રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા
ગાંધીનગર
     
      ઉપયોગની શરતો  
   
 
 

Intranet Login

Username:

Password:

niftmail
 

નિફટની વેબસાઇટનો ઉપયોગ કરતા પહેલા મહેરબાની કરીને કાળજીપૂર્વક વેબસાઇટ ઉપયોગની શરતો વાંચો જો આપ આ શરતો સાથે અસહમત હોય તો, મહેરબાની કરીને વેબસાઇટનો ઉપયોગ કરશો નહી.

ઇચ્‍છિત ઉપયોગ - વેબસાઇટનું સંચાલન તેમજ જાળવણી નિફટ દ્વારા કરવામાં આવે છે અને આપનો આ વેબસાઇટનો ઉપયોગ, ભારતીય કાયદાઓની લાગુ પડતી શરતોને આધિન છે. આપને આ વેબસાઇટનો ઉપયોગ એ શરતે કરવા દેવામાં આવે છે કે આપ અહીંયા દર્શાવેલ તમામ શરતોને તેમજ સુચનાઓને કોઇપણ જાતના અંગત વાંધા તેમજ બદલાવ વગર સ્‍વીકારો છો. આ વેબસાઇટની સાથે સંકળાયેલી નિફટની અન્‍ય વેબસાઇટો, લિન્‍કો (સંયુકત રીતે ઇ સાઇટથી ઓળખાશે) તમામ માહિતી, માહિતી આદાન પ્રદાન, સોફટવેર, લખાણ છબીઓ, દ્રશ્‍ય-સામગ્રી, સંગીત, અવાજો, પ્રતિકો દ્રશ્‍યો તેમજ આ વેબસાઇટો ઉપર ઉપલબ્‍ધ, અન્‍ય સેવાઓ તેમજ અન્‍ય સામગ્રીઓ ( આ બધાને સંયુકત રીતે કન્‍ટેન્‍ટ - વિષય સામગ્રી કહેવાશે) વગેરે સમગ્ર નિફટ પરિવાર, ભાવિ વિદ્યાર્થીઓ, વ્‍યવસાયિકો, ધંધાદારોઓના વપરાશ માટે છે. આ વેબસાઇટનું આંશિક તેમજ સંપૂર્ણ નિયમન તેમજ સંચાલન, ભારતમાં આવેલા નિફટના જુદા જુદા કેન્‍દ્રોમાંથી નિફટના વેબસાઇટ સંયોજકો દ્વારા કરવામાં આવે છે. નિફટ એવો કોઇપણ પ્રકારનો દાવો કરતું નથી કે આ વિષય સામગ્રીઓ અન્‍ય સ્‍થળોએ ઉપલબ્‍ધ અથવા વપરાશ માટે યોગ્‍ય છે. અન્‍ય સ્‍થળોએથી આ વેબસાઇટની મુલાકાત લેવાવાળાઓ તેમજ જોખમે તેમજ લાગુ પ્‍ડતા સ્‍થાનિક કાયદાઓના પ્રત્‍યે જવાબદાર રહીને આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. વેબસાઇટના મુલાકાતીઓએ એ બાબત સ્‍વીકારવાની છે કે ટેકનિકલ તેમજ વિષયવસ્‍તુની સલામતીના હિતોને ધ્‍યાનમાં લેતાં, કોઇપણ વ્‍યક્તિને કોઇપણ સમયે કોઇપણ જાતનું કારણ દર્શાવ્‍યા વગર આ વેબસાઇટમાં પ્રવેશ લેતા રોકવાનો અબાધિત અધિકાર નિફટ પાસે છે.

શરતોમાં પરિવર્તન
નિફટ, પોતાની વિવેકબુધ્‍ધિ અનુસાર, કોઇ૫ણ સમયે, કાંઇપણ પૂર્વ સુચના આપ્‍યા વગર, કોઇ૫ણ શરત કે શરતોમાં, વિષય-સામગ્રીમાં કોઇ૫ણ જાતનું પરિવર્તન, સુધારા વધારા, ઉમેરણ તેમજ તેને રદબાતલ કરવાનો અધિકાર ધરાવે છે.

