હુન્નર ગુચ્છ પહેલ (ક્રાફ્ટ ક્લસ્ટર ઇનિશિએટિવ)
સંસ્થાની હુન્નર ગુચ્છ પહેલ મુખ્ય પ્રવાહની સાથે દેશના હુન્નર ક્ષેત્રને એક કરવા માટે ચીવટથી વિકસાવેલ રચના છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય, વિકાસ કમિશનર (હસ્તકળા અને હાથવણાટ)ની કચેરી અને રાષ્ટ્રીય શણ વિકાસ કેન્દ્રના સક્રિય ઉત્તેજન સાથે NIFT હુન્નર, કુટીર ઉદ્યોગ અને રોજગારિક પ્રવૃત્તિઓની સમગ્રતયા પ્રગતિની દિશામાં હુન્નર ગુચ્છ પહેલને વિકસાવી અને અમલ કરી રહી છે. પ્રોજેક્ટનો હેતુ NIFTની વ્યાવસાયિક ક્ષમતાઓને બાહ્ય કુશળતાની સાથે ડિઝાઇન, ટેક્નોલોજી, માર્કેટિંગ અને મેનેજમેન્ટ વિસ્તારોમાં જોડવાની અને વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા તમામ વિકાસની પ્રવૃત્તિઓને સંયોજિત કરવાનો છે.
NIFTની ભૂમિકા
- સમગ્રતયા પ્રોજેક્ટ દિશાદર્શન, રણનીતિ, વ્યવસ્થાપન અને પ્રવૃત્તિઓ તેમજ સમયપત્રકનું સંકલન.
- ખાસ જોડાણ અને વિવિધ રસ ધરાવતા લોકો સાથે સંપર્કજાળ બનાવવાની સાથે સમગ્રતયા અમલ.
- ડિઝાઇન, વ્યવસ્થાપન અને ટેક્નોલોજીમાં બહુશાખાકીય સંશોધન દ્વારા જાણકારીનું રૂપાંતરણ અને વિસ્તરણની કુશળતા.
- જાણકારી હસ્તાંતરણ કાર્યક્રમો દ્વારા ક્ષમતા અને સામર્થ્યનું આકલન અને વિસ્તરણ.
- તકો અને સંભવિત બજારોનું નિરૂપણ કરવું, બ્રાન્ડિંગ કરવું અને પ્રોત્સાહક રણનીતિઓ તેમજ સંભવિત વાણિજ્ય આશ્રયની સંપર્કજાળ તૈયાર કરવી.
- ડિઝાઇન અને વિકાસ દ્વારા ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સાધનોની શોધ.
- ટેક્નિકલ જાણકારીની વૃદ્ધિ, વલણ અભ્યાસ, ગુણવત્તા ધોરણો અને પ્રાપ્ત કરવું (સોર્સિંગ).
- બુદ્ધિશક્તિ વિકાસ અને બજાર પ્રવેશપાત્રતા માટે માહિતીની વહેંચણી અને પાયાના સ્તરની ટેક્નિકલ મદદ પ્રણાલીઓ સર્જવી..
- વાસ્તવિક જીવનની શીખવાની તકો પૂરી પાડવા શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંયોજન અને વિવિધ પહેલની દિશામાં વિદ્યાર્થીઓની સર્જનક્ષમતાને લગાડવી.
સામાજિક નિસબત સાથે વ્યાવસાયિક શિક્ષણ
સંસ્થાએ ગુચ્છ પહેલની દિશામાં તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓને જોડી દીધી છે જેથી વિદ્યાર્થીઓ વિકાસશીલ ક્ષેત્રમાં તકોમાંથી શીખી શકે અને ‘યુવા પરિવર્તન એજન્ટ’ તરીકે કામ કરી શકે.
4થા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને હુન્નરવાળા પ્રદેશની મુલાકાત લઈને તેમના સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને, હુન્નર કારીગરો સાથે વાર્તાલાપ કરીને અને બજારને જોવાજાણવા તેમજ ઉત્પાદન વિકાસ માટે NIFT કેન્દ્રોની મુલાકાત લઈને 5મા સેમેસ્ટરમાં હુન્નર કારીગરો સાથે યોગ્ય ડિઝાઇન અને ટેક્નોલોજી અપગ્રેડેશન સાથે ફોલો અપ એક્શન સાથેની અદ્વિતીય તક મળે છે.
સંપર્કજાળ અને ફેલાવો
હુન્નર ગુચ્છ (ક્રાફ્ટ ક્લસ્ટર) પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તર પર શરૂ કરાઈ રહ્યો છે. વિવિધ પ્રદેશોમાં NIFTની હાજરીથી દેશભરમાં વિશાળ પહોંચ મળે છે. ચોક્કસ હુન્નરો અને પ્રદેશની સુંદર કારીગરીમાં નિષ્ણાત એવા દરેક NIFT કેન્દ્રે પહેલ માટે એક ગુચ્છ પસંદ કર્યો છે.
ડિઝાઇન સ્ટુડિયો
દરેક NIFT કેન્દ્રમાં ડિઝાઇન સ્ટુડિયોની શરૂઆત એ વ્યાવસાયિક સેવા અને ટ્રેન્ડ્સ, આગાહી અને માર્કેટ ઇન્ટેલિજન્સ, ઉત્પાદન વિકાસ અને તાલીમ સહિતની વ્યાપાર જરૂરિયાતો માટે સમર્થન પૂરું પાડવા માટેની નવી યોજના છે. મૂલ્ય સાંકળના સમગ્રતયા એકીકરણની દિશામાં ડિઝાઇન સ્ટુડિયો એક માધ્યમ છે.
તેમની પોતાની એક ઓળખ બનાવવા માટે, NIFT એ i.m., NIFTની એક પહેલ, જે ‘ભારતીય હોવાનો’, ‘સ્વનિર્ભર’, ‘સ્વયંની અનુભૂતિ’, ‘આત્મવિશ્વાસ’ અને ‘એકાકાર’નું પ્રતીક છે તેને શરૂ કરીને ગુચ્છો (ક્લસ્ટર) દ્વારા બનાવેલાં તમામ ઉત્પાદનોને એક છત્ર નીચે આણ્યાં છે. હુન્નરને માત્ર ‘કર્મ’થી જ ઓળખી શકાય છે અને નહીં કે જ્ઞાતિ કે સંપ્રદાયથી, તેનું તે પ્રતીક છે.
i.m. a NIFT initiative
આ ગુચ્છોમાં વિકસાવેલ ઉત્પાદનોના પ્રદર્શન અને છૂટક વેચાણ (રિટેઇલિંગ)ની પ્રક્રિયામાં, DC (HC) સાથે સહકારમાં NIFT એ રાજીવ ગાંધી હસ્તકલા ભવન, બાબા ખડકસિંહ માર્ગ, નવી દિલ્હી- 110001 ખાતે એક રિટેઇલ આઉટલેટ ખોલી છે. આ આઉટલેટનું કેન્દ્રીય કાપડ મંત્રી માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા અને ગ્રામીણ વિકાસ મંત્રી માનનીય ડો. રઘુવંશ પ્રસાદ સિંહના હસ્તે 18 ઓક્ટોબર, 2006ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્ટોરમાં ઘરના સામાન અને લાઇફસ્ટાઇલનાં ઉત્પાદનોથી લઈને હસ્તકલાની એક્સેસરિઝ સુધી દરેક ચીજો જોવા મળે છે. પરંપરા અને આધુનિકતાનું સુંદર સંયોજન એવી તે રસપ્રદ સંયોજન અને ખરીદીનું મહાન સ્થળ બની રહે છે.
|