અવધિ |
વર્ણન |
અચકન |
પુરુષ દ્વારા પહેરાતું લાંબી બાંયનું વસ્ત્ર, આખુ સ્કર્ટ , ઘુંટણ સુધી લંબાઇ અથવા તેનાથી નીચું,વચમાં આગળ બટન સાથે સામાન્ય હાઇ નેક્લાઇન,
|
અંગરખા |
પુરુષો દ્વારા પહેરાતું જુદી જુદી લંબાઇનું ફુલ સ્કર્ટ ,આખી બાંયનું બહાર પહેરાતું ,સામાન્ય રીતે છાતી પાસેથી ખુલ્લુ અને છાતી પાસે અંદરના ફ્લેપથી બાંધેલુ વસ્ત્ર
. |
બાંધણી અથવા બંધીની
|
ડિઝાઈન ઉપસાવવા જેમાં પરંપરાગત ડાઈંગ પધ્ધતિથી ડાઇ થયા વગરના કાપડનાં ટપકાં પર રક્ષણ માટે સખત રીતે દોરા બાંધવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતમાં પ્રખ્યાત છે.
|
બુટ્ટા |
મોટાભાગે ફુલો અથવા પાંદડા જેવી સામાન્ય રીતે ભારતિય વણાટમાં વપરાતી ડિઝાઇન
|
બુટ્ટી |
ભારતિય વણાટ્માં વપરાતી સામાન્ય નાના ફુલોની કપડા પરની ભાત
|
છોગા અથવા છોઘા
|
પુરુષો દ્વારા ઔપચારિક વિધિમાં પહેરાતુ, સુતરાઉ બ્રોકેડ અને કાશ્મીરી કાપડ નું બનેલુ ઢીલી બાંયનું અંદરના વસ્ત્ર પર પહેરાતું ઓવરકોટ જેવું વસ્ત્ર,
|
ચોલી |
ટુંકી અને ચુસ્ત કંચુકી જેવુ આગળ અથવા પાછળ બાંધી અથવા જોડી શકાય તેવું વક્ષસ્થળ પર
ટુંકી અને ચુસ્ત કંચુકી જેવુ આગળ અથવા પાછળ બાંધી અથવા જોડી શકાય તેવું વક્ષસ્થળ પર પહેરવાનુ, પીઠ ઢંકાય અથવા ખુલ્લી રહે તેવું પુરા ભારતમાં દરેક સ્ત્રીઓ દ્વારા સાડી અથવા ઘાઘરા સાથેપહેરતું વસ્ત્ર |
ચુડીદાર પાયજામા |
ઢીલું નાડાવાળુ ટ્રાઉઝર જે સમુહમાં ભેગુ થઈ પગની પીંડી પાસે એકત્ર થતું અથવા સળવાળું હોય તેવું પરંપરાગત સ્ત્રીઓ અને પુરુષો બંન્ને દ્વારા કુર્તા/ કુર્તી સાથે પહેરી શકાય. ચુડીના અર્થ પરથી ઉત્તપન્ન થયેલું નામ |
ધોતી |
સ્ત્રીઓ અને પુરુષો દ્વારા પરંપરાગત કમરથી નીચે પહેરવાતો સામાન્ય લંબચોરસ કાપડનો સીવાયા વગરનો ટુકડો . જેમાં સામાન્ય રીતે કેડ અને પગ ઉપર ગડીઓ વાળીને કમર ઉપર ગાંઠ વાળવામાં આવે.
|
દુપટ્ટા
Dupatta (H) |
શરીરના ઉપરના ભાગે લપેટાય અથવા ઓઢાય.પરંપરાગત ઉત્તર ભારતની સ્ત્રીઓ દ્વારા પહેરાય છે.
. |
ઘાઘરા |
સામાન્ય રીતે અત્યંત ફલેર હોય તેવુ કમર પરનું બંધન .સાદુ તથા વિપુલ પ્રમાણમાં એમ્બોઇડરી કરેલું ,કમર પર નાડાથી બાંધી શકાય . ઉત્તર તથા પશ્ચીમ ભારતની સ્ત્રીઓ દ્વારા પહેરાય છે.
|
ગોટા |
સોના તથા ચાંદીના તારમાંથી બનાયેલી રિબન |
જામા |
મોગલ અને રાજપુત દરબારમાં પ્રચલિત પુરુષો માટેનું શરીર પર ચુસ્ત ફિટીંગવાળું અને સ્કર્ટ્માં ઘેરવાળુ આખી બાંયનું ઉપર પહેરાય. અને જમણા અથવા ડાબા હાથ પર બંધાય તેવું વસ્ત્ર . |
જામદાની
|
ઘટ્ટ નરમ સુતરાઉમાં જરીકામ સાથે ફુલોની ભાતનું પાતળુ સુતરાઉ મલમલ .પરંપરાગત ઢાકામાં અને હવે બંગલાદેશમાં બને છે.
