નીફટ - સ્થાનન

 
 
રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
         
      સ્થાનન        
 
sign up for e-zine  
 
 

કેમ્પસમાં જ નિમણૂંક માટે પસંદગી  ( પ્લેસમેન્ટ)


એનઆઇએફટીનો મુખ્ય હેતુ ભારતીય ફેશન ઉધોગને  વૈશ્વિક અર્થતંત્રમાં બહેતર રીતે મુકાબલો કરી શકે તેવો સક્ષમ બનાવવામાં નેતૃત્વ પૂરું પાડવાની   ક્ષમતા ધરાવતા  ફેશન ડિઝાઇન, ટેકનોલોજી અને વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં ઉચ્ચ સક્ષમ પ્રૌધોગિક વ્યવસાયિકોનું  પરિણામલક્ષી બને તેટલી મોટી સંખ્યામાં સંવર્ધન કરવાનો છે.
એનઆઇએફટીના વ્યવસાયિકો એક દેશ આપી શકે તેવા સૌથી સર્જનાત્મક દિમાગ ધરાવનારા લોકો છે જેઓ શ્રેષ્ઠ હાંસલ કરવાની ધગધગતી ઇચ્છા ધરાવતા હોય, જેઓ  તેમના અધ્યાપકોને સતેજ કરે તેવાં ઉત્તેજક અને પડકારરૂપ શૈક્ષણિક સમયગાળામાંથી પસાર થાય છે  અને તેમને  સતત પરિવર્તનશીલ ફેશન વિશ્વના કોઇ પણ પડકારોનો સામનો કરવા માટે સજજ કરે છે.

એનઆઇએફટી ઉધોગ સંપર્ક એકમ એનઆઇએફટીની પદવી મેળવતા વિદ્યાર્થીઓને પડકારરૂપ સ્થાનો પર તેમની કારકિર્દીની શરૂઆત થાય તે માટે  સક્ષમ બનાવવા કેમ્પસમાં જ નિમણૂંકો ( પ્લેસમેન્ટ)ની સવલત આપે છે.  અગ્રણી રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ એનઆઇએફટી વ્યવસાયિકોની ભરતી માટે કેમ્પસમાંજ  પસંદગી અને નિમણૂંકો ( કેમ્પસ પ્લેસમેન્ટ)માં સામેલ થાય છે

.
આ પ્લેસમેન્ટમાં હાજરી આપતી કંપનીઓનું સ્વરૂપ વૈવિધ્ય નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે અને તેમાં ઉધોગના વિવિધ ક્ષેત્રો જેવાં કે વિશાળ કદના છૂટક વિક્રેતાઓ, બ્રાન્ડ માર્કેટર્સ, ઉત્પાદકો, સલાહકાર સંસ્થાઓ, કાપડ મિલો, ઘર રાચરચીલાં  કંપનીઓ, ડિઝાઇન બીપીઓ, ટેકનોલોજી ઉકેલ ઉપલબ્ધ કરાવનારાઓ  અને વિશાળ ઉત્પાદક કંપનીઓની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડઝ પણ તેમની વિશેષ જરૂરીયાતો પ્રમાણે ઇન્સ્ટીટયુટના પ્રતિભાશાળી સ્નાતકોને નિમણૂંક આપવા માટે કેમ્પસની મુલાકાતે આવે છે. 


વિભાગ પ્રમાણે કેટલાક નોકરીદાતાઓનાં નામ

માસ્ટર્સ ઓફ ફેશન મેનેજમેન્ટ: અભિષેક ઇન્ડસ્ટ્રીઝ, એડીદાસ, આદિત્ય બિરલા ગ્રૂપ, અમેરિકન પેસિફિક, આર્થર એન્ડરસન, અરવિન્દ મિલ્સ, આશીમા, બેનેટોન, બ્લેકબેરીઝ, બોડી શોપ, બુસાના એપરેલ ગ્રૂપ, કેલ્વીનક્લેઇન, કેનેરી બ્લ્યુ, કેરીફોર, કલર પ્લસ, ક્રિએટીવ ગ્રૂપ, ક્રીએટનેટ, ડેબેનહેમ્સ, ઇસ્ટવેસ્ટ, એસપ્રિટ, ફેબઇન્ડિયા, એફકુક, ફેડરેટેડ ગ્રૂપ, ફ્રાન્સિસ વેક્ઝીઆર્ગ, ફ્યુચર ગ્રૂપ, ગેપ ઇન્ડિયા, ગિવો, ઇન્ડિય ટેરેઇન, ઇન્ફોસીસ, આઇટીસ વીલ્સ લાઇફસ્ટાઇલ, જેડબલ્યુટી, કૌટોન્સ, લેકોસ્ટે, લેન્ડમાર્ક, લેવીસ, લી એન્ડ ફૂન્ગ, લાઇફસ્ટાઇલ , માર્કસ એન્ડ સ્પેન્સર, માસ્ટ લંકા, મેકેન, એરીક્રોન, મેકીન્સી વગેરે.