શરતોની સ્‍વિકૃતિ
આપ સ્‍વિકારો છો કે નિફટની કાર્યરિતિ, નિયંત્રણો, તેમજ લાગુ પડતાં તમામ કાયદાઓના પાલન અંગેની આ૫ની સહમતિ આપ આપો છો.  આપ આ બાબત સાથે ૫ણ સહમત છો કે તમામ સ્‍થાનિક કાયદાઓ, નિયંત્રણો તેમજ ઓનલાઇન વ્‍યવહાર તેમજ સ્‍વિકૃત વિષય સામગ્રી અંગેના તમામ સ્‍થાનિક કાયદાઓ, નિયંત્રણો, તેમજ નિયમોનું પાલનની બાબતમાં પણ આ૫ સહમત છો તેમજ ઉ૫રોકત બાબતો આ૫ના માટે બંધનકર્તા છે.  અન્‍ય કોઇ ૫ણ વ્‍યકિત વતીથી અથવા આ૫ના વતીથી આ શરતોને સ્‍વિકારવાની આપની સાથે  કાનુની સત્‍તા છે.  જો  આપ આ શરતો સાથે અસહમત હોવ તો, મહેરબાની કરીને આ સાઇટનો ઉ૫યોગ કરશો નહીં.

વિષય સામગ્રી ઉ૫યોગ નિયંત્રણો
મુદ્રણ અધિકાર © 2007   નિફટ, ભારતઃ સમગ્ર વિશ્‍વમાં આ હકો નિફટને આધિન છે.  આ વેબસાઇટની કોઇ૫ણ વિષય વસ્‍તુનું અનઅધિકૃત રીતે અનુકરણ, રજુઆત, રૂપાંતર તેમજ અન્‍ય કોઇ૫ણ પ્રકારનો ઉ૫યોગ એ નિફટ-કાયદાઓનું  ઉલ્‍લંઘન છે.  આ૫ સ્‍વિકારો છો કે આ૫ને નિફટ ધ્‍વારા સુચવવામાં આવ્‍યું છે કે, વેબસાઇટની વિષય વસ્‍તુ, ભારતમાં તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે જુદા જુદા કાયદાઓ, હક કાયદા, સંધિ જોગવાઇઓ, વેપારચિન્‍હ કાયદાઓ, પેટન્‍ટ કાયદા, પ્રાધાગિકી ડિઝાઇન કાયદાઓ તેમજ અન્‍ય સં૫ત્‍તિ અધિકારના કાયદાઓ (સંયુકતરીતે ‘હકકો’ ) તેમજ અન્‍ય કાયદાઓથી સુરક્ષીત છે.  વિષય-વસ્‍તુ  ઉ૫રના નિફટના વ્‍યકિતગત હકો ઉ૫રાંત નિફટ તેમજ તેના લાયસંસ ધારકો વિષય-વસ્‍તુની ગોઠવણી, સંયોજન તેમજ ૫સંદગીનો મુદ્રણ અધિકાર ધરાવે છે.  આ૫ને આ વેબસાઇટની વિષય સામગ્રીને સંપૂર્ણ કે આંશિક રીતે, અંગત, બિન વ્‍યાવસાયિક ઉ૫યોગ તેમજ આ વેબસાઇટ ઉ૫રથી વિવિધ ઉત્‍પાદનો તેમજ સેવાઓ માટે ઓર્ડર આ૫વાની મંજુરી આ૫વામાં આવે છે.  જો આ૫ના ધ્‍વારા વેબસાઇટ ઉ૫યોગના કોઇ૫ણ કાયદાનું ઉલ્‍લંઘન થશે તો આ ઉ૫યોગ મંજુરી આપોઆ૫ રદબાતલ થશે.

