રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
         
      સંસ્થાન        
 
sign up for e-zine  
 
 

સુવિધાઓ
ડિઝાઇન, વ્યવસ્થાપન અને ટેક્નોલોજીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી ફેશન ઇન્ડસ્ટ્રીમાં જતા વ્યાવસાયિકોની ગુણવત્તા માટે સીમાચિહ્ન સ્થાપવાનો હેતુ ધરાવે છે. સંસ્થા પ્રેક્ટિકલ અને થિયરેટિકલ તાલીમ આપવા માટે સઘન અને અત્યાધુનિક આંતર્માળખુ અને ઉપકરણો ઉપલબ્ધ કરાવે છે. વિદ્યાર્થીઓને પ્રસ્તાવિત કરાતી સુવિધાઓ અને સેવાઓ તેમને પ્રયોગ કરવાની અને સર્જનાત્મક વિચારો પેદા કરવાની સ્વતંત્રતા આપે છે.

NIFT ખાતે જીવંત અને ગતિશીલ પરિસરો વિશ્વની શ્રેષ્ઠ ગણાય તેવી સુવિધાઓવાળા છે. સર્જનાત્મક સ્થાપત્ય અને મોકળાશ એ તમામ NIFTની ઈમારતો, જેમાં સંપૂર્ણ રીતે સજ્જ એવા લેક્ચર રૂમ, ડિઝાઇન સ્ટુડિયો અને પ્રયોગશાળાઓ, રિસોર્સ સેન્ટર્સ, એક્ટિવિટીસ સેન્ટર અને છાત્રાલયો આવેલા છે, તેની ઓળખ છે. શૈક્ષણિક માળખું પ્રેક્ટિકલ માળખા અને અત્યાધુનિક ટેક્નોલોજીના પ્રત્યક્ષ અનુભવ પર ભાર મૂકે છે.

ડિઝાઇન સ્ટુડિયો અને ટેક્નો લેબ્સમાં ખીલવો સર્જનાત્મકતા
કેમ્પસના ડિઝાઇન સ્ટુડિયો વિદ્યાર્થીઓને પ્રયોગ કરવાની અને શોધ કરવાની પૂરતી તક આપે છે, જ્યારે પ્રયોગશાળાઓ ઉદ્યોગના વાસ્તવિક સમયના પાસાઓને આવરી લેતાં ઉચ્ચ ટેક્નોલોજીવાળા કાર્યવિસ્તારો પૂરા પાડે છે.

ઉચ્ચ ગુણવત્તાવાળા લેક્ચર રૂમ
સાધનોથી સુસજ્જ વર્ગખંડ આધુનિક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે, ઉચ્ચ પરસ્પર આદાનપ્રદાન કરી શકે તેવા સત્રો માટે તેમને ઘડવામાં આવ્યા છે.

આઇટી યુક્ત શિક્ષણ
ફેશન વ્યાવસાયિકોની સફળતાનો આધાર ફેશન અને માહિતી ટેક્નોલોજી (આઇ.ટી)નો સાર્થક રીતે સમન્વય કરવાની તેમની ક્ષમતા પર રહેલો છે. આઇ.ટી. સુવિધા તમામ NIFT કેન્દ્રોમાં બહુ મહત્ત્વની લાક્ષણિકતા છે અને કમ્પ્યૂટર પ્રયોગશાળાઓ અત્યાધુનિક હાર્ડવેર અને સોફ્ટવેરથી સજ્જ છે.

રિસોર્સ સેન્ટર
નવી દિલ્હી ખાતેનું નેશનલ રિસોર્સ સેન્ટર અને દરેક NIFT કેન્દ્ર માહિતી અને જ્ઞાન વ્યવસ્થાપનના આધારસ્તંભ છે. દરેક રિસોર્સ સેન્ટરમાં મુદ્રિત, દૃશ્યમાન અને સર્જનાત્મ મટિરિયલ રિસોર્સનો સંયોજિત સંગ્રહ છે; આંતરરાષ્ટ્રીય અને સમકાલીન ભારતીય ફેશનના અભ્યાસ માટે ભારતમાં ઉપલબ્ધ એક માત્ર પદ્ધતિસરનું દસ્તાવેજીકૃત રિસોર્સ. રિસોર્સ સેન્ટર્સ ડિઝાઇન સમુદાય, ઉદ્યોગ વ્યાવસાયિકો અને સાહસિકોને માહિતી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવે છે.