માસ્ટર્સ ઓફ ફેશન ટેકનોલોજી:  એમ્બેટુર કલોથિંગ કંપની, અરવિંદ મિલ્સ, બુસાના એપરેલ ગ્રૂપ, એપિક ડિઝાઇન, ગોકલદાસ ઇમેજિસ, ઇમ્પલ્સ, એચ એન્ડ એમ, આઇટીસી એલઆરબીડી, કેએસએ ટેકનોપેક, મદુરા ગાર્મેન્ટસ, પેન્ટાલુન એક્સપોર્ટ ગાર્મેન્ટ, ટ્રાઇબર્ગ, ટેક્સપોર્ટ ગાર્મેન્ટસ, નેટવર્ક કલોથિંગ લિમિટેડ, ઇન્ટીમેટ એપરેલ્સ, પેટેક્સ ઇન્ડિયા, આલોક ઇન્ડસ્ટ્રીઝ, નાઇક, એડીદાસ , લી એન્ડ ફૂન્ગ, ઓરિએન્ટ ક્રાફટ, શાહી એક્સપોર્ટ હાઉસ , રીચા ગ્રૂપ, એલએનજે ભીલવારા ગ્રૂપ, રેમન્ડસ, બ્લેકબેરીઝ, ક્રિએટનેટ , કૌટોન્સ, લેન્ડમાર્ક, એએમસી, ઓજીટીસી ગ્રૂપ વગેરે.

બેચલર ઓફ ડિઝાઇન ( ફેશન ડિઝાઇન) : અરવિંદ ગાર્મેન્ટસ, બેનેટોન , ફ્રિલૂક, ઇન્ડુસ લીગ કલોથિંગ, આઇટીસી લિમિટેડ, લેવિસ, લાઇફસ્ટાઇલ,મદુરા ગાર્મેન્ટસ, મોડેલામા એક્સપોર્ટ, ઓમેગા ડિઝાઇન્સ, ઓરિએન્ટ ક્રાફટ, પેન્ટાલૂન, પ્રોલાઇન, શાહી એક્સપોર્ટ, સ્પાન ઇન્ડિયા , સ્પાયકર, સ્વારવોસ્કી ઇન્ડિયા, યુનીસ્ટાઇલ ઇન્ડિયા, રોહિત બાલ, ગૌરવ જેવા ડિઝાઇનર્સ વગેરે,

બેચલર ઓફ ડિઝાઇન ( એસેસરી ડિઝાઇન): ગોદરેજ, મેટ્ટી ડિઝાઇન, યુનાઇટેડ કલર ઓફ બેનેટોન, પેન્ટાલૂન, વેસ્ટસાઇડ , એડીદાસ, એપીસોડ, રિલાયન્સ રિટેઇલ, ચેરબોન, સ્વારવોસ્કી, ટિફાની, માઇકલ એરામ, લી એન્ડ ફૂન્ગ, ડી' દમાસ, લિબર્ટી શુઝ લિમિટેડ, ગીતાંજલિ જવેલરી પ્રાઇવેટ લિમિટેડ, વીઆઇપી લગેજ, તનિશ્ક, ટાઇટન, આઇટીસી વીલ્સ લાઇફસ્ટાઇલ રવિસાન્ત વગેરે.

બેચલર ઓફ ડિઝાઇન ( લેધર ડિઝાઇન): એબીસી લેધર્સ લિમિટેડ, આલ્પાઇન ઇન્ટરનેશનલ, એપોલો ઇન્ટરનેશનલ, બીસીસી, ભારતીય ઇન્ટરનેશનલ, સેન્ચુરી ઓવરસીઝ, બીઓએસ, ઇમ્પલ્સ, કબીર લેધર્સ , લિબર્ટી, લાઇફસ્ટાઇલ રાબીયા લેધર્સ, સુપરહાઉસ લેધર્સ લિમિટેડ, ટ્રાઇબર્ગ, વિવાલ્ડી લેધર્સ,  જે જે વાલીયા, વરૂણ બહલ , માનવ ગંગવાણી જેવા ડિઝાઇનર્સ વગેરે.

