![]() |
![]() |
![]() |
|||||||||
| રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન | |||||||||||
| પરિચય | | સંસ્થાકીય માળખુ | | સગવડતાઓ | | આંતર રાષ્ટ્રીય સંબંધો | ||||||||
| સંસ્થાન | ||||||||||||||||||||||||||||||||||||||||||
|
ભારત સરકારના હાથવણાટ મંત્રાલયના નેજા હેઠળ વર્ષ ૧૯૮૬માં ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજીની સ્થાપના કરવામાંઆવી. વૈશ્વિક સ્તરે વ્યવસ્થાપન અને ટેક્નોલોજી, ફેશન જગતમાં આગેવાની લઈ શકે તેવા નિષ્ણાતો તૈયાર કરતી એક આગવી ડિઝાઈન, વ્યવસ્થાપન અને ટેક્નોલોજી શીખવતી સંસ્થા તરીકે પોતાની ઓળખ ઉભી કરી રહી છે. નિફ્ટને ભારતીય બંધારણ હેઠળ વર્ષ ૨૦૦૬માં કાયદાકીય માન્યતા આપવામાં આવી. ભારતમાં બાર જેટલા વ્યવસાયિક આંતર દેશીય કેન્દ્રો- નવી દિલ્હી, બેંગલોર, ચેન્નઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કોલકત્તા, મુંબઈ, રાયબરેલી, ભોપાલ, કાનપુર, પટના અને શિલોંગ મારફત ફેશન સંબંધિત શિક્ષણ સંદર્ભે આગવા દ્રષ્ટ્રિકોણને અવકાશ આપનાર સંસ્થા એક અગ્રેસર સંસ્થા છે. આ ઉપરાંત મોરેશીયસ ખાતે આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી વૈશ્વિક ફલક પર પણ નિફ્ટ પોતાવી કામગીરી વિસ્તારી રહી છે. સર્જનાત્મક, નિપુણ અને તકનિકી નિષ્ણાતોની ટીમ દ્વારા નિફ્ટ ફેશન ક્ષેત્રે નિપુણ આગેવાનો તૈયાર કરી રહી છે. સંસ્થા વતી ફેશન શિક્ષણ, સંશોધન અને તાલીમ ક્ષેત્રે એક સમાન મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે. |
|
||||||||||||||||||||||||||||||||||||||||
![]() |
||||||||||||||||||||||||||||||||||||||||||