રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
         
      સ્થાનન        
 
sign up for e-zine  
 
 

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી

ઉદ્યોગ સાથે સંકળાયેલ એકમ

જાન્યુઆરી ’09 કેમ્પસ પ્લેસમેન્ટ્સનો રિપોર્ટ

NIFT કેમ્પસ પ્લેસમેન્ટ્સ 2009નું પ્રથમ ચરણ વિવિધ NIFT કેન્દ્રો ખાતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ’09 મહિનામાં સ્થળ પર (ઓન સાઇટ) યોજવામાં આવ્યું છે અને હાલમાં સ્થળ બહાર (ઓફ સાઇટ) પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. સ્થળ પર પ્લેસમેન્ટનું બીજું ચરણ જૂન 2009ના મહિનામાં યોજવા આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 109 કંપનીઓએ ભાગ લીધો છે અને તેમની ખાસ જરૂરિયાતો પૂરી કરવા સંસ્થાના પ્રતિભાવાન સ્નાતકોને સમાવવા માટે પરિસરની મુલાકાત લેનાર કંપનીઓમાં ઉદ્યોગના વિવિધ ભાગો જેવા કે એક્સેસરિઝ ટ્રેડિંગ, ડિઝાઇનર્સ, મેન્યુફેક્ચરર, નિકાસકારો, ખરીદદાર સંસ્થાઓ, સલાહકારો, રિટેલર્સ, બ્રાન્ડ માલિકો, ટેક્સટાઇલ મિલ્સ, હોમ ફર્નિશિંગ કંપનીઓ, ટેક્નોલોજી સોલ્યુશન પ્રોવાઇડર્સ તેમજ કેટલાક આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરર્સ છે.

હાજર રહેલ બેચની સંખ્યા 1546 હતી અને તેમાંથી 73% વિદ્યાર્થીઓ કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લેવા રસ ધરાવતા હતા. કેમ્પસ પ્લેસમેન્ટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 31%ને અત્યાર સુધીમાં પ્લેસમેન્ટ મળી ગયું છે. આ વર્ષે NIFTએ ઓનલાઇન નોંધણીની સુવિધા પણ આપી છે.

ફેશન ટેક્નોલોજી અને ફેશન ડિઝાઇનના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ પૈકી મોટા ભાગનાને મેન્યુફેક્ચરર-નિકાસમાં પ્લેસમેન્ટ મળ્યું હતું.

જુદાજુદા પ્રોગ્રામ્સ માટે જાન્યુઆરી કેમ્પસ પ્લેસમેન્ટ 2009 દરમિયાન પ્રતિ વર્ષ લાખમાં સરેરાશ પગાર નીચે મુજબ હતો :-

માસ્ટર્સ પ્રોગ્રામ માટે - 2.63

બેચલર્સ પ્રોગ્રામ માટે - 2.18

વર્ષ 2009માં NIFTના વિદ્યાર્થીઓની ભરતી કરનાર કેટલીક કંપનીઓ છે- કલર પ્લસ, TCNS, ટાટા ઇન્ટરનેશનલ, શાહી એક્સપોર્ટ હાઉસ, LSD લાઇફસ્ટાઇલ્સ પ્રા. લિ., ઇમ્પલ્સ, રેડીમેડ સોલ્યુશન્સ, કોન્ટેક્ટ કમ્યૂનિકેશન, મારલ ઓવરસીઝ, ટેફલ્સ, ઓરિએન્ટ ક્રાફ્ટ, નાગપ્પા એન્ડ સન્સ, બોમ્બે રેયોન ફેશન લિ., ઇઝેક્સ ફેશન પ્રા. લિ., રન્ના ગિલ, સિક્કિમ મણિપાલ યુનિવર્સિટી. આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે – મેફેર-દુબઈ, સાઇટેક્સ-વિયેતનામ

અગાઉના વર્ષોની જેમ NIFTના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્લેસમેન્ટ મળ્યું હતું. ટકાવારીમાં સેક્ટર અનુસાર પ્લેસમેનટ નીચેના પાઇ ચાર્ટમાં બતાવવામાં આવ્યું છે. જાન્યુઆરી કેમ્પસ પ્લેસમેન્ટ્સ ’09માં ઉદ્યોગ ક્ષેત્રો

BACK