બેચલર ઓફ ડિઝાઇન (ટેક્ષ્ટાઇલ ડિઝાઇન) : અરવિંદ મિલ્સ, ઇન્ડિયા ટેરેઇન, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, મદુરા બ્રાન્ડસ, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, નાહર ઇન્ડસ્ટ્રીઝ, શિંગોરા ઇન્ટરનેશનલ, અમ્બાડી એન્ટરપ્રાઇઝીસ, ક્રુ બીઓએસ, હિંમ્મતસિંગકા સેઇડે, અભિષેક ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પન ઇન્ડિયા, શેડ્ઝ ઓફ ઇન્ડિયા, લાઇનએનસ્કેપ્સ (ઇન્ડિયા) લિમિટેડ, ટેક્ષ્ટ્રેડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, મુરા ફેબ્રિકસ, પોર્ટીકો, ક્રિએટીવ મોબુસ ફેબ્રિકસ , રાટેરીયા એક્સપોર્ટ, મહાજન ઓવરસીઝ, ટ્રાઇબુર્ગ, ભારત સિલ્ક્સ થર્ડ વર્લ્ડ એક્સપોર્ટસ, ધ શોપ વગેરે.

બેચલર ઓફ ડિઝાઇન (નીટવેર ડિઝાઇન): મદુરા ગાર્મેન્ટસ આઇટીસી એલઆરબીડી, ગેપ, ટ્રાઇબર્ગ, રેમન્ડ, ગુપ્તા એક્ઝિમ, કેસ્કેડ એન્ટપ્રાઇઝીસ, પ્રતિભા સિન્ટેક્સ, નાહર ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એસપીએલ ઇન્ડસ્ટ્રીઝ, રાજાહ હોઝીયરી, ઓસ્વાલ વુલન મિલ્સ, યુનિ સ્ટાઇલ ઇમેજિસ, ઇન્ડિયન ટેરેઇન, ઇમ્પલ્સ, અરવિંદ બ્રાન્ડસ, ઓરિએન્ટ ક્રાફટ, લાકરા બ્રધર્સ, મેટ્રીક્સ , આરએમએસ જોસ વગેરે.

બેચલર ઓફ ડિઝાઇન (ફેશન કોમ્યુનિકેશન):  પેન્ટાલૂન, શોપર્સ સ્ટોપ, માર્કસ એન્ડ સ્પેન્સર્સ, ક્રિસ્ટીઅન ડિઓર, લાઇફસ્ટાઇલ બેનેટોન, લિબર્ટી, ફ્રિલૂક, લોપેઝ ડિઝાઇન્સ, મેરી ક્લેઇર, ઇમેજિસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, એશિયન એજ, કૌઉટુર એશિયા, ફેમિના, એફડીસીઆઇ, એમટીવી, એનડીટીવી, ટાઇમ્સ નાઉ, હેડલાઇન્સ ટૂડે, પરફેક્ટ રિલેશન્સ, વિઝક્રાફટ, ઓજિલ્વી એન્ડ મેથર, લીન્ટાસ મદુરા ગાર્મેન્ટસ, એનકમ્પાસ ઇવેન્ટસ, વોગ, ક્રિએટીવ ક્રેસ્ટ, જેડબલ્યુટી, આઇસી, તનિશ્ક, વગેરે.

બેચલર ઓફ ફેશન ટેકનોલોજી (એપરેલ પ્રોડકશન): પોકાર્ના ગ્રૂપ, જીની એન્ડ જોની, ઇન્ટેગ્રા એપરેલ્સ, થર્ડ આઇસાઇટ, ટેફેલીસ, લગુન કલોથિંગ, એવાયએન એસેસરીઝ (હોંગકોંગ), પેન્ટાલૂન, આઇટીસી એઆરબીડી, કલર પ્લસ, સેલિબ્રીટી ફેશન્સ, એમબેટ્ટુર, કલોથિંગ કમ્પની, એલટી કાર્લે, આરએમએક્સ જોસ, ટેક્સપોર્ટ સિન્ડિકેટ, ગોકલદાસ એક્સપોર્ટ વગેરે.

સરેરાશ પગારધોરણો

 

એનઆઇએફટી પ્લેસમેન્ટ 2007

એનઆઇએફટી પ્લેસમેન્ટ 2008

અનુસ્નાતક અભ્યાસક્રમ

વાર્ષિક રૂપિયા 3.85 લાખ

વાર્ષિક રૂપિયા 3.78 લાખ

સ્નાતક અભ્યાસક્રમ

વાર્ષિક રૂપિયા 2.94 લાખ

વાર્ષિક રૂપિયા 2.58 લાખ