંંગકોંગ), પેન્ટાલૂન, આઇટીસી, એલઆરબીડી, કલરપ્લસ, સેલીબ્રીટી ફેશન્સ, અંબાત્તૂર ક્લોધીંગ કંપની, એલટી કાર્લે, આરએમએક્સ જોસ, ટેક્સપોર્ટ સિંડીકેટ, ગોકલદાસ એક્સપોર્ટસ વગેરે. |