રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
     
      શૈક્ષણિક        
 
sign up for e-zine  
 
 

સ્‍નાતક કાર્યક્રમો | અનુસ્ના-તક કાર્યક્રમો

સ્નાસતક કાર્યક્રમો - ડિઝાઇન

બી.ડેસ (ફેશન ડીઝાઇન)
બી.ડેસ (લેધર ડીઝાઇન)
બી.ડેસ (એકસેસરી ડીઝાઇન)
બી.ડેસ (ટેક્ષટાઇલ્સ ડીઝાઇન)
બી.ડેસ (નીટવેર ડીઝાઇન)
બીડેસ (ફેશન કોમ્યુવનીકેસન)

સ્નાસતક કાર્યક્રમો - ટેકનોલોજી

બી.એફ.ટેક (એપેરલ ટેકનોલોજી)


બી. ડિઝા. (ટેક્સટાઇલ ડિઝાઇન) (કાપડ ડિઝાઇન)


ટેક્સટાઇલ ડિઝાઇન ફેશનના સમગ્ર વ્યવસાયના મૂળને છતું કરે છે. ભારતીય તૈયાર વસ્ત્રો અને સ્થાનિક ફેશન ઉદ્યોગના નિકાસ અને સ્થાનિક ક્ષેત્રમાં ઝડપથી વિકસતા જતા કામકાજો ડિઝાઇન અને ટેક્સટાઇલ વિકાસ અને કાચા માલમાં વ્યાવસાયિક ઇનપુટની માગ ઉભી કરે છે, જે પેદાશના ખર્ચના 60-80 ટકા જેટલા જવાબદાર છે. ટેક્સટાઇલ ડિઝાઇન આજે વ્યૂહાત્મક મૂલ્યમાં વધારો કરતી પ્રવૃત્તિ છે જે આર્થિક રીતે પોસાય તેવા અને નફાકારક પ્રમણમાં ફેશન બિઝનેસ સ્થાપિત કરવામાં તમામ વિવિધતા પૂરી પાડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફેશન એન્ડ ટેક્સટાઇલ્સ દ્વારા ઓફર કરવામાં આવતું ટેક્સટાઇલ ડિઝાઇન સ્પેશિયલાઇઝેશન વિદ્યાર્થીઓને એપારેલ અને હોમ ફેશન ઉદ્યોગમાં સર્જનશક્તિ, મૂળભૂતતા અને ડિઝાઇનમાં વિકાસ કરવાની સાથે ટેક્સટાઇલમાં વ્યાપક શિક્ષણ પૂરું પાડે છે.

સૂચિ

વર્ષ 1

કોમન ફાઉન્ડેશન પ્રોગ્રામ ઇન ડિઝાઇન

વર્ષ 2

વિદ્યાર્થીઓને ટેકસટાઇલ ટેકનોલોજીનો પરિચય આપવામાં આવશે જેમ કે વીવીગ (વણાટ), પ્રિન્ટીંગ, એમ્બોઇડરી અને ડાયીંગ. વધુમાં ગ્રાફિક સોફ્ટવેર અને ઇમેજ સર્જન માટેની તેની ઉપયોગિતાના ફંડામેન્ટલ્સ પર પર ભાર મૂકશે. ક્ષેત્રની મૂલાકાત અને ટેક્સટાઇલ મિલ, પ્રિન્ટીંગ એકમ અને અન્ય પ્રોસેસીંગ હાઉસમાં ઇન્ટર્નશીપ એ શૈક્ષણિક સત્રનો એક મહત્વનો ભાગ રહેશે.

વર્ષ 3

બીજું વર્ષ વિદ્યાર્થીઓન જાણકારી પાયો મજબૂત બનાવશે, જેમાં ડિઝાઇન, ટેકનિકલ માર્કેટિંગ અને સંદેશાવ્યવહારની કુશળતાઓ શીખવવામાં આવશે. અભ્યાસના વિસ્તારોમાં ડાયીંગ, પ્રિન્ટીંગ અને ફિનીશીંગ, ક્વોલિટી એનાલિસીસ અને એશ્યોરન્સ, સીએડી અને વીવ ડિઝાઇન, પ્રિન્ટ ડિઝાઇન અને માર્કેટિંગ અને મર્ચેન્ડાઇઝીંગનો સમાવેશ થાય છે. વનધુમા વિદ્યાર્થીઓ ક્રાફ્ટ સર્વે અને ડોક્યુમેન્ટેશન પણ હાથ ધરશે જે ક્રાફ્ટ પર્યાવરણમાં ખુલ્લા મૂકાશે.

વર્ષ 4

વિદ્યાર્થીઓ ઉદ્યોગ પ્રત્યેની તેમની જાણકારી વધુ સુદૃઢ બનાવવા માટે અસંખ્ય પસંદગીના વિષયો હાથ ધરશે તેમજ પ્રોજેક્ટ આધારિત સ્વતંત્ર સંશોધન પણ હાથ ધરશે. અંતિમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ ઔદ્યોગિક ગ્રાહક, નિકાસ ગૃહ, ગ્રેજ્યુએશન ડિઝાઇનર અથવા એનજીઓ સાથે મળીને ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ પણ હાથ ધરશે.
આ ગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ સ્પોન્સર દ્વારા આપેલી સંક્ષિપ્તી પર કામ કરવાની જરૂર પડશે. આ કાર્યક્રમ ગ્રેજ્યુએટ શોમાં રૂપાંતર થશે.

કારકીર્દી

આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ટેક્સટાઇલ મિલો અને નિકાસ ગૃહો, ફેશન ડિઝાઇનર, ડિઝાઇન સ્ટુડીયો, મિલો, બાયીંગ હાઉસીઝ, હેન્ડલૂમ કોઓપરેટિવ્સ અને બાયીંગ એજન્સીઓમાં ડિઝાઇન અથવા ફેબ્રિક મેનેજર તરીકે અથવા ડિઝાઇનર અથવા સાહસિક તરીકેની વ્યાપક કારકીર્દી માટે તૈયાર કરે છે.

અગ્રિમ રોજગારદાતાઓ

અરવિંદ મિલ્સ, ઇન્ડિયન ટેરેઇન, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ, મદુરા બ્રાન્ડઝ, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ, નાહર ઇન્ડસ્ટ્રીઝ, શિંગોરા ઇન્ટરનેશનલ, અંબાડી એન્ટરપ્રાઇઝ, ક્રૂ બીઓએસ, હિંમ્મતસીંગકા સીડ, અભિષેક ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પન ઇન્ડિયા, શેડ્ઝ ઓફ ઇન્ડિયા, લિનેનસ્કેપ્સ (ઇન્ડિયા)લિમીટેડ, ટેક્સટ્રેડ ઇન્ટરનેશનલ પ્રા. લિમીટેડ, મુરા કલેક્ટીવ, પોર્ટીકો, ક્રિયેટિવ મોબુસ ફેબ્રિક્સ, રાતેરીયા એક્સપોર્ટસ, મહાજન ઓવરસીઝ, ટ્રિબર્ગ, ભારત સિલ્કસ, થર્ડ વર્લ્ડ એક્સપોર્ટસ, ધી શોપ વગેરે.