રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
   
               
      પ્રવેશ        
 
sign up for e-zine  
 
 

નેશનલ ઇન્સિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી

(અભ્યાસ ક્રમ સંબંઘિત બાબતો માટે મુખ્ય કાર્યાલય)
૧૪૦૨ (૧૩)/AA/Stu. FeeStructure/06                             

૩ જુન ૨૦૦૯

પરિપત્ર
આપ સૌની જાણ ખાતર જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૦૯ના સત્ર માટે ફીનું માળખું અહીં દર્શાવ્યા મુજબ રહેશે:

બિન નિવાસી ભારતીય માટે ફી

સત્ર ૩, પ અને ૭ માટે નીચે દર્શાવ્યા મુજબ ફી ભરવાની રહેશે:

ટ્યૂશન ફી

રૂ. ૪૦,૦૦૦/- (પરત મળવાપાત્ર નથીં)

લાઈબ્રેરી ફી

રૂ. ૩૦૦૦/- (વાર્ષિક) (પરત મળવાપાત્ર નથીં)

વિદ્યાર્થી વિકાસ અને મેડીક્લેઈમ

રૂ. ૧૨૫૦/ (વાર્ષિક) (પરત મળવાપાત્ર નથીં)

 

કુલ રૂ. ૪૪૨૫૦/-

સત્ર – ૩, ૫ અને ૭ માટે બિન નિવાસી ભારતીય/પુરસ્કૃત બિન નિવાસી ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મુજબ ફી રહેશે:
બિન નિવાસી ભારતીય માટે સંસ્થાકીય ફી (બે સત્ર માટે)

ટ્યૂશન ફી

રૂ. ૩,૩૦,૦૦૦ (પરત મળવાપાત્ર નથીં)

લાઈબ્રેરી ફી

રૂ, ૨૦,૦૦૦ (પરત મળવાપાત્ર નથીં)

વિદ્યાર્થી વિકાસ તથા મેડીક્લેઈમ

રૂ. ૧૦,૦૦૦  (પરત મળવાપાત્ર નથીં)

 

કુલ રૂ. ૩,૬૦,૦૦૦/-

સત્રનુ પુનરાવર્તન કરનારા વિદ્યાર્થીઓ માટે દરેક ગેરહાજર રહેલા સત્રમાં પ્રવેશ માટે પ્રવેશ ફી રૂ. ૫૦૦૦/- તથા વાર્ષિક ચાર્જ પેટે રૂ. ૪,૨૫૦/- તથા વિદ્યાર્થી વિકાસ તથા મેડીક્લેઈમ પેટે ઉપર જણાવ્યા મુજબ ફી ભરવાતી રહેશે.

ફી જમા કરાવવાની અંતિમ તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૦૯ છે. (એકેડેમીક કેલેન્ડર અનુસાર)

આ તારીખ ૩૧મી ઓગસ્ટ ૨૦૦૯ સુધી દિવસ દીઠ રૂ, ૧૦૦ મોડાઈ ફી તરીકે ઉમેરી ફી જમા કરાવી શકાશે. આ તારીખ પછી પણ ફી ન ભરનાર વિદ્યાર્થીને કોઈ પણ અગાઉથી સૂચના આપ્યા વિના બરતરફ કરવામાં આવશે.

સબસિડી

ધારાધોરણો અનુસાર નીચે દર્શાવ્યા મુજબ સબસિડી આપવામાં આવશે.

ક્રમ.

વાલીની આવક (વાર્ષિક)

સબસિડી

ટ્યૂશન ફી તરીકે ચૂકવવાની રકમ

રૂ. ૧ લાખ સુધી

૭૫ %

રૂ. ૧૦૦૦૦

રૂ. ૧ લાખથી ૨ લાખ સુધી

૫૦ %

રૂ. ૨૦૦૦૦

રૂ. ૩ લાખ સુધી

૨૫ %

રૂ. ૩૦૦૦૦

સબસિડી માટેનું ફોર્મ NIFTની વેબસાઈટ www.nift.ac.in પરથી મેળવી શકાશે આ માટે નીચે દર્શાવેલા સૂચનોને અનુસરશો.

‘‘બધા વિદ્યાર્થીઓ વતી બધી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ સુધી જમા થયેલી હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓ વતી સબસિડી ફોર્મ જમા કરાવવામાં આવશે, તે વિદ્યાર્થીઓને પરત આપવાની રકમ સબસિડી મેળવનાર વિદ્યાર્થીને એન.આઈ.એફ.ટી. વતી અન્ય દસ્તાવેજોની ખરાઈ અથવા પ્રવેશ છટણી જે પહેલા થઈ શકશે તે પછી પરત કરવામાં આવશે. ’’
આ માટે ડિરેક્ટર જનરલની મંજૂરી લેવાની રહેશે.

સંસ્થાકીય બાબતોના મુખ્યાધિકારી

નેશનલ ઇન્સિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી
(અભ્યાસ ક્રમ સંબંઘિત બાબતો માટે મુખ્ય કાર્યાલય)

૧૪૦૧ (૧૩)/AA/Stu. FeeStructure/06                             
૯ જુલાઈ ૨૦૦૯

પરિપત્ર
વિષય: સબસિડી ફોર્મ આપવા માટેની છેલ્લી તારીખ

સબસિડી સંબંધિત અમારા સંદેશાવ્યવહાર માં નીચે દર્શાવ્યા મુજબ સુધારો કરવામાં આવ્યો છે.

સબસિડી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ, ૨૦૦૯ રહેશે.

ઉમેદવાર સબસિડી ફોર્મ સાથે નીચે દર્શાવ્યા પ્રમાણે દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.

અ) આવકનું પ્રમાણપત્ર – રૂ. ૧૦ના નોન-જ્યુડિશીઅલ સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ તથા રોજગારી પૂરી પાડનાવ એકમ તરફથી આવકનું પ્રમાણપત્ર

બ) ટ્યૂશન ફી ભર્યાની પહોંચની નકલ(સત્ર માટે) સબસિડિ ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે.

સંસ્થાકીય બાબતોના મુખ્યાધિકારી

સબસિડી ફોર્મ ડાઉનલોડ કરવા માટે