વેબસાઇટ ઉપયોગ કર્તાઓને આ વેબસાઇટનો વ્‍યાપારી હેતુઓ માટે ઉ૫યોગ કરવાની મંજુરી આ૫વામાં આવતી નથી.  વેબસાઇટ ઉ૫યોગ કર્તાઓ, આ વેબસાઇટ ઉ૫ર ઉ૫લબ્‍ધ સામગ્રીને વર્ગીકૃત કરવા, સંગહિત કરવા, અન્‍યને આપવા અથવા અન્‍ય રીતે રજુ કરવા માટે સ્‍પાઇડર્સ, રોબોટસ, અથવા અન્‍ય ઓટોમેટેડ ડેટા માઇનીંગ પધ્‍ધિતઓનો ઉ૫યોગ કરી શકશે નહીં. વેબસાઇટ ઉ૫યોગકર્તાઓ ઓવરલોડીંગ, ફલડીંગ, મેઇલ બોમ્‍બીંગ અથવા વેબસાઇટ ક્રેશીંગ જેવી પ્રવૃત્‍તિઓ ધ્‍વારા વેબસાઇટના સંચાલનમાં તેમજ અન્‍ય ઉ૫યોગ કર્તાઓના આ વેબસાઇટના ઉ૫યોગ દરમ્‍યાન કોઇ૫ણ પ્રકારની ખલેલ પહોંચાડી શકશે નહીં.  આ૫ આ વેબસાઇટ ધ્‍વારા આપના વ્‍યવસાયના અથવા સેવાઓની જાહેરાત, રજુઆત તેમજ બિનઅપેક્ષિત ઇ મેઇલ મોકલવા માટે કરી શકશો નહીં.  આ ઉપરાંત કોઇ૫ણ ઇ મેઇલ કે પોસ્‍ટીંગમાં આપની સાચી ઓળખ છુપાવી અથવા ખોટી ઓળખ ઉભી કરી શકશો નહીં. અન્‍ય કોઇ વેબસાઇટમા, નિફટની વેબસાઇટના કોઇ અંશને રજુ કરી શકશો નહી અથવા અન્‍ય કોઇ વેબસાઇટ ઉપરથી આ વેબસાઇટના પેઇજ ઉપર જોડાણ (લિન્‍ક) કરી શકશો નહી.

વ્‍યાપાર ચિન્‍હો અને સેવા ચિન્‍હો
નિફટની વેબસાઇટ ઉપર જોવા અસંખ્‍ય માલિકી દર્શક ચિન્‍હો, સેવા ચિન્‍હો, વેપર ચિન્‍હો, સેત્રોના માલિકી હકો  કે જેમાં નિફટની પણ સામેલ છે તેવા સંબધિત માલિકો પાસે છે. આ વ્‍યાપારી ચિન્‍હો કે સેવા ચિન્‍હોના માલિકની કાયદેસરની મંજુરી વગર, નિફટની વેબસાઇટ ઉપર ઉપલબ્‍ધ સેવા ચિન્‍હો તેમજ વ્‍યાપારી ચિન્‍હો અનઅધિકૃત ઉપયોગ કરવાની મંજુરી નથી. કોઇપણ વ્‍યક્તિ કે વય્‍ક્તિઓ, સંગઠનો, વ્‍યાપારી મંડળો અથવા સમુહો દ્વારા આ વ્‍યાપાર ચિન્‍હો તેમજ સેવા ચિન્‍હો તેમજ સેવાઓનો દુરુપ્‍યોગ અથવા તેને લગતા કોઇપણ કાયદાનું ઉલ્‍લંધન થશે તો તેઓ તેમના વિરુધ્‍ધ કાયદેસરની કાર્યવાહી જેવી કે ગેરકાયદેસર પ્રવેશ તેમજ કાયદાઓના ઉલ્‍લંધન વગેરે કારણોસર ભોગવવા પડતા, કાનુની પરીણામો કે જેવા વેબસાઇટ ઉ૫યોગ ઉ૫ર પ્રતિબંધ, નુકશાની બદલ વળતર વગેરે પગલાં સામેલ છે. તે કરવામાં આવશે.

નિફટની પૂર્વ લેખિત મંજુરી વગર નિફટના કોઇપણ વ્‍યાપારી ચિન્‍હો કે સેવા ચિન્‍હના હાયપર લિન્‍ક તરીકે ઉ૫યોગ કરી શકાશે નહી.

