રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન
     
       
      પ્રવેશ        
 
sign up for e-zine  
 
 

આરક્ષિત બેઠકો

અનુસુચિત જાતિ/અનુ સુચિત જનજાત/શારિરીક રીતે વિકલાંગ/વિદેશી/સાર્ક/બિન નિવાસી ભારતીય માટે નીચે દર્શાવ્યા મુજબ બેઠકો આરક્ષિત રાખવામાં આવી છે.

અનુસુચિત જાતિ

૧૫%

અનુસુચિત જનજાત

૭.૫ %

અન્ય આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ

અહીં કાર્યક્રમ અનુસાર આરક્ષિત બેઠકોની ટકાવારી અલગ-અલગ હશે જે જે-તે શાખામાં પ્રવેશ માટેના પરિણામ સમયે આવશ્યક માળખાંને ધ્યાનમાં રાખી જાહેર કરવામાં આવશે.

શારિરીક રીતે વિકલાંગ

૩ %

                               
(૪૦ %  કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે)

વિદેશી/સાર્ક/બિન નિવાસી ભારતીય ૧૫ % (પૂરક)

આ દરેક કેટેગરી માટે નીચે દર્શાવેલી બાબતોને ધ્યાનમાં રાખવી.
એસ.ટી./એસ.સી. ઉમેદવાર: આ આરક્ષિત જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારે અરજીપત્રક સાથે જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશેય જે જે-તે રાજ્ય/પ્રદેશ/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત સત્તા વતી અપાયેલું હોવું જોઈએ.

.બી.સી. ઉમેદવાર

આ આરક્ષિત જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારએ અરજીપત્રક સાથે જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશેય જે જે-તે રાજ્ય/પ્રદેશ/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત સત્તા વતી અપાયેલું હોવું જોઈએ. જે તેઓ અન્ય સવર્ણ જાતિમાં ગણાતા નથી તે રજૂ કરતું હોય

શારિરીક રીતે વિકલાંગ

આ આરક્ષિત જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારએ કેન્દ્રીય રોજગાર મંત્રાલય સાથે સંલગ્ન વોકેશનલ રિહેબિલીટેશન સેન્ટર સાથે મેડીકલ બોર્ડ વતી આપવામાં આવેલું વિકલાંગતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જેમાં તેઓ ૪૦ % કે તેથી વધુ વિકલાંગતા ધરાવે છે તે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય

આ કાર્યક્રમ માટે યોગ્યતા ન ધરાવનાર ઉમેદવારનું નામાંકન રદ કરવાનો સંપૂર્ણ અધિકાર એન.આઈ.એફ.ટી.નો રહેશે.

વિદેશી/સાર્ક/બિન નિવાસી ભારતીય

કુલ બેઠકોમાંથી ૧૫% બેઠકો આ ક્વોટા હેઠળ
આરક્ષિત રાખવામાં આવશે. જે પૂરક ધોરણે રહેશે. અરજી કરનાર ઉમેદવાર
વિદેશી, સાર્ક કે બિન નિવાસી ભારતીય છે તે માટે તેમના આવક વેરા કાયજા ૧૯૬૧ મુજબ નક્કી કરવામાં આવશે.

આ વિદેશી/સાર્ક/બિન નિવાસી ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાને આધારે પ્રવેશ આપવામાં આવશે. આ કેટેગરી હેઠળ
અરજી કરનારા ઉમેદવારોએ સામાન્ય રીતે જે-તે દેશમાં ભારતીય દૂતાવાસના કાર્યાલય ખાતે લેવામાં આવશે.

આ ક્વોટામાં પ્રવેશ મેળવનાર ઉમેદવારએ દરેક વર્ષ (વાર્ષિક બે સત્ર)માટે રૂ. ૩,૬૦,૦૦૦ ફી તરીકે ભરવાના રહેશે. અને કાયદાકીય વસવાટ માટેની મંજૂરી તથા સ્ટુડન્ટ વિઝા લેવાના રહેશે.