સભ્ય થયેલ ઓનલાઇન માહિતીસંગ્રહ અને નિયતકાલિક સામયિકો
સ્ટિટ્ચ વર્લ્ડ* સાથે એપરલ રિસોર્સિસ ડોટ કોમ : www.apparelresources.com &
www.stitchworld.net
એપરલ રિસોર્સિસ ડોટ કોમ એ એપરલ મેન્યુફેક્ચરર, નિકાસકારો અને આયાતકારોને સઘન માહિતી પેકેજ પ્રસ્તાવિત કરતું, એકદમ નવાં ઉત્પાદનો અને બજારોને આવરી લેતું B2B (વ્યાપારથી વ્યાપાર) સમાચાર પોર્ટલ છે. તે ભારતીય ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ, નિકાસકારો, ખરીદદાર ગૃહો, આયાતકારો વગેરેની વર્તમાન ડિરેક્ટરિસમાં પ્રવેશ અને માહિતી ઉદ્યોગના સ્થિતિ અહેવાલો ઉપરાંત વિવિધ અન્ય સેવાઓ પૂરી પાડે છે.
ડિઝાઇન એન્ડ એપ્લાઇડ આર્ટ ઇન્ડેક્સ (DAAI) # : http://www.csa.com
ડિઝાઇન એન્ડ એપ્લાઇડ આર્ટ ઇન્ડેક્સ (DAAI) એ ડિઝાઇન અને ઉપયોગી કલાઓ પર 1973થી પ્રસિદ્ધ થતા નિયતકાલિકોમાંના લેખો અને સમાચાર એકમો માટે સાર અને પ્રકાશક-લેખકોની યાદીની નોંધો માટે અગ્રણી સ્રોત છે. તે ફેશન અને વસ્ત્રો, ટેક્સટાઇલ, ફર્નિચર, ઇન્ટિરિયર ડિઝાઇન, ઉત્પાદન ડિઝાઇન, ઔદ્યોગિક ડિઝાઇન, સિરામિક્સ, ગ્લાસ, આભૂષણો, લાકડા, ઇત્યાદિ જેવા ક્ષેત્રો આવરી લે છે. DAAI મુખ્યત્વે જર્નલ લેખો, પ્રદર્શન સમીક્ષા અને પુસ્તક સમીક્ષાની સૂચિ કરે છે. ‘વર્તમાન અને સંપૂર્ણ શ્રેણી સ્રોત સૂચિ’માં ડિઝાઇન અને ફેશન અભ્યાસ પરના મોટા ભાગનાં આંતરરાષ્ટ્રીય સામયિકો અને જર્નલોનો સમાવેશ થાય છે.
ડોનેજર ક્રિએટિવ સર્વિસિસ* (ફોર્મર્લી હિયર એન્ડ ધેર) :www.doneger.com
ડોનેજર ગ્રૂપનો વલણ અને રંગની આગાહી કરતો વિભાગ, ડોનેજર ક્રિએટિવ સર્વિસ ઉદ્યોગની દિશાની સાથે ચાલીને ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણીનો પ્રસ્તાવ કરે છે. DCS મુદ્રિત પ્રકાશનો, ઓનલાઇન સામગ્રી અને જીવંત રજૂઆતો દ્વારા સ્ત્રીઓ, પુરુષો અને યુવાન શ્રેણીમાં એપરલ, એક્સેસરિઝ અને લાઇફસ્ટાઇલ બજારોને આવરે છે. આ સેવાઓ રિટેલરો, મેન્યુફેક્ચરરો અને અન્ય સ્ટાઇલ સંબંધિત વ્યાપારોની જરૂરિયાતોને પૂરી કરે છે.
જસ્ટ-સ્ટાઇલ ડોટ કોમ # :www.just-style.com
અગ્રણી વૈશ્વિક ઉદ્યોગ સમાચાર માહિતી સંગ્રહ એવું તે એપરલ, ટેક્સટાઇલ અને ફૂટવેર ક્ષેત્રો માટે બજાર સંશોધન અને વિશ્લેષણ પૂરા પાડે છે. વિદ્યાર્થીઓ અને સંશોધકો આ b2b પોર્ટલમાં ઉચ્ચ કિંમતવાળા ઊંડા જ્ઞાનવાળા બજાર સંશોધન અહેવાલો મેળવી શકે છે.
પ્રોક્વેસ્ટ # :http://proquest.umi.com/login
પ્રોક્વેસ્ટ ABI/Inform Completeમાં પ્રવેશ આપે છે જેમાં ABI/INFORM Dateline, ABI/INFORM Global અને ABI/INFORM Trade & Industryનો સમાવેશ થાય છે. તે 4000થી વધુ વ્યાપાર અને મેનેજમેન્ટ જર્નલો જે પૈકી 2965થી વધુ શીર્ષકો (ટાઇટલ્સ) સંપૂર્ણ લખાણ છે, તેમાં ઓનલાઇન પ્રવેશ આપતો વ્યવસ્થાપન નિયતકાલિકોનો માહિતીસંગ્રહ છે. તે વ્યાપાર પરિસ્થિતિઓ, વલણો, કોર્પોરેટ રણનીતિઓ અને અન્ય વ્યાપાર વિષયોની વ્યાપક વિવિધતાની ગહન વ્યાપ્તિ (કવરેજ) આપે છે. સંપૂર્ણ લખાણમાં પ્રાપ્ય ફેશન અભ્યાસને લગતી કેટલીક અગત્યની જર્નલો છે- જર્નલ ઓફ ફેશન માર્કેટિંગ એન્ડ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ક્લોથિંગ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અન્ય.
ડેલનેટ* (આંતર પુસ્તકાલય ધીરાણ અને અન્ય સેવાઓ માટે ) :www.delnet.nic.in
ડેલનેટ ભારતની સૌથી સફળ પુસ્તકાલય નેટવર્કિંગ સાઇટ છે. તે ભારત અને વિદેશનાં 1400થી વધુ પુસ્તકાલયોના સંગ્રહની સૂચિ (કેટલોગ)માં પ્રવેશ આપે છે. સભ્ય પુસ્તકાલયોના વપરાશકારો તેમના પોતાના પુસ્તકાલયમાં ઓનલાઇન વિનંતી દ્વારા તમામ સહભાગી પુસ્તકાલયોમાંથી પુસ્તકો ઉછીનાં લઈ શકે છે. ડેલનેટને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, માહિતી ટેક્નોલોજી મંત્રાલય, સંદેશા અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર અને સાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકારની મદદ મળી રહી છે.
# નેશનલ રિસોર્સ સેન્ટર કોનન્સોર્ટિયમ દ્વારા સભ્ય થયેલ છે
* NIFTદિલ્હીમાં જ સભ્ય થયેલ છે
(માત્ર નોંધાયેલા સભ્યો જ આ સભ્ય થયેલ માહિતીસંગ્રહો અને નિયતકાલિકોમાં પ્રવેશ મેળવી શકે છે. કૃપયા યુઝર આઇડી અને પાસવર્ડ માટે રિસોર્સ સેન્ટરનો સંપર્ક કરો.)