થર્ડ પાર્ટી વેબસાઇટ સાથેના જોડાણ - નિફટની વેબસાઇટ, વર્લ્‍ડ વાઇડ વેબની થર્ડ પાર્ટી સાઇટ અથવા અન્‍ય સ્‍ત્રોતો સાથે જોડાણ પુરુ પાડી શકે છે. નિફટની વેબસાઇટના ઉ૫યોગ દ્વારા આપ અન્‍ય કોઇપણ વેબસાઇટમાં પ્રવેશ મેળવી શકો છો તેવું નિવેદન નિફટ કરતું નથી કારણ કે આવી વેબસાઇટો કે સ્‍ત્રોતો ઉપર નિફટનૂ; કોઇપણ પ્રકારનું નિયંત્રણ નથી. આપ આ બાબત સ્‍વીકારીને સહમત થાવ છો કે નિફટ આવી કોઇપણ બહારની વેબસાઇટ કે સ્‍ત્રોતની ઉપલબ્‍ધિ કરાવવા માટે જવાબદાર નથી તેમજ આવી વેબસાઇટસ તેમજ સ્‍ત્રોતો ઉપર ઉ૫લબ્‍ધ કોઇપણ પ્રકારની વિષયવસ્‍તુ, જાહેરાત, ઉત્‍પાદકો, સેવાઓ કે સામગ્રીઓ માટે જવાબદાર નથી. આપ દ્વારા એ બાબતની ચોક્કસાઇ રાખવાની છે કે આપના ઉપયોગ માટે આપ જે પણ કાંઇ પસંદ કરો છો તે વાઇરસો, વોમ્‍સ, ટ્રોજનહોર્સિઃસ તથા અન્‍ય નુકશાનકારક બાબતોથી મુકત હોય. નિફટની વેબસાઇટ ઉપર થર્ડ પાર્ટીના ઉલ્‍લેખ પામતા નામો પ્રતિકો, ઉત્‍પાદનો કે થર્ડ પાર્ટી સાઇટસ ઉપર હાઇપર ટેકસટના જોડાણો અથવા અન્‍ય માહિતી માત્ર આપની અનુકુળતા માટે પુરી પાડવામાં આવે છે અને તેનો અર્થ એવો થતો નથી કે થર્ડ પાર્ટીના ઉત્‍પદનો તેમજ સેવાઓ સાથે નિફટનું કોઇપણ પ્રકારનુ: જોડાણ છે, અથવા નિફટ દ્વારા અભિકૃત તેમજ સ્‍વીકૃતિ પામેલ છે. નિફટ થર્ડ પાર્ટી વિષય વસ્‍તુ માટે કોઇ ખાતરી કે આવેદન આપતુ નથી.

ખાતરીનો અસ્‍વીકાર (ડિસક્લેઇમર ઓફ વોરન્‍ટી)
નિફટની વેબસાઇટ ઉપરથી અન્‍ય કોઇપણ વેબસાઇટ ઉપર થતા જોડાણ અથવા નિફટની પોતાની વેબસાઇટના વિષયવસ્‍તુના સંદર્ભમાં તેની ઉપલબ્‍ધતા, ઉ૫યોગ સમય-પાલનતા, સુરક્ષા, પ્રમાણિકતા, ચોક્કસાઇ, વિશ્‍વાસપાત્રતા તેમજ વેબસાઇટના ઉ૫યોગથી ઉદભવતા પરિણામો અંગે કોઇ ખાતરી આપતું તેમજ આવો કોઇ દાવો કરતુ નથી. નિફટની વેબસાઇટના ઉપયોગ થકી ડાઉનલોડ કરેલ અથવા અન્‍ય કોઇ પણ રીતે પ્રાપ્‍ત કરેલ સામગ્રીએ આપની વિવેકબુધ્‍ધિ અનુસાર તેમજ આપના જોખમે છે આ વેબસાઇટ ઉપર ઉ૫લબ્‍ધ વિષયવસ્‍તુને ‘ જેમ છે તેમ અને જયાં જયારે જેવી છે તેવી ’ ઉ૫લબ્‍ધતાને આધારે કોઇપણ જાતની સ્‍પષ્‍ટ કે ગર્ભિત ખાતરી આપ્‍યા વગર પુરી પાડવામાં આવે છે. લાગુ પડતા તમામ કાયદાઓ અંગે જેટલી હદ સુધી માહિતી છે. તેને ધ્‍યાનમાં લઇ ‘ ઝેન ડિઝાઇન ’ સ્‍પષ્‍ટ તેમજ ગર્ભિત સમાવિષ્‍ટ પરંતુ મર્યાદિત નહી એ રીતે, અન્‍ય હકોના ઉલ્‍લંઘન, ગેરકાયદેસર પ્રવેશ, કોઇપણ વેચાણપાત્ર સામગ્રીની ખાસ હેતુ માટેની યોગ્‍યતા અંગેની સ્‍પષ્‍ટ કે ગર્ભિત ખાતરી માટેનો કોઇપણ દાવો કરતું નથી તેમજ આવી ખાતરીનો અસ્‍વિકાર કરે છે. કેટલાક કાયદાકીય ક્ષેત્રો આવી ગર્ભિત ખાતરી કેટલો સમય ચાલશે તેની બાદબાકીનો તેમજ તેનો સમાવેશ ન કરવાની બાબતને મંજુરી આપતું નથી. આથી ઉપરોકત મર્યાદાઓ તેમજ બાદબારી લાગું પડતી નથી. આપના દ્વારા નિફટ પાસેથી પ્રાપ્‍ત થયેલ મૌખિક કે લેખિત સલાહ કે માહિતી, ઉપરોકત દર્શાવેલ ખાતરીના અસ્‍વિકાર કે કોઇ નવી ખાતરીની રચના અંગેના પરીવર્તન માટે યોગ્‍ય રહેશે નહીં.