રિસોર્સ સેન્ટરના સંગ્રહોમાં સમાવિષ્ટ છે :

  • પુસ્તકો અને નિયતકાલિકો (પિરિયોડિકલ)
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન અને ટેક્સટાઇલ જર્નલ્સ
  • ઓડિયો-વિઝ્યુઅલ્સ
  • YSL, ચેનલ, અરમાની, ક્રિસ્ચિયન ડાયર, ડોલ્સ એન્ડ ગબ્બાના વગેરેના આંતરરાષ્ટ્રીય સંગ્રહો. 
  • રિતુકુમાર, હેમંત ત્રિવેદી, રોહિત બાલ, સુનીત વર્મા વગેરેના ભારતીય સંગ્રહો તેમજ NIFT ના વિદ્યાર્થીઓના સંગ્રહો
  • ટેક્સટાઇલ સંગ્રહો

પ્રસ્તાવિત સેવાઓ :

  • સંદર્ભ સેવા
  • ઓનલાઇન પબ્લિક એક્સેસ કેટેલોગ  (OPAC)
  • પુસ્તકો અને લેખકોના વૃત્તાંતની સેવા
  • અનુક્રમણિકા સેવા
  • પ્રસાર સેવા.
  • ગ્રાફિક્સના પુન:ઉત્પાદન (ફોટોકોપિંગ જેવું) સેવા 
  • રંગ સેવા

પરિષદ ખંડો
સંસ્થામાં વિશાળ જગ્યાવાળા પરિષદ/પરિસંવાદ ખંડો આવેલા છે જે રજૂઆત, વાર્તાલાપ અને ચર્ચા માટે સંપૂર્ણ મેળાપ મેદાન બની રહે છે.

પ્રદર્શન
NIFT કેન્દ્રો ખાતેના એમ્ફિથિયેટર અને ઓડિટોરિયા વિદ્યાર્થીની રજૂઆત અને સંગ્રહના પ્રદર્શન માટે આદર્શ છે.

આનંદપ્રમોદ પ્રદેશ
કલ્ચરલ એન્ડ ડ્રામેટિક ક્લબ, એડવેન્ચર એન્ડ ફોટોગ્રાફી ક્લબ, લિટરરી ક્લબ એન્ડ એન્વાયરન્મેન્ટ એન્ડ સોશિયલ સર્વિસ ક્લબ નામની વિદ્યાર્થી પ્રવૃત્તિઓ યોજતી ક્લબો મનોરંજન, રમતગમત અને ફુરસદની અનેકરંગી પ્રવૃત્તિઓ નિયમિત ધોરણે યોજે છે. NIFT પરિસરોમાં પ્રસંગો યોજવાની પૂરતી જગ્યા છે જેનાથી વિદ્યાર્થીઓને તેમના વ્યક્તિગત રસ પોષવાનું અને સામાજિક નિસબતના કામ કરવાનું શક્ય બને છે.

જલસા કરો!       
અનેક પ્રકારની ખાદ્યચીજો અને મિત્રતાસભર વાતાવરણ કાફેટેરિયાને વિદ્યાર્થીઓ માટે નિરાંત અનુભવવાનું અને તેમના સહાધ્યાયીઓ સાથે વાર્તાલાપ કરવાનું ઉત્તમ સ્થળ બનાવે છે.

આરોગ્ય સંભાળ
પરિસરમાં તબીબી મદદ પૂરી પડાય છે. સામાન્ય અને ખાસ બીમારીઓની કાળજી લેવા માટે એક ડોક્ટર અને નર્સ હાજર છે. વિદ્યાર્થીઓને સલાહસૂચન માટે એક માનસશાસ્ત્રી પણ હાજર છે.

છાત્રાલયો
NIFTતમામ કેન્દ્રો પર કન્યાઓ માટે નિવાસ અને જમવાની સગવડ (રેસિડેન્શિયલ એકોમોડેશન) પૂરી પાડે છે. બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને રાયબરેલીમાં પરિસરની અંદર કાયમી છાત્રાલય સુવિધાઓ ઉપલબ્ધ છે. નવી દિલ્હી, કોલકાતા અને ગાંધીનગરમાં NIFT ખાતે પરિસર છાત્રાલય સુવિધાઓ નથી તેમ છતાં કન્યાઓ માટે પૂરતી નિવાસ અને જમવાની સુવિધા (રેસિડેન્શિયલ એકોમોડેશન)ની વ્યવસ્થા કરાઈ છે.  NIFT ના તમામ છાત્રાલયો નહીં નફો/નહીં નુકસાનના ધોરણે ચલાવવામાં આવે છે. રાયબરેલીમાં કિશોરો માટે પણ પરિસરમાં છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભાડે લેવાયલ ખાનગી નિવાસી સુવિધા (રેસિડેન્શિયલ એકોમોડેશન) સહિત તમામ છાત્રાલયોમાં ચોવીસ કલાકની વ્યાવસાયિક સુરક્ષા, બોલાવો ત્યાં ડોક્ટર અને હોસ્ટેલ વોર્ડનની સુવિધા આપવામાં આવે છે. ટીવી, સામયિકો, કેટલીક અંદર અને બહાર રમી શકાય તેવી રમતો વગેરે આનંદપ્રમોદની સુવિધાઓ પણ હોસ્ટેલમાં ઉપલબ્ધ છે.