|
જોધપુર્સ |
ઘોડેસ્વારી વખતે ખુલ્લુ ઢીંચણ સુધીનુ ઘુંટણથી ચુસ્ત ફિટીંગનું પગની ઘુંટી સાથે રેઇન્ફોર્સમેન્ટ પેચીઝવાળો ચુસ્ત પોષાક બ્રીચિઝ .રાજસ્થાનના જોધપુરમાંથી વ્યુત્પન્ન થયેલું નામ . |
ખાદી
|
પરંપરાગત હાથવણાટનું કાંતવા માટે સુતરનું હાથે વણેલુ (સુતરાઉ અથવા રેશમનું ) કાપડ. ભારતની સ્વતંત્રતા માટેની લડતનું પ્રતિક
|
કુર્તા |
ઢીંચણ સુધીની લંબાઇ અથવા મર્યાદા કરતા વધારે કાપડની સાઇડ સ્લિટવાળો ફિટીંગના ખુલતા સ્કર્ટવાળો
બાહ્ય પોષાક . પરંપરાગત રીતે વણાયેલુ ઉત્તર ભારતના પુરુષો અને સ્ત્રીઓનુ ખુલતા પાજામા અથવા ચુડીદાર વસ્ત્ર
|
લેંઘા |
સામાન્ય રીતે ચોલી અને ઓઢણી સાથે પહેરવાનું નાડાવાળો ઘાઘરો.
|
લુંગી
Lungi (H) |
પુરુષો દ્વારા પહેરાતુ સીવ્યા વગરનું લંબાચોરસ લાંબું સીધુ સ્કર્ટ જેવુ કાપડ
|
મલમલ |
સામાન્ય હલકા વજનનું સાદુ અથવા ઝીણું પારદર્શક વણેલું ખુલ્લુ કાપડ
|
ઓઢાણી અથવા ઓઢણી
|
સ્ત્રીઓ દ્વારા પહેરાતો ઘાઘરા અને લેંઘા ઉપર લપેટવાનો પડદો.પરંપરાગત માથું અને ખભા ઢાંકી એક છેડો કમરબંધમાં ખોસવાનો.
|
પઘડી અથવા પાઘડી |
સમગ્ર ભારતમાં સામાન્ય રીતે પુરુષો દ્વારા માથા ઉપર ફરતી વીંટાતી લાંબા કાપડમાંથી બનતી પાઘડી
|
પશ્મિના |
પહાડી રાજ્ય જમ્મુ કાશ્મીર જે કાશ્મીર તરિકે પણ ઓળખાય છે. તેના બકરાંની રુંવાંટીમાંથી વણાયેલુ કાપડ . |
પલ્લુ |
સાડીનો છેડાનો ટુકડો જે સામાન્ય ખભા પર ઢાંકવા માટે હોય અને દેખાવ વિશિષ્ટ ભારે સુશોભન ધરાવતો હોય
|
ફુલકારી |
પંજાબનુ લાક્ષણિક ફુલોનુ ભરતકામ. જે માથે ઓઢવાના કપડાના અને બીજા કાપડ્ના ટ્કડાના સુશોભન માટે વપારાય .
. |
પાઇજામા અથવા પિજામા |
ભારતમાં સ્ત્રીઓ અને પુરુષો દ્વારા પહેરાતુ નીચે પહેરવાનું ટ્રાઉઝર જેવું જે જુદા જુદા શેપ અને કટ્માં પહેરાય.
. |
સાડી |
સીવ્યા વગરનુ વણાટવાળુ લંબાઇમાં લગભગ પાંચ મીટરનુ કાપડ ભરતની સ્ત્રીઓ દ્વારા પહેરાય છે. સામાન્ય રીતે સાડીનો પાલવ સુશોભિત હોય અને મેચીંગ બ્લાઉઝ તથા લાંબા ઘેરવાળા ચણિયા સાથે પહેરાય છે. |
સલવાર
Salwar
|
નીચેના વસ્ત્ર જેવાકે પાઇજામા, ઉપરથી ખુલતા મોટા અને પગ અને પગની ઘુંટી પાસેથી ખુલ્લા .સામાન્ય રીતે સ્ત્રીઓ પહેરે છે.ભારતના અમુક ભાગમાં પુરુષો પણ પહેરે છે. |
શરારા |
સ્ત્રીઓ માટેનુ નીચેનુ ખુલ્લુ પાઈજામા જેવુ ક્યારેક ભારે સુશોભન કરેલુ વસ્ત્ર.
|
શેરવાની |
ચુસ્ત ફિટીંગવાળો ઘુટણ સુધીની લંબાઈવાળો અને આગળથી ખુલ્લા અથવા બંધ બટન હોય તેવો પુરુષ દ્વારા પહેરાતા કોટ જેવુ. |
ઝરદોઝી |
વિવિધ કાપડ પર દેખાય તેવી પધ્ધતિથી સોના અને ચાંદીની ધાતુના તારથી સુશોભિત કરવામાં આવે છે. |
ઝરી |
જરીકામ માટે ધાતુ વીંટાળેલો સુતરનો દોરો. |