અંગત કાર્યનિતિ
નિફટ તેની વેબસાઇટના  ઉ૫યોગ કર્તાઓની તેમજ ઉ૫યોગ કર્તાઓની માહિતીની ગોપનિયતાને ઘણી ગંભીરતાથી લે છે. નિફટની કાર્યનિતિને સમજવા માટે અંગત કાર્યનિતિને ચોક્કસ ધ્‍યાનમા રાખો.

નિફટની વેબસાઇટના ઇન્‍ટરનેટ વ્‍યવહારમાં કોઇપણ અનઅધિકૃત વ્‍યક્તિના દુરુપયોગના પરીણામે કોઇ૫ણ વ્‍યક્તિની અંગત માહિતીનો દુરુપયોગ થાય અથવા ગોપનિયતના અધિકારનું કોઇપણ રીતે ઉલ્‍લંઘન થાય એ અંગેની નિફટ કોઇપણ રીતે જવાબદાર રહેશે નહી.

જવાબદારીની મર્યાદાઓ
નિફટની વેબસાઇટના ઉપયોગના કારણે અથવા ઉપયોગ દરમ્‍યાન અથવા આ વેબસાઇટ ઉપર ઉ૫લબ્‍ધ વિષયવસ્‍તુના કે લિન્‍કો, સમાવિષ્‍ટ પરંતુ મર્યાદિત નહી એવી ભુલોના કારણે, ખલેલના કારણે, માહિતી ગુમાવવાના કારણે, ખામીઓના કારણે માહિતી પ્રસારણમાં મોડું થવાના કારણે,  કોમ્‍પયુટર વાઇરસ લિન્‍કની નિષ્‍ફળતાના કારણે તેમજ આ સિવાય અન્‍ય સીધા કે આડકતરા, ખાસ પ્રસંગોપ્રાત, ઉદાહરણ સમાન કે પરીણામરૂપે ઉદભવતા જોખમો કે જે અંગે આવા જોખમોની સંભવિતતા અંગે નિફટને સલાહ આપવામાં આવી હોય તો પણ, આવા જોખમે, ઉપયોગ કર્તાઓની વેબસાઇટ ઉપયોગની અક્ષમતાઓ કારણે ઉદભવતા હોય તેવા સંજોગોમા પણ, થતા કોઇપણ જાતના નુકસાન માટે નિફટ જવાબદાર રહેશે નહી.  કેટલાક કાયદાકીય ક્ષેત્રો, આકસ્‍મિક કે ઉપ્‍યોગના કારણે થતા નુકશાનને મર્યાદિત રાખવાનું કે તેને આ બાબતમાં સમાવેશ નહી કરવા માટે મંજુરી આપતા નથી. આથી આવી મર્યાદાઓ કે આ સમાવિષ્‍ટ નહી કરવાની બાબત આપને લાગુ પડતી નથી. આ વેબસાઇટના ઉપ્‍યોગ દરમ્‍યાન વિષયવસ્‍તુ કે લિનકના ઉપયોગના કારણે ઉદભવતી બાબતો જેવી કે માહિતી ગુમાવવીક, નુકશાન લવાતા પગલાના કારણો, તેમજ સમાવિષ્‍ટ પરંતુ મર્યાદિત નહી એવા કોન્‍ટ્રાકટ, ટોર્ટ અથવા અનય કોઇપણ ઉપર આધારિત બાબતો અંગે નિફટની પ્રવર્તમાન જવાબદારીના ભાગરૂપે ચુકવવાની રકમ આપ વેબસાઇટના ઉ૫યોગ માટે જે રકમ ચુકવો છો તેનાથી વધારે રહેશે નહી.

અદાલતિય કાર્યક્ષેત્ર
આ વેબસાઇટનો ઉ૫યોગ લાગુ ૫ડતા ભારતીય કાયદાઓને આધિન છે. આ વેબસાઇટના ઉ૫યોગ કર્તા ભારતમાં સમયાંતરે પ્રવર્તતા વેબસાઇટ ઉ૫યોગ સંબંધી કાયદાઓનો સ્‍વીકાર કરે છે. વેબસાઇટ ઉપયોગની શરતોનું અમલીકરણ ભારતીય કાયદાઓ પ્રમાણે થશે. નિફટની વેબસાઇટના ઉપયોગના કારણે તેમજ તેને સ્‍પર્શતા કોઇપણ વિવાદો ઉભા થાય તો વેબસાઇટના ઉ૫યોગ કર્તાઓ, ભારતીય કોર્ટોના કાર્યક્ષેત્રો અંગે સ્‍પષ્‍ટ સહમતિ આપે છે તેમજ અન્‍ય કોઇપણ કોર્ટ સિવાય માત્ર ભારતમાં દિલ્‍હી ખાતે આવેલ કોર્ટોમાં આ બાબતના કેસ હાથ ધરવા અંગેના અદાલતિય કાર્યક્ષેત્રનો સ્‍વીકાર કરે છે.

માહિતી અધિકારનો કાયદો, ૨૦૦૫
માહિતી અધિકારનો કાયદો, ૨૦૦૫ની કલમ ૪(૧)(બી)ની જોગવાઇ તેમજ કલમ ૨ (૪) માં વયાખ્‍યાયિત કરેલ છે તે પ્રમાણે નેશનલ ઇન્‍સ્‍ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી, જાહેર સત્‍તા હોવાથી, પોતાની વેબસાઇટ દ્વારા તેમજ સુચિત માર્ગદર્શિકા દ્વારા નાગરિકોને યુર્નિવસીટી સતામાં રહેલ માહિતીને પ્રાપ્‍ત કરવા માટે સક્ષમ બનાવે છે કે જેથી આ સત્‍તાની કાર્યનિતિમાં જવાબદેહી તેમજ પારદર્શિતાને પ્રોત્‍સાહન મળે.

અમે એવી આશા રાખીએ છીએ કે નિફટની વેબસાઇટ દ્વારા જાહેરક્ષેત્રમાં આવતી માહિતી, નાગરિકો વિજાણુ માધ્‍યમ પ્રાપ્‍ત કરીને, શકય હોય ત્‍યાં સુધી જે માહિતી તેમના માટે સરળતાથી ઉ૫લબ્‍ધ છે તેની અમારી પાસે પુચ્‍છા કરીને ઉત્‍પન્‍ન થતી અસુવિધા ટાળવા પ્રયત્‍ન કરશે. માહિતીને સુગઠિત કરવા માટે શકય તેટલી કાળજી લેવામાં આવે છે છતાં સસાવધતાના કારણે આ માહિતીમાં કોઇ ભૂલ થાય તો તેને સુધારી લેવામાં